દુનિયાભરમાં સેનિટાઈઝરનો ઉપયોગ વર્ષોથી થઇ રહ્યો છે, પરંતુ કોરોના વાયરસ મહામારીને કારણે તેને દરેક વ્યક્તિના હાથ સુધી પહોંચાડી દીધું છે. દરેક વ્યક્તિ સેનિટાઈઝર નો ઉપયોગ કરીને પોતાને કોરોના વાયરસનાં સંક્રમણથી મુક્ત રાખવા માટેની કોશિશ કરી રહેલ છે. લોકો ફક્ત પોતાના હાથને જ નહીં, પરંતુ સૌથી વધારે ઉપયોગમાં આવતા ડિવાઇસ એટલે કે પોતાના મોબાઇલ ફોનને પણ તેનાથી સાફ કરી રહ્યા છે. પરંતુ હવે તેના ગંભીર પરિણામો જોવા મળી રહ્યા છે.
સ્ક્રીન અને લેન્સ પર પડી રહી છે અસર
પોતાને વાયરસ થી બચવા માટે લોકો માસ્ક પહેરવાની સાથે સેનિટાઈઝર ને પણ પોતાના હાથ પર લગાવી રહ્યા છે. વળી અવાર-નવાર આપણા હાથમાં રહેવા વાળો મોબાઈલ ફોન પણ આ વાઈરસના સંક્રમણનું કારણ બની શકે છે, એટલા માટે ઘણા લોકો તેના ઉપર પણ સેનિટાઈઝર લગાવતા હોય છે. પરંતુ તેના કારણે મોબાઇલ ફોનમાં પણ ટેકનિકલ ખામી હોવાની ફરિયાદો સામે આવી રહી છે.
રિપોર્ટ અનુસાર ઘણા લોકોને પોતાના ફોનમાં ટેકનીકલ ખામીને ફરિયાદો થઇ રહી છે, જેનું કારણ ડિવાઇસને સાફ કરવા માટે હેન્ડ સેનિટાઈઝર નો ઉપયોગ માનવામાં આવી રહ્યું છે. મોબાઈલ રીપેરીંગની દુકાન માં એવા ઘણા મામલા સામે આવી રહ્યા છે, જેમાં ફોનની સ્ક્રીન થી લઈને ઈયરફોન જેક અને કેમેરા લેન્સ ખરાબ થઈ ગયા હોય.
સેનિટાઈઝર માં આલ્કોહોલ હોય છે, જેના કારણે વાયરસને ખતમ કરવામાં મદદ મળે છે. પરંતુ મોબાઇલ ફોન પર સેનિટાઈઝર લગાવવાને કારણે તે સ્પીકર અને માઇક્રોફોન વાળી જગ્યાઓમાંથી હેન્ડસેટની અંદર પહોંચી જાય છે અને તેમાં રહેલ સર્કિટ અને ચીપને નુકસાન પહોંચાડે છે.
ફોનની સફાઈ પણ જરૂરી
જોકે ફોનને સાફ કરવો પણ જરૂરી છે, કારણ કે તે સતત આપણા હાથમાં રહેતો હોય છે અને ઘણી વખત આ ખતરનાક વાયરસ અને બેક્ટેરિયાનો વાહક બની જાય છે. તેવામાં ખૂબ જ સમજદારી અને સતર્કતાથી તેની સફાઈ જરૂરી છે. તેના માટે એક નાનું કપડું લો અને તેના ઉપર એક ટીપુ સેનેટાઈઝર નાખવું જોઈએ અને પછી એક લાઈનમાં ફોનની સ્ક્રીન અને તેના બેક પેનલને સાફ કરવું જોઈએ. ક્યારેય પણ તેને માઇક્રોફોન, સ્પીકર અથવા ચાર્જિંગ/ઈયરફોન જેક પાસે લઈ જવું ન જોઈએ.
તે સિવાય મેડિકલ સ્ટોરમાં જઈને મેડિકલ વાઈપ્સ લઈ શકાય છે. જેમાં સેનેટાઈઝર જેવા લક્ષણ હોય છે. તે સામાન્ય રીતે હાથ સાફ કરવાના ઉપયોગમાં લેવામાં આવે છે, પરંતુ પૂરી સતર્કતાની સાથે ફોનની સફાઈમાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે. તે એક સરળ ઉપાય પણ છે.