સમગ્ર દેશ કોરોના વાયરસ જેવી મહામારીનો સામનો કરી રહ્યું છે. આ મહામારી દરેક તરફ પોતાના પગ ફેલાવી રહી છે. આ સંકટના સમયમાં બધા લોકો એકસાથે મળીને જરૂરિયાતમંદ લોકોને સહાયતા કરી રહ્યા છે. લોકો પોતાના સામર્થ્ય અનુસાર જરૂરિયાતમંદ લોકોને મદદ કરવામાં જોડાયેલા છે. આ વિષમ પરિસ્થિતિમાં દરેક વ્યક્તિ પોતાનો સહયોગ આપી રહ્યો છે. આજે અમે તમને એક એવા ભિખારી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે કોરોના કાળમાં બધા લોકોના દિલ જીતી લીધા છે. ફક્ત એટલું જ નહીં પરંતુ આ ભિખારીની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પ્રશંસા કરી છે.
સંકટના સમયમાં જે લોકો સક્ષમ છે તે જરૂરિયાતમંદ લોકોને દરેક પ્રકારે સહાયતા કરી રહ્યા છે. પરંતુ એક એવો મામલો સામે આવ્યો છે જે ચર્ચાનો વિષય બન્યો છે. હકીકતમાં હાલમાં જ દિવ્યાંગ રાજુ એ ભીખ માંગીને પૈસા એકઠા કર્યા હતા, હવે તે આ પૈસાથી જરૂરિયાતમંદ લોકોની સહાયતા કરી રહ્યો છે. દિવ્યાંગ રાજુ પઠાણકોટ માં પોતાના ભીખ માંગેલા પૈસાથી નિર્ધન અને જરૂરિયાતમંદ લોકોને રાશન વહેંચી રહ્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તેની પ્રશંસા કરી
દિવ્યાંગ રાજુએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ રજુ કર્યું છે. તેણે ભીખ માંગીને એકઠા કરેલા પૈસામાંથી ગરીબ અને નિઃસહાય લોકોને રાશન આપીને તેમની મદદ કરી છે. તેના આ કાર્યની લોકો ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે. ફક્ત એટલું જ નહીં પરંતુ તેના આ પ્રશંસનીય કાર્યને જોઈને પણ પ્રધાનમંત્રી મોદી તેના કાયલ બની ગયા હતા. તેમણે “મનકી બાત” કાર્યક્રમમાં પણ જનતાને સંબોધિત કરતા સમયે આ ભિખારીનો ઉલ્લેખ કર્યો હતો. હકીકતમાં જોવામાં આવે તો પરેશાનીના આ સમયમાં ગરીબો માટે આ વ્યક્તિ કોઈ દેવદૂત થી ઓછો નથી. તે હલન ચલન કરવામાં અસમર્થ છે. દિવ્યાંગ હોવા છતાં પણ તે લોકોની મદદ કરી રહ્યો છે. તેણે દિવસ-રાત એક કરીને ભીખ માગીને પૈસા એકઠા કર્યા હતા અને હવે તે પૈસાથી જરૂરિયાતમંદ લોકોને દાન કરી રહ્યો છે.
ભીખના આ પૈસામાંથી આ વ્યક્તિએ સૌથી વધારે પરિવારોના ઘરમાં એક મહિનાનું રાશન ભરી ચૂક્યો છે. ફક્ત આટલું જ નહીં પરંતુ દિવ્યાંગ રાજુ એ કોરોના વાયરસ સંક્રમણથી સુરક્ષા માટે લોકોને લગભગ ૨૫૦૦ માસ્ક પણ વહેંચ્યા છે. તમને જણાવી દઈએ કે રાજુ બાળપણથી જ દિવ્યાંગ છે અને તે વ્હીલચેર નાં સહારે ચાલે છે. પરંતુ તેની આ દરિયાદિલી એ અન્ય લોકોથી તેને અલગ બનાવી દીધો છે. તે દરરોજ ભીખ માંગીને કંઈકને કંઈક પૈસા એકઠા કરતો હતો, જેમાંથી તે સતત સમાજ સેવા કરતો આવી રહ્યો છે. તેણે ૨૨ ગરીબ કન્યાઓના લગ્ન પણ કરાવેલ છે.
ભીખના પૈસામાંથી ભંડારો પણ કરાવ્યો
દેશભરમાં ગરીબ લોકોના પેટ ભરવા માટે રાજુએ અલગ અલગ જગ્યાએ ભંડારો પણ કરાવ્યો છે, જેથી ભૂખથી તરફડી રહેલા લોકોના પેટ ભરી શકે. રાજુનું કહેવું છે કે જો તે જીવતા રહીને કંઈક સારું કાર્ય કરી લે તો કદાચ અંતિમ સમયમાં લોકો તેને કાંધ આપી શકે. દિવ્યાંગ રાજુ ની આ વિચાર ધારા સમગ્ર સમાજ માટે એક પ્રેરણાદાયક છે. રાજુનું કહેવું છે કે જે પૈસા હું ભીખ માગીને કમાઉ છું, તે પૈસાને હું ભલાઈના કાર્યોમાં લગાવી દઉં છું.