કોરોના વાયરસે ઘણા બોલિવૂડ અને ટીવી સિતારાઓને પોતાની ઝપેટમાં લીધા છે. જોકે અનલોક ની વચ્ચે ધીરે ધીરે શૂટિંગની શરૂઆત પણ થઇ ગઇ છે. ઘણા કલાકારો ડબીંગ સહિત ફિલ્મ અને ટીવી શો સાથે જોડાયેલ અન્ય કામો માટે બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. તેની વચ્ચે અભિનેતા અક્ષય કુમાર ને પણ સ્પોટ કરવામાં આવેલ છે, જ્યારે તેઓ સાવચેતી ન રાખવા બદલ એક ફોટોગ્રાફર પર ગુસ્સે થતા જોવા મળી રહ્યા છે.
ઈન્સ્ટાગ્રામ પર શેયર કરવામાં આવેલા વીડિયોમાં ફોટોગ્રાફર અક્ષય કુમારની તસવીરો લઈ રહ્યાં છે. આ દરમિયાન એક ફોટોગ્રાફરે માસ્કને નાકની જગ્યાએ ગળામાં લટકાવી રાખ્યો હોય છે. આ જોઈને અક્ષય તે ફોટોગ્રાફર નારાજ થઈ જાય છે અને તેને લગાવવા માટે કહે છે.
આ વીડિયોમાં અક્ષય કુમાર ફોટોગ્રાફરને કહી રહ્યા છે કે, “નાક પર માસ્ક લગાવો”. વીડિયો થોડા દિવસ પહેલાંનો જ છે, જ્યારે અક્ષય કુમાર એક ડબીંગ સ્ટેશન માટે ઝૂહુંનાં એક સ્ટુડિયોમાં આવ્યા હતા. આ દરમિયાન અક્ષયે વ્હાઇટ ટીશર્ટ અને ગ્રે પેન્ટ પહેર્યું હતું.
જણાવી દઈએ કે અક્ષય કુમાર કોરોના વાયરસને લઈને સતત લોકોને જાગૃત કરી રહ્યા છે અને લોકોની વચ્ચે તે સૌથી પહેલાં કામ કરનાર અભિનેતા માંથી એક છે. એક જાહેરાતનું શૂટિંગ માટે તે બધા જ સુરક્ષા ઉપાયોની સાથે સેટ પર પહોંચ્યા હતા.
વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો અક્ષય કુમારની ફિલ્મ “પૃથ્વીરાજ” ને લઈને સમાચાર છે કે નિર્માતાઓએ તેની બાકી બચેલી શૂટિંગ નવેમ્બરમાં શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. અક્ષય આગલા મહિને બ્રિટનમાં પોતાની ફિલ્મ “બેલ બોટમ”નું શૂટિંગ કરવા માટે જઈ રહ્યા છે, ત્યાંથી પરત ફરીને “પૃથ્વીરાજ” નાં સેટ પર જોવા મળશે.
Tame Ads Muki ne kamavva mango cho. To aa niche aapel Number par contact karo
9724243538