દુનિયાભરમાં લોકપ્રિય હિન્દી સિનેમાની સફર અને ચર્ચિત અભિનેત્રી દીપિકા પાદુકોણના ચાહનાર લોકોની સંખ્યા કરોડોમાં છે. પોતાના શ્રેષ્ઠ કામ અને પોતાની સુંદરતાથી દીપિકાએ દરેક સિનેમા પ્રેમીઓના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. વળી આજના સમયની સૌથી પ્રખ્યાત બોલિવુડ અભિનેત્રી છે.
દીપિકા પાદુકોણ પોતાની ફિલ્મો અને એક્ટિંગ દર્શકોના દિલ પર રાજ કરે છે. તે અવારનવાર કોઈને કોઈ ઈન્ટરવ્યુ નો હિસ્સો બનતી રહે છે. વળી જ્યારે એક વખત અમુક વર્ષ પહેલા તેણે એક ઈન્ટરવ્યુ આપ્યો હતો તો તેમાં દીપિકાને પોતાના મનપસંદ રાજકીય નેતા વિશે પુછવામાં આવ્યું હતું અને તેણે આશા રાખી હતી કે તે તેમને દેશના પ્રધાનમંત્રીના રૂપમાં તેને જોવા માંગે છે.
તમને જણાવી દઈએ કે દીપિકાએ તે સમય દરમ્યાન કોંગ્રેસના એક મોટા નેતાને લઇને મોટો નિવેદન આપ્યું હતું. હકીકતમાં જ્યારે તેમને રાજકારણ સાથે સંબંધિત સવાલ કરવામાં આવ્યો, તો જવાબમાં દીપિકાએ કોંગ્રેસ સાંસદ અને કોંગ્રેસના પુર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીનું નામ લીધું હતું. તેણે ઇચ્છા વ્યક્ત કરી હતી કે રાહુલ ગાંધી દેશના પ્રધાનમંત્રી બને.
સોશિયલ મીડિયા પર દીપિકાનો એક જુનો વિડીયો ખુબ જ છવાયેલો છે, જેમાં એન્કર તેમને સવાલ કરી રહેલ છે કે, “તમે રાજકારણની વાત કરી. તમામ નવયુવાન આજે રાજકારણના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે, કોઈ એવા રાજકીય નેતા વિશે જણાવો કે તમે પ્રભાવિત હોય.”
જવાબમાં અભિનેત્રીએ કહ્યું હતું કે, “હું રાજકારણ વિશે વધારે કંઈ જાણતી નથી. પરંતુ જે પણ થોડુંક ટીવી પર જોઉ છું તો રાહુલ ગાંધી આપણા દેશ માટે જે કરી રહ્યા છે તે એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેઓ આપણા દેશ માટે ઘણો બધુ કરી રહ્યા છે. આશા રાખું છું કે તેઓ એક દિવસ જરૂરથી પ્રધાનમંત્રી બનશે.”
એન્કરે દીપિકાને આગળ પુછ્યું હતું કે, “તમે ઈચ્છો છો કે રાહુલ ગાંધી દેશના પ્રધાનમંત્રી બને?” તો એક્ટ્રેસે જવાબમાં કહ્યું હતું કે, “જી હાં, જરૂરથી.” એન્કર આગળ પુછે છે કે તમને રાહુલ ગાંધીમાં શું ખાસ વાત દેખાય છે? તો દીપિકા આગળ કહે છે કે, “મને લાગે છે કે રાહુલ ગાંધી યુવાનોની સાથે ખુબ જ સારી રીતે કનેક્ટ થાય છે. તેમની વિચારસરણી ટ્રેડિશનલ અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને છે અને મારું માનવું છે કે આપણા દેશ માટે ખુબ જ મહત્વપુર્ણ છે.”
Lol @deepikapadukone pappu fan hai pic.twitter.com/l1CjAc15Z9
— exsecular (@ExSecular) January 8, 2020
વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો દીપિકાની આગામી ફિલ્મ “83” છે. આ ફિલ્મમાં તે પોતાના પતિ રણવીર સિંહ સાથે નજર આવશે. ફિલ્મ ભારતીય ક્રિકેટ ટીમ દ્વારા વર્ષ ૧૯૮૩માં જીતવામાં આવેલ ક્રિકેટ વર્લ્ડ કપ પર આધારિત છે. ફિલ્મમાં રણવીર કપુર પુર્વ કેપ્ટન કપિલ દેવની ભુમિકામાં હશે, તો વળી દીપિકા પાદુકોણ કપિલ દેવની પત્ની નુ કિરદાર નિભાવી રહેલ છે.