કોરોના કાળમાં નવરા બેસેલ સલમાન ખાન કરવા લાગ્યા ખેતી, ટ્રેક્ટર ચલાવીને ડબંગ સ્ટાઇલમાં ખેતર ખેડ્યું, જુઓ વિડિયો

Posted by

કોરોના વાઇરસ અને લોકડાઉનને કારણે બોલિવૂડની ફિલ્મોનું શુટિંગ હાલમાં અટવાયેલું છે. તેવામાં બધા સિતારા પોતાના ઘરમાં કેદ થઈને બેઠા છે. જોકે બોલીવુડના દબંગ સ્ટાર સલમાન ખાનની સ્ટાઇલ થોડી બધાથી અલગ છે. તેઓ હાલના દિવસોમાં પોતાના પનવેલ ફાર્મ હાઉસ પર શાનદાર સમય પસાર કરી રહ્યા છે. લોકડાઉનમાં પણ સલમાન ખાને પોતાના ઘણાં ગીતો રિલીઝ કરી નાખ્યા. હાલમાં તેઓ પોતાના ફાર્મ હાઉસ પર ખેતીનો આનંદ લઇ રહ્યા છે. હકીકતમાં હાલમાં સલમાન ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેયર કર્યો હતો. આ વીડિયોમાં તેઓ ખેતરની અંદર ટ્રેક્ટર ચલાવતાં અને ખેતર ખેડતા નજર આવી રહ્યા છે.

દબંગ સલમાન સલમાન ખાને ખેતર ખેડ્યું

વીડિયોમાં જોવામાં આવે છે કે સલમાન ખાન કેવી રીતે પોતે જાતે ટ્રેક્ટર ચલાવે છે. તો વળી ક્યારેક નીચે કાદવમાં ઉતરીને ખેતરનું નિરીક્ષણ કરે છે. એક સમય એવો પણ આવે છે જ્યારે તેઓ ટેકટરનાં પાછલા ભાગ પર ઉભા રહી જાય છે. સલમાન ખાનનો વિડીયો હવે લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે. આ વીડિયોને શેયર કરતા સલમાન ખાને કેપ્શન માં લખ્યું, “ખેતી”. તો ચાલો હવે જરા પણ રાહ જોયા વગર પહેલા તમને આ વિડીયો બતાવી દઇએ.

 

View this post on Instagram

 

Farminggg

A post shared by Salman Khan (@beingsalmankhan) on

ફેન્સી કરી પ્રશંસા

સલમાન ખાનના ફેન્સને તેમનો આ અંદાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. અત્યાર સુધીમાં ૨૦ લાખથી પણ વધારે લોકો તેને જોઈ ચૂક્યા છે. વીડિયોમાં ઘણા શાનદાર કોમેન્ટ પણ આવી ચૂક્યા છે. વળી બિગ બોસ-૧૧ ના ફેમસ કન્ટેસ્ટન્ટ અર્શી ખાને કોમેન્ટ કરીને લખ્યું “વાહ સુલતાન”. તેની સાથે જ ફેન્સ દ્વારા પણ સલમાન માટે ઘણી પ્રશંસાનાં પુલ બાંધવામાં આવ્યા. ઉદાહરણ માટે એક ફેન્સ લખે છે કે, “વાહ ભાઈજાન શું સાદગી છે. આઇ લવ યુ.” વળી અન્ય એક કોમેન્ટ આવે છે કે, “ભાઈ થી જલન થતા લોકો સરખી-સળગી ને કાળા થઈ જશે. સલમાનનો કોઈ તોડ નથી.”

કાદવ થી લથબથ

 

View this post on Instagram

 

Respect to all the farmers . .

A post shared by Salman Khan (@beingsalmankhan) on


થોડા દિવસો પહેલા જ સલમાન ખાનની વધુ એક ખેતરની તસવીર વાયરલ થઈ હતી. આ ફોટામાં સલમાન ખાન જમીન પર બેસેલા હતા અને તેમના શરીર પર કાદવ લગાવેલો હતો. આ ફોટોને શેયર કરતા તેમણે કેપ્શન માં લખ્યું હતું,  “ખેડૂતોને મારું સન્માન.”

જય જવાન જય કિસાન

 

View this post on Instagram

 

Daane daane pe likha hota hai khane wale Ka naam… jai jawan ! jai kissan !

A post shared by Salman Khan (@beingsalmankhan) on


સલમાન ખાનની પોસ્ટ જોઇને એવું લાગી રહ્યું છે કે તેમણે પોતાના ફાર્મ હાઉસપર ખેતીની ખૂબ જ મજા લઇ રહ્યા છે. તેમણે અન્ય એક તસવીર શેયર કરીને લખ્યું છે, “દાને દાને પે લીખા હોતા હે ખાને વાલે કા નામ. જય જવાન જય કિસાન.” આ ફોટામાં સલમાન ખાન ખેતરમાંથી પાક તોડતા નજર આવી રહ્યા છે. કામની વાત કરવામાં આવે તો સલમાન ખાન ખૂબ જ જલ્દી “રાધે : યોર મોસ્ટ વોન્ટેડ હીરો” જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે દિશા પટણી અને રણદીપ હુડા મુખ્ય ભૂમિકા નિભાવતા નજર આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *