કોરોના કાળમાં જો તમે લુડો અને સાંપસીડી રમીને જો સમય પસાર કરી રહ્યા છો તો થઈ જાઓ સાવધાન, થઈ શકો છો કંગાળ

Posted by

આજકાલ સમય પસાર કરવા માટે ઓનલાઇન લુડો અથવા સાપસીડી રમવું એ લોકોનું ફેવરિટ કામ બની ગયું છે. પરંતુ ધ્યાન રહે કે લુડો રમવાનો ચસ્કો તમને કંગાળ બનાવી શકે છે અથવા જેલમાં પણ પહોંચાડી શકે છે. હકીકતમાં આ પોપ્યુલર ગેમ સટ્ટાબાજીનો નવો ખેલ બની ગયો છે. અચાનક તમને ટેલિગ્રામ અથવા વોટ્સઅપ પર લુડો અથવા સાપસીડી નાં ગ્રુપમાં એડ કરી દેવામાં આવે છે. તમે વિચારો છો કે આ ગ્રુપ તો રમત માટેનું છે, રમવામાં મજા આવશે.

Advertisement

પરંતુ સાવધાન ! તે સજાનું કારણ પણ બની શકે છે. હકીકતમાં દેશના ઘણા ભાગોમાં ઓનલાઇન લુડો અને સાપસીડી ગેંગ સક્રિય થઇ ચૂકી છે. આવા સટ્ટાબાજોની રીત છે કે પહેલા ગ્રુપ એડમીન લોકોને ગ્રુપમાં જોડે છે અને પછી એક લીંક મોકલે છે. ત્યારબાદ ગ્રુપ એડમીન એક કોડ આપે છે, જેનાથી ગ્રુપના ૪ લોકો અલગ અલગ જગ્યા પર રહીને લુડો રમે છે. બાકી લોકો શરત લગાવે છે કે કોણ જીતશે.

જીતનાર વ્યક્તિ પાસેથી એડમીન કમીશન લે છે અને શરતમાં લગાવવામાં આવેલ પૈસા અલગ અલગ લોકોમાં હાર-જીતનાં હિસાબે વહેંચી દે છે. આવી જ રીતે સાપસીડીની પણ લીંક આપવામાં આવે છે અને જીતનાર વ્યક્તિ પર શરત લગાવવામાં આવે છે. આ ગેમ્સ પર હજારો રૂપિયાનો સટ્ટો લાગે છે.

ગેમ રમવાની શરતો પણ હોય છે

  • લુડો અને સાપસીડી ગ્રુપમાં એડમીન સ્પષ્ટ કહે છે કે ડીપોઝીટ વગર ગેમ રમાડવામાં આવશે નહીં.
  • ગેમની વચ્ચે નેટ પેક ખતમ થઈ ગયું અથવા ફોન હેન્ગ થઈ ગયો તો પૈસા પરત મળશે નહીં.
  • દરેક ગેમ પછી બેલેન્સમાં પૈસા નાખવાના રહેશે.
  • ગ્રુપમાં અપશબ્દ બોલનાર વ્યક્તિનું બેલેન્સ ઝીરો માનવામાં આવશે.
  • મીનીમમ ૧૦૦ રૂપિયાની શરત તો લગાવવી જ પડશે.

ધ્યાન રહે કે સટ્ટાબાજોનાં આ ગ્રુપમાં જો તમે ફસાઈ ગયા તો કોઈપણ સમયે વિવાદની સ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ થઈ શકે છે અને દુશ્મની પણ થઈ શકે છે. મધ્યપ્રદેશના છિંદવાડામાં આ પ્રકારની ગેંગ પોલીસવાળાનાં હાથે લાગી છે. પોલીસે આ ગેંગને પકડવા માટે પોતાનો જાસૂસ પણ ગ્રુપમાં જોડેલ હતો પરંતુ એડમીનને શંકા થઈ ગઈ તો કોડ પ્રાપ્ત કરવામાં સફળતા મળી નહીં. ત્યારબાદ પોલીસે એડમીનનાં બે સાથીઓને ટ્રેપ કરવા માટે છટકું ગોઠવ્યું અને ગ્રુપ એડમીન સહિત બે અન્ય લોકોને ઝડપી લેવામાં આવ્યા. તેમની પર જુગાર એક્ટની કલમ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. આ મામલામાં પોલીસ ગ્રુપના અન્ય સદસ્યોની પણ ધરપકડ કરવામાં જોડાયેલી છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *