જાણો શું છે કોરોના વાયરસનો ઘાતક પ્રકાર, જે ગુજરાત અને મધ્યપ્રદેશમાં કહેર વરસાવી રહ્યો છે

દેશમાં લોકડાઉન નો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. દુનિયાભરના વિશેષજ્ઞોનું માનવું છે કે સમયસર લોકડાઉન કરવાના કારણે ઘાતક કોરોના વાયરસ અન્ય દેશો કરતા આપણા દેશમાં ઓછો ફેલાયો છે. જોકે અમુક રાજ્યોને પરિસ્થિતિ હજુ પણ સતત બગડી રહી છે. તેમાં ગુજરાત પણ એક છે, જે એક મહિનામાં ૭ માં નંબરે થી બીજા નંબરે પહોંચી ચૂક્યું છે. આ વિશે ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (GBRC) દ્વારા હાલમાં કરવામાં આવેલ એક રિસર્ચનાં પરિણામો આશ્વર્યજનક આવ્યા હતા. ગુજરાતમાં કોરોના વાયરસ નો એજ પ્રકાર છે, જે વુહાનમાં મળી આવ્યો હતો, જ્યાંથી વાયરસ દુનિયામાં ફેલાયો હતો.

સૌથી ઘાતક માનવામાં આવી રહ્યો છે

L ટાઇપ સ્ટ્રેન નામનો આ સ્ટ્રેન ખૂબ જ ઘાતક છે અને ગુજરાતમાં મૃત્યુનો દર સૌથી વધારે હોવાની પાછળ પણ આ એક મોટું કારણ હોઇ શકે છે. વળી કેરળમાં તેનો S ટાઈપ સ્ટ્રેન મળી રહ્યો છે, જે અપેક્ષાકૃતથોડો કમજોર છે અને ત્યાં મૃત્યુદર ઓછું હોવાની પાછળ પણ આ કારણ હોઇ શકે છે. ગુજરાતમાં GBRC ના ડાયરેક્ટર સી.જી. જોશીએ મીડિયાને જણાવ્યું હતું કે L સ્ટ્રેન વાયરસ બીજા પ્રકાર S ટાઇપ સ્ટ્રેન વાયરસથી ઘાતક હોય છે. દુનિયામાં જ્યાં પણ મૃત્યુનો દર વધારે છે ત્યાં આ પ્રકારનો જ સ્ટ્રેન મળ્યો છે.

૩ પ્રકારના મ્યુટેશન જોવા મળ્યા

હાલમાં જ GBRC ને કોરોના વાયરસનાં જીનોમ સિકવન્સ અલગ અલગ કરવામાં મોટી સફળતા મળી. આ વાયરસમાં ૩ મ્યુટેશન સામે આવ્યા. કેરળમાં દુબઈથી વાયરસનો પ્રસાર થયો હતો, જ્યાં S સ્ટ્રેન ના મામલા વધારે હતા. વળી ઈટાલી અને ફ્રાન્સમાં L સ્ટ્રેન વાળા દર્દીઓ સૌથી વધારે હતા, જ્યાંથી જ પરત આવેલા ભારતીયોની સાથે L સ્ટ્રેન ટાઇપ આવ્યો. વધુ એક સ્ટ્રેન છે જે ન્યૂયોર્કમાં જોવા મળી રહ્યો છે પરંતુ હાલમાં તેના પર વૈજ્ઞાનિકો કામ કરવામાં જોડાયેલા છે.

શું છે મનુષ્ય પર અસર કરતો વાયરસ

કોરોનાનો સ્ટ્રેન શું છે, તેને સમજવા માટે તે જાણવું જરૂરી છે કે કોરોના વાયરસ શું છે. કોરોના વાયરસ હકીકતમાં સિંગલ સ્ટ્રેડેડ RNA વાયરસનો સમૂહ છે, જે બીમારીઓ પેદા કરે છે. જાનવરોમાં અત્યાર સુધીમાં ઘણા પ્રકારના કોરોના વાયરસ જોવા મળી ચૂક્યા છે. વળી તેમાંથી ૭ જ કોરોના વાયરસ છે જે મનુષ્ય પર અસર કરે છે. આપણને સંક્રમિત કરવા વાળો કોરોના સૌથી પહેલા વર્ષ ૧૯૬૦માં જોવા મળ્યો હતો. તે બાળકોમાં શ્વાસ લેવાની પરેશાની જેવી સમસ્યા ઉત્પન્ન કરતો હતો. વર્ષ ૧૯૬૫માં ૨ વૈજ્ઞાનિકો DJ Tyrrell અને ML Bynoe એ તેની ઓળખ કરી. પરંતુ બે વર્ષ બાદ તેને કોરોના વાયરસનું નામ આપવામાં આવ્યું. તેના અણીદાર આકારને કારણે તેને કોરોના કહેવામાં આવ્યો.

