કંપનીએ ગ્રાહકને રિફંડ ના બદલે ગિફ્ટ માં આપ્યા 10 નવા ફોન

Posted by

નવીદિલ્હી : જો તમારાં સ્માર્ટ ફોનમાં કોઈ ખામીને કારણે અગર તમે કંપની પાસેથી રીફંડની માંગણી કરો પરંતુ કંપની તમને રીફંડને બદલે દસ નવાં ફોનની ઓફર કરે તો  તમને કેવું લાગે?

જી હા, આવું એક કિસ્સામાં થયું હતું. આ કંપનીનું નામ છે ગુગલ…

આ કિસ્સાની વિગતવાર માહિતી જોઈએ તો ગુગલનાં એક કસ્ટમરે  કથીત ખામીયુક્ત મોબાઇલ ગુગલ બદલ કંપની પાસેથી રીફંડની માંગણી કરી હતી એ રીફંડ આપવાને બદલે કંપનીએ તેને ખાસ ગિફ્ટ આપી. કથીતરૂપે કંપનીએ રીફંડને બદલે તેને દસ નવાં પિક્સલ 3 સ્માર્ટ ફોન મોકલી આપ્યાં. પરંતુ કસ્ટમર એનાથી ખૂશ થવાને બદલે તમામ એકસ્ટ્રા સ્માર્ટ ફોન પરત મોકલવા ઇચ્છે છે. પરંતુ તે પુરેપુરી રકમ પરત મળે એવી આશા રાખી રહ્યો છે.

રેડિટ ડૉટ કોમ ઉપર cheetoz નામની આઇડીવાળાં કસ્ટમરે એવો દાવો કર્યો હતો કે, તેને ગુગલે ખરાબ પિક્સલ 3 સ્માર્ટ ફોનનાં રીફંડ પર લગભગ 80 ડોલર જ આપ્યા. પરંતુ સાથે કંપનીએ તેને દસ નવાં પિક્સલ ત્રણ ફોન મોકલ્યાં. એનું કહેવું છે કે તે આ દસ નવાં સ્માર્ટ ફોન રાખવાની ઇચ્છા ધરાવતો નથી. એ ફોન તે કંપનીને પરત આપવાં માંગે છે. એને આશા છે કે, તેને આ ખામીયુક્ત ફોનની પુરેપુરી રકમ મળી જશે. રેડીટ યુઝર લખે છે કે, દરેક મોટી કંપની પાસે આવાં કિસ્સાઓ આવતા હોય છે.

પરંતુ કસ્ટમરે કહ્યું કે, મેં તો ફક્ત રીફંડની માંગણી કરી હતી અને ખરાબ સ્માર્ટ ફોન મોકલ્યો હતો. ગુગલે પુરૂં રીફંડ આપ્યું નહોતું. બદલામાં તેણે 80 ડોલર ની સાથે 10 નવાં ફોન મોકલી દીધાં હતાં.

આ પુરાં મામલામાં ગુગલે કસ્ટમર પાસેથી દસ સ્માર્ટ ફોન પરત મંગાવેલ નથી પરંતુ કસ્ટમરે એનાં બદલે એ બધી વસ્તુઓ પરત કરી પોતાની પુરેપુરી રકમ માંગી છે. કસ્ટમરનુ કહેવુ છે કે, હવે તેને ફક્ત 80 ડોલરની રકમ મળી છે. પરંતુ તેને 900 ડોલર વધું મળવાં જોઈએ. જોકે, અન્ય રીપોર્ટ બીજું કંઈ જણાવે છે.

લેખસંપાદક – મહેન્દ્ર સંઘાણી (વરિષ્ઠ પત્રકાર – સુરત)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *