કોંગ્રેસની આ નેતા એ રવિ શાસ્ત્રી માટે ૩૩ વર્ષ સુધી રાહ જોઈ, હવે પુરી થઈ ઈચ્છા

Posted by

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી પોતાના ડેસિંગ પર્સનાલિટીને કારણે દુનિયાભરમાં જાણીતા છે. રવિ શાસ્ત્રી પોતાના સમયના સૌથી હેન્ડસમ ક્રિકેટર્સ માંથી એક હતા. તેમનો જલવો આજે પણ જળવાઈ રહેલો છે. ક્રિકેટથી લઈને કોમેન્ટ્રી સુધી રવિ શાસ્ત્રીએ દરેક જગ્યા પર પોતાનો જલવો બટાવેલો છે. તેમના ચાહવા વાળાની સંખ્યા પણ લાખોમાં છે. જ્યારે તે ક્રિકેટ રમતા હતા, તે સમયે ફક્ત સામાન્ય લોકો જ નહીં પરંતુ દેશની ઘણી મોટી સેલિબ્રિટી પણ તેમની ફેન હતી. તેમની આ ફેનમાં એક હતી જુના જમાનાની અભિનેત્રી અને વર્તમાનમાં કોંગ્રેસ પાર્ટીની રાષ્ટ્રીય પ્રવક્તા ખુશ્બુ સુંદર.

કોંગ્રેસ પાર્ટીની રાષ્ટ્રીય પ્રવક્તા ખુશ્બુ સુંદરનું રવિ શાસ્ત્રીને મળવાનું સપનુ હતુ. તેમનું આ સપનું પૂરું થયું 33 વર્ષ પછી. આ નેતાની ઈચ્છા હતી કે તે રવિ શાસ્ત્રીને મળે અને તેમની સાથે એક ફોટો તેમના ડાઇનિંગ હોલમાં સજાવીને રાખે. જ્યારે થોડા દિવસ પહેલા તેમની રવિ શાસ્ત્રી સાથે મુલાકાત થઈ તો તે પોતાની સાથે એક ફોટો લેવામાં સફળ રહી.

અભિનેત્રી થી નેતા બનેલી ખુશ્બુ રવિ શાસ્ત્રીની ઘણી મોટી ફેન છે

ઓટોગ્રફ લેવો કે પોતાના કોઈ ગમતા સ્ટારની સાથે સેલ્ફી ક્લિક કરવી દરેક પ્રશંસકનું ઘણું મોટું સપનું હોય છે. એવું જ એક સપનું કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા ખુશ્બુ સુંદરનું તે સમયે સાચું થઈ ગયું, જ્યારે તે ટીમ ઈન્ડિયાનાં હેડ કોચ રવિ શાસ્ત્રી સાથે સેલ્ફી લેવામાં સફળ થઈ. ભારતીય સિનેમા જગતમાં એક અભિનેત્રીના રૂપમાં ઓળખાણ બનાવવા વાળી ખુશ્બુ, રવિ શાસ્ત્રીની જબરજસ્ત પ્રશંસક રહેલી છે. એક્ટ્રેસે પોતાની ખુશી ટ્વિટર દ્વારા જાહેર કરી છે.

એક્ટ્રેસે ૩૩ વર્ષ સુધી રાહ જોવી પડી હતી


અભિનેત્રીએ ટ્વીટ કરતાં કહ્યું, મારું સપનું સાચું થઈ ગયું. આખરે હું મારા હીરો રવિ શાસ્ત્રીને મળી. મારો ધૈર્ય કામ આવ્યું. તેમની સાથે મુલાકાત માટે ૩૩ વર્ષની રાહ જોઈ. જણાવી દઈએ કે આ એક્ટ્રેસએ પોતાની ફિલ્મી કારકિર્દી બાળ કલાકારના રૂપમાં શરૂ કરી હતી. તેમની પહેલી ફિલ્મ “ધ બર્નિંગ ટ્રેન” હતી, જે ૧૯૮૦માં આવી હતી. ફિલ્મનાં ગીત “તેરી હે જમીન તેરા આસમાન” માં તે પહેલી વાર નજર આવી હતી. ત્યારબાદ તે “નસીબ, લાવારીશ, કાલીયા અને દર્દ કા રિશ્તા જેવી ફિલ્મોમાં પણ જોવા મળી હતી.

જણાવી દઇએ કે રવિ શાસ્ત્રની ઘણી પ્રેમ કહાની રહી છે. પરંતુ જે પ્રેમ કહાની સૌથી વધારે ચર્ચામાં રહી હતી તે સમયની ટોપ એક્ટ્રેસમાં એક અમૃતા સિંહ સાથે તેમનો સંબંધ હતો. વર્ષ ૧૯૮૦માં રવિ શાસ્ત્રી અને એક્ટ્રેસ અમૃતા સિંહના લવ અફેર એ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. તે દરમિયાન રવિ શાસ્ત્રી ઇન્ડિયન ક્રિકેટ ટીમના સૌથી ચાર્મિંગ પ્લેયર હતા અને તેના કારણે લોકોએ તેમને ક્રિકેટ ટીમના “પોસ્ટર બોય” બનાવી દીધા હતા.

રવિ શાસ્ત્રીનાં ચર્મિંગ પર્સનાલિટી પર અમૃતા સિંહ પોતાનું દિલ હારી ગઈ હતી. ઘણી વખત અમૃતા રવિ શાસ્ત્રીને ચિયર કરતા જોવામાં આવી હતી. આ બંનેની નજદીકી તે સમયે ચર્ચામાં છવાયેલ હતી. વળી એક મેગેઝીનનાં કવર પર બંને સાથે નજર આવ્યા હતા. આ બંને ૮૦નાં દશકમાં સૌથી ચર્ચિત કપલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *