કોરોનાને હરાવવામાં ભારતનું આ શહેર બન્યું નંબર-૧, ખુબ જ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે સંક્રમિત દર્દી

Posted by

વૈશ્વિક મહામારી કોરોના વાયરસ સાથે સમગ્ર દુનિયા પોતાની પૂરી તાકાતથી લડી રહી છે. ભારતમાં પણ દરેક રાજ્ય અને શહેરમાં પોત-પોતાના હિસાબે વ્યવસ્થા કરીને કોરોના વાયરસ સાથે જંગ લડવામાં લાગેલા છે. કોરોના વિરુદ્ધની જંગમાં ભારતનું કયું શહેર જીતી રહ્યું છે, તેની તુલના કરવા પર સૌથી આશ્ચર્યજનક આંકડા સામે આવ્યા છે. વળી લગભગ સમગ્ર ભારતમાં કોરોના વાયરસને કારણે દુનિયાના અન્ય દેશોની તુલનામાં ઓછા મૃત્યુ થઇ રહ્યા છે. પરંતુ આ લિસ્ટમાં દેશની અંદર ઝારખંડની રાજધાની પહેલા નંબર પર છે.

રાંચીમાં અત્યાર સુધીમાં આવેલ સંક્રમણના મામલા પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે અહીંના લોકોના ઈમ્યુનિટી પાવરની સામે કોરોના વાયરસ બેઅસર થઈ રહ્યો છે. વાયરસ લોકોના શરીરમાં સંક્રમણ ફેલાવતો હોવા છતાં પણ હારી રહ્યો છે. એટલે કે રાંચીનો રિકવરી રેટ સમગ્ર દેશમાં સૌથી વધારે છે. જોકે રાંચીમાં અત્યાર સુધીમાં સંક્રમણના મામલા પણ અન્ય શહેરોની તુલનામાં ઓછા આવ્યા છે.

ઝારખંડમાં કુલ ૨૨૩ કેસ, રાંચી એકલામાં ૧૦૪ સંક્રમણ

સમગ્ર ઝારખંડમાં કોરોના વાયરસ સંક્રમણના કુલ ૨૨૩ કેસ સામે આવ્યા છે, જેમાંથી એકલા રાંચીમાં ૧૦૪ કોરોના પોજિટિવ મામલા સામે આવી ચૂક્યા છે. ખાસ વાત એ છે કે રાંચીમાં ૧૦૪ માંથી ૮૩ દર્દી સંપૂર્ણ સ્વસ્થ થઈને પોતાના ઘરે પહોંચી ગયા છે. આવી રીતે રાંચીમાં રિકવરી રેટની સરેરાશ કાઢવામાં આવે તો ૮૧ ટકાથી પણ વધારે થાય છે, જે દેશના અન્ય શહેરની તુલનામાં ખૂબ જ વધારે છે.

  • રાંચી – ૮૧%
  • ગાઝિયાબાદ – ૪૫%
  • ભોપાલ – ૬૨%
  • લખનઉ – ૬૭%
  • આગરા – ૩૭%
  • સુરત – ૬૦%
  • જોધપુર – ૫૫%
  • કાનપુર – ૩૧%
  • કોલકત્તા – ૨૫%

રાંચીમાં ૧૯ એક્ટિવ કેસ

રાંચીમાં કોરોના વાયરસનાં હવે ૧૯ એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસ સંક્રમણને કારણે ૧ વ્યક્તિનુ મૃત્યુ થયું છે, ૨ કેસ પ્રવાસી મજુર ના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *