કોરોના બાદ એક નવી રહસ્યમય બીમારીથી વધ્યું ટેન્શન, બાળકો ગુમાવી રહ્યા છે જીવ, જાણો લક્ષણો

કોરોના વાયરસનો કહેર સમગ્ર દુનિયામાં વધી રહ્યો છે. ભારતની વાત કરવામાં આવે તો અહીંયા સોમવાર સુધીમાં ૧,૪૧,૨૨૮ થી વધારે કોરોના સંક્રમિત દર્દીઓ સામે આવી ચૂક્યા છે. આ વાયરસે ભારતમાં ૪,૦૫૭ લોકોના જીવ લઈ લીધા છે. વળી વિશ્વભરના આંકડાઓ પર નજર નાખવામાં આવે તો ૫૫,૩૨,૧૨૧ થી વધારે કોરોના સંક્રમિત દર્દીઓમાંથી ૩,૪૭,૨૪૯ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે.

વાઇરસને કારણે દરેક દેશની અર્થવ્યવસ્થાને ખૂબ જ મોટો ઝટકો લાગ્યો છે. આ બીમારીનો ડર લોકોના હ્રદયની અંદર એટલી હદ સુધી બેસી ગયો છે કે તેઓ ઘરની બહાર નીકળવાથી પણ કરે છે. હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ સાથે લડવામાં જોડાયેલ છે. પરંતુ તેની વચ્ચે એક નવી રહસ્યમય બીમારી સામે આવી છે.

આ ઉંમરના લોકોને ઝપેટમાં લઇ રહી છે

આ નવી રહસ્યમય બીમારી બાળકોમાં ફેલાઈ રહી છે. જાણકારી અનુસાર તેની ઝપેટમાં આવનાર બાળકો ની ઉંમર ૨ થી ૧૫ વર્ષની વચ્ચેની છે. આ બીમારીનો આંકડો અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં સૌથી વધારે છે. અહીંયા આ બિમારી ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે. ન્યૂયોર્કમાં ૭૨ થી વધારે બાળકો તેનો શિકાર થઇ ચુક્યા છે અને તેમાંથી ૩ બાળકોના મૃત્યુ પણ થઇ ગયા છે. વળી સમગ્ર અમેરિકા દેશની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં આ રહસ્યમય બીમારીના ૧૦૦ થી વધારે મામલા સામે આવી ચૂક્યા છે. અમેરિકા સિવાય બ્રિટન, ફ્રાન્સ, ઈટાલી અને ન્યુઝીલેન્ડમાં પણ આ બીમારી જોવા મળે છે.

કોરોના સાથે કનેક્શન નથી

શરૂઆતમાં આ બીમારીને કોરોના સંક્રમણ સાથે જોડીને જોવામાં આવી રહી હતી. પરંતુ ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્રુ ક્યોમો જણાવે છે કે આ રહસ્યમય બીમારીમાં મોટાભાગના બાળકોને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જોવા મળેલ નથી. હાલમાં ન્યૂયોર્કના જીનોમ સેન્ટર અને રોકફેલર યુનિવર્સિટી સાથે મળીને આ નવી અને રહસ્યમય બીમારીના થવાના કારણો શોધવામાં આવી રહ્યા છે. ક્યોમો જણાવે છે કે સરકાર તરફથી ભલે આ બીમારીથી મૃત્યુ પામનાર બાળકોની સંખ્યા ૩ બતાવવામાં આવી રહી હોય, પરંતુ સ્થાનિક મીડિયાનો દાવો છે કે આ બીમારીને કારણે ૧૦ થી વધારે બાળકોના મૃત્યુ થયા છે.

શું છે લક્ષણ?

ન્યૂયોર્કમાં પબ્લિશ થયેલ એક રિપોર્ટ અનુસાર રહસ્યમય બિમારીની શરુઆતમાં ત્વચા અને ધમનીઓમાં સોજો આવવા જેવા લક્ષણો જોવા મળે છે. તે સિવાય આંખોમાં બળતરા, શરીર પર લાલ નિશાન બનવું પણ સામેલ છે. અમુક મામલામાં ચામડીનો કલર પણ બદલાયેલો જોવા મળેલ છે. તે ઉપરાંત લાંબા સમય સુધી તાવ રહેવો, પેટમાં ભયંકર દુખાવો થવો અને બ્લડ પ્રેશર લો થઈ જવું પણ તેના લક્ષણ છે.

બીમારી આદેશો સુધી પહોંચી ચૂકી છે

આ રહસ્ય બીમારી હજુ સુધી અમેરિકા ઉપરાંત યુરોપિયન દેશો જેવા કે બ્રિટન, ફ્રાંસ, સ્વીઝરલેન્ડ અને ઇટાલીના બાળકોમાં પણ જોવા મળી છે. અહીંયા આ પ્રકારના ૫૦ થી વધારે કેસ આવેલા છે. WHO ના વૈજ્ઞાનિક ડોક્ટર મારીયા વૈન કેરખોવે જણાવે છે કે આ બીમારીના લક્ષણો કાવાસાકી ના લક્ષણો જેવા જોવા મળી રહ્યા છે. કાવાસાકી યુરોપિયન દેશોમાં થતી બાળપણ ની બીમારી છે. હવે લોકો આશા લગાવીને બેઠા છે કે આ બીમારીનું કારણ ખૂબ જલદી જાણી શકાય.