કોરોના બાદ ભારતમાં વધુ એક વાયરસનો પ્રકોપ ચાલુ, આસામ માં પહેલો કેસ સામે આવ્યો

કોરોના વાયરસનાં સંકટ વચ્ચે દેશમાં નવી બીમારીનો વિકાસ થવાનો શરૂ થયું છે. ભારતમાં રવિવારે તેનો પહેલો મામલો સામે આવ્યો હતો. આ નવી બીમારીનું નામ આફ્રિકન સ્વાઈન ફ્લૂ છે. આસામ માં તેનો પહેલો કેસ સામે આવ્યો છે. આસામ સરકારે રવિવારે કહ્યું છે કે રાજ્યમાં આફ્રિકન સ્વાઈન ફ્લૂનો પહેલો મામલો મળી આવ્યો છે અને તેનાથી ૩૦૬ ગામમાં ૨૫૦૦ થી વધારે ડુક્કર માર્યા ગયા છે.

વિશેષજ્ઞોનું માનવામાં આવે તો તે સરળતાથી મનુષ્ય સુધી પણ પહોંચી શકે છે. ચીનમાં આ પ્રકોપ પહેલાથી જ ચાલી રહ્યો છે, જેના કારણે ત્યાં અંદાજે ૪૦ ટકા ડુક્કરોનો સફાયો થઇ ચુક્યો છે. શરૂઆતમાં ખુલ્લા રખડતા ડુક્કર તેની ઝપેટમાં આવ્યા, પરંતુ બાદમાં તે ફાર્મ સુધી પહોંચી ગયો હતો.

બીમારીને કોરોના સાથે કોઈ લેવાદેવા નથી

આસામનાં પશુપાલન અને પશુચિકિત્સા મંત્રી અતુલ બોરાએ આ જાણકારી આપી છે. તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી હોવા છતાં પણ તુરંત જ ડુક્કરોને મારવાને બદલે આ ઘાતક બીમારીને ફેલાવાથી રોકવા માટે અન્ય કોઈ રસ્તો અપનાવશે. બોરાએ જણાવ્યું કે આ બીમારીને કોરોના વાયરસ સાથે કોઈ લેવાદેવા નથી. હાલમાં મંત્રીનું કહેવું છે કે તે મનુષ્ય સુધી નહીં પહોંચી શકે.

બોરાએ કહ્યું, “રાષ્ટ્રીય ઉચ્ચ સુરક્ષા પશુરોગ સંસ્થાન ભોપાલે પુષ્ટી કરેલ છે કે આ આફ્રિકન સ્વાઈન ફ્લૂ છે. કેન્દ્ર સરકારે અમને જણાવ્યું કે તે દેશમાં આ બીમારીનો પહેલો મામલો છે. તેમણે કહ્યું કે વિભાગ દ્વારા ૨૦૧૯ ની ગણના અનુસાર ડુક્કરોની કુલ સંખ્યા અંદાજે ૨૧ લાખ હતી, પરંતુ હવે તે વધીને અંદાજે ૩૦ લાખ થઈ ગઈ છે.