આ છે બંને સ્ટ્રેન વચ્ચે તફાવત

નવો એટલે કે SARS-CoV-2 ને ૨ મોટા સ્તરોમાં વહેંચવામાં આવેલ છે. Peking University’s School of Life Sciences અને શાંઘાઈ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ આ સંશોધન કર્યું, જેમાં ૧૦૩ દર્દીઓના નમૂના લેવામાં આવ્યા, જેમાં આ પરિણામ બહાર આવ્યું. આ બંને સ્તરોને L અને S ટાઇપ નામ આપવામાં આવ્યું છે. લક્ષણોમાં સમાન દેખાવા છતાં પણ બંને વચ્ચે મોટો તફાવત છે.

ડિસેમ્બરમાં વુહાનમાં વાયરસનો L ટાઈપ જોવા મળ્યો જે વધારે ઘાતક હોય છે. પરંતુ જાન્યુઆરી બાદ સામે આવનાર મામલામાં તે S ટાઈપ માં બદલી ગયો. S સ્ટ્રેન એટલો ગંભીર નથી હોતો પરંતુ તેની સાથે પણ એક મુશ્કેલી છે કે તેમાં બીમારીના લક્ષણ મોડેથી દેખાય છે અથવા તો લક્ષણો દેખાતા નથી. તેવામાં દર્દી હોસ્પિટલ જવામાં અથવા ટેસ્ટ કરવામાં મોડું કરે છે. એટલે કે સંક્રમણ વધારે સમય સુધી શરીરમાં રહે છે અને અજાણતા જ તે એકથી બીજા વ્યક્તિમાં ફેલાતો રહે છે.

નેશનલ સાયન્સ રિવ્યુમાં છપાયેલ એક સ્ટડી અનુસાર કોરોનાનો S સ્ટ્રેન ટાઈપ વધારે જૂનો છે, પરંતુ તે ફક્ત ૩૦% મામલામાં જ જોવા મળી રહ્યો છે. વળી બીજો ટાઈપ નવો છે જે વાયરસનાં મ્યુટેશન થી બનેલ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ L ટાઈપ વધારે ઘાતક હોય છે.

મધ્યપ્રદેશમાં પણ ગુજરાત જેવા જ સેમ્પલ

ગુજરાત સિવાય મધ્યપ્રદેશમાં પણ વૈજ્ઞાનિકોનું માનવું છે કે વાયરસનો L સ્ટ્રેન વધારે પ્રભાવી છે. એ જ કારણ છે કે મધ્યપ્રદેશમાં પણ મૃત્યુનો દર વધારે છે. ૨૬ એપ્રિલના પીટીઆઇ ને મહાત્મા ગાંધી મેમોરિયલ મેડિકલ કોલેજના ડીન જ્યોતિ બિંદલનાં જણાવ્યા અનુસાર ઇન્દોરમાં પણ વાયરસનો એજ ટાઈપ વધારે કામ કરતો દેખાઇ રહ્યો છે. તેની તપાસ કરવા માટે શહેરમાં કોરોના વાયરસને કારણે મૃત્યુ થયેલ લોકો માંથી ૫૭ સેમ્પલ પુણેના નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ બાયોલોજીમાં તપાસ માટે મોકલવામાં આવી રહ્યા છે.

વળી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવાર સાંજના કોરોના અપડેટ આપ્યા, જેના અનુસાર દેશમાં દર્દીઓની સંખ્યા વધીને ૨૭ હજારની ઉપર પહોંચી ગઇ છે. તેમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાત અને મધ્ય પ્રદેશની હાલત ચિંતાજનક છે. ફક્ત ગુજરાતમાં જ ૨૬ એપ્રિલના કોરોનાનાં ૨૩૦ નવા મામલા આવ્યા અને ૧૮ના મૃત્યુ થયા હતા. વળી મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમણ નો આંકડો વધીને ૨૦૯૬ પહોંચી ચૂક્યો છે.