કોરોના સામે લડવામાં પ્લાઝમા થેરેપી ખુબજ અસરકાર સાબિત થઈ રહી છે. આ થેરેપીની મદદથી કોરોના સંક્રમિત લોકોનો ઈલાજ થઈ શકે છે. ખરેખર હાલમાં જ દિલ્હીમાં કોરોના સંક્રમણ પીડિતો ઉપર આ થેરપીનો ઉપયોગ કરવામાં આવ્યો છે
શું હોય છે પ્લાઝમા થેરેપી?
કોરોના વાયરસના ઈલાજ માટે પ્લાઝમા થેરપીનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ થેરેપી અંતર્ગત સંક્રમિત દર્દીને પ્લાઝમા આપવામાં આવે છે જે કોરોના વાયરસથી સ્વસ્થ થયેલ દર્દીનુ હોય છે. હજી જો સરળ શબ્દોમાં સમજાવામાં આવે તો સ્વસ્થ થયેલ દર્દીઓના લોહીમાંથી લેવામાં આવેલ પ્લાઝમા કોરોના સંક્રમિત બીજા નવા લોકોના લોહીમાં દેવામાં આવે છે.
મેક્સ હેલ્થના ગ્રુપ ડાયરેક્ટર ડૉ. સંદીપ બુદ્ધિરાજા પ્રમાણે પ્લાઝમા થેરેપી આપવા માટે એ જરૂરી હોય છે કે કોઈ એવો વ્યક્તિ મળે જે કોરોના સંક્રમણથી સ્વસ્થ થઈ ચૂક્યો હોય અને એને પણ ૧૪ દિવસ થઇ ચૂક્યા હોય. આ દર્દીના પ્લાઝમા કોરોના સંક્રમિત વ્યક્તિને આપવામાં આવે છે અને આમ કરવાથી કોરોનાગ્રસ્ત વ્યક્તિ જલ્દી ઠીક થઈ જાય છે.
બુદ્ધિરાજાએ જણાવ્યું કે આ થેરેપી થી એક વ્યક્તિનો ઈલાજ કરવામાં આવેલ છે. આ સારવાર અંતર્ગત એક દર્દીને મહિલા ડોલરના પ્લાઝમા આપવામાં આવ્યા. જે વ્યક્તિને પ્લાઝમાં થેરપી આપવામાં આવી હતી તે દિલ્હીના ડિફેન્સ કોલોનીનો હતો. આ દર્દીના પિતા થોડા દિવસ પહેલાં કોરોનાથી મૃત્યુ પામેલા હતા. જ્યારે તેમની માં અને બહેન કોરોના થી રિકવર થઈ ચુકેલ હતી. આ વ્યક્તિ ૮ એપ્રિલના ભરતી થયા હતા અને એમને સ્વસ્થ કરવા પ્લાઝમા થેરપી આપવામાં આવી. આ વ્યક્તિના માતાના કહેવા પર તેમને થેરેપી આપવામાં આવી હતી.
કેટલું પ્લાઝમા આપવામાં આવે છે
આ થેરેપી અંતર્ગત દર્દીને એક વાર માં 200ml પ્લાઝમા આપવામાં આવે છે. આ થેરેપી માટે રિકવર થયેલ વ્યક્તિમાંથી આપણે 400ml પ્લાઝમા કાઢી શકીએ છીએ. ડોક્ટરો ના જણાવ્યા પ્રમાણે જો આ થેરેપીથી જો કોઈ વ્યક્તિ સ્વસ્થ થાય તો એના પ્લાઝમા બીજા બીજા બે વ્યક્તિનો જીવ બચાવી શકે છે.
કેટલો ખર્ચ આવે છે
ડોક્ટરો પ્રમાણે આ થેરેપી માટે નો ખર્ચ ૧૨,૦૦૦ સુધી આવી શકે છે. જ્યારે સરકારી હોસ્પિટલમાં આ રકમ ઓછી હોય શકે છે. ધ્યાનમાં લેવા જેવી વાત છે કે કોરોના વાયરસ ની કોઈ પણ દવા બજાર માં ઉપલબ્ધ નથી. એવામાં પહેલાથી હાજર દવા અને પધ્ધતિઓથી ઈલાજ કરવામાં આવે છે. જોકે ઘણી કંપનીઓએ કોરોનાની દવા બનાવી લીધી છે. પણ હજી સુધી એમનું પરીક્ષણ પૂરું થયેલ નથી અને પરીક્ષણ પૂરું થવામાં એક વર્ષનો સમય લાગી શકે છે. એવામાં ઈલાજ કરવા માટે ડોક્ટરો ઉપલબ્ધ દવાઓનો જ ઉપયોગ આ બીમારી માટે કરે છે. ઘણાં દેશોમાં મલેરિયાની દવાથી પણ ઈલાજ કરવામાં આવે છે.