સૌથી મોટા સમાચાર : કોરોના વાયરસની વેક્સિન મનુષ્ય ઉપર ટ્રાયલમાં પણ સફળ, કોરોનાની પહેલી વેક્સિન બની હોવાનો અમેરિકાની કંપનીએ કર્યો દાવો

કોરોના વાયરસનાં વધતા જતા સંક્રમણની વચ્ચે વિશ્વભરના એક્સપર્ટ વેક્સિનની શોધ કરી રહ્યા છે. તેની વચ્ચે અમેરિકાની Moderna Inc. કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેનું પહેલું ટ્રાયલ સફળ રહેલ છે. તેની વેક્સિનની મદદથી શરીરની અંદર એન્ટીબોડી બની રહી છે, જે વાયરસના હુમલાને ખૂબ જ કમજોર બનાવે છે. જોકે આ પહેલો ટ્રાયલ હોવાને કારણે નાના ગ્રુપ પર કરવામાં આવેલ હતો. તેમ છતાં પણ ભયના વાતાવરણમાં આ પહેલા મોટા સમાચાર માનવામાં આવી રહ્યા છે.

કેવી રીતે થાય છે ટ્રાયલ

વેક્સિન ટ્રાયલ અલગ અલગ સ્ટેજમાં જ થઈ રહ્યું છે. તેના અંતર્ગત જોવામાં આવી રહ્યું છે કે દવા શરીર પર કેવી અસર કરે છે અને તેમાં કેટલો સમય લાગે છે. સાથોસાથ તેના સાઈટ ઈફેકટ ઉપર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સિએટલ માં ૪૫ સ્વસ્થ લોકો પર થયેલ પરીક્ષણ દરમિયાન તેમને વેક્સિનનાં ૨ ઓછી માત્રા વાળા શોટ્સ આપવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના શરીરમાં કોરોના સાથે લડવા વાળી એન્ટિબોડીઝ જોવામાં આવી હતી.

આ પરિણામો પહેલા અપ્રૂવ થઈ ચુકેલ કોઈ ટિપિકલ વેક્સિનની જેમ દેખાઈ રહ્યા છે. ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા રિપોર્ટ અનુસાર આ વિશે કંપનીના સીઈઓ સ્ટીફન બેંસલે જણાવ્યું હતું કે એન્ટીબોડી બનવું એક સારું લક્ષણ છે, જે વાયરસને વધવાથી રોકે છે. તમને જણાવી દઈએ કે મોર્ડના જાન્યુઆરીથી જ આ વેક્સિન પર કામ કરી રહી છે, જ્યારથી ચીનના વિશેષજ્ઞોએ કોરોના વાયરસનાં જીનોમ  સિકવન્સ અલગ કર્યા હતા.

સાઈડ ઈફેક્ટ શું દેખાયા

કોઈપણ વેક્સિનની જેમ આમાં પણ સામાન્ય સાઇડ ઇફેક્ટ જરૂરથી જોવા મળ્યા છે. જેમ કે એક વ્યક્તિનેને વેક્સિનનો વધારે ડોઝ આપવામાં આવ્યો તો તેનામાં તાવ, સ્નાયુઓમાં દુખાવો જેવા લક્ષણો જોવા મળ્યા હતા. વળી એક વ્યક્તિ જેને મધ્યમ ડોઝ આપવામાં આવ્યા હતા તેને શરીરમાં જે જગ્યા પર ઈન્જેકશન લગાવ્યું હતું તેની આસપાસની ચામડી લાલ થઈ ગઈ હતી. તે સિવાય મોટાભાગના વ્યક્તિમાં તાવ, ઉલટી, સ્નાયુઓમાં દુખાવો, માથામાં દુખાવો વગેરે જેવા સાઇડ ઇફેક્ટ જોવા મળ્યા હતા. આ બધાં જ લક્ષણો એક જ દિવસમાં ઠીક થઈ ગયા હતા.

ક્યારે થશે બીજા સ્ટેજનું ટ્રાયલ

માનવામાં આવી રહ્યું છે કે તે જુલાઈ ની આસપાસ થશે. જો કે કંપનીનું કહેવું છે કે તે તેને ખૂબ જ જલ્દી કરવાની કોશિશ કરશે. તે અંદાજે ૬૦૦ લોકો પર કરવામાં આવશે. તેમાં વેક્સિન ની અલગ અલગ ડોઝ આપીને જોવામાં આવશે કે ઓછામાં ઓછી સાઇડ ઇફેક્ટ ની સાથે વેક્સિન ની કેટલી માત્રા નક્કી કરવામાં આવે. વળી સામાન્ય રીતે પહેલા સ્ટેજના ટ્રાયલ વિશે આટલી ચર્ચા કરવામાં આવતી નથી પરંતુ કોરોના વાયરસ સમગ્ર દુનિયા પ્રભાવિત છે અને કોઈ સકારાત્મક સમાચારની રાહ જોવામાં આવી રહી છે એટલે મોર્ડના એ ફર્સ્ટ ટ્રાયલ વિશે વિસ્તારથી જણાવ્યું હતું.

કેવી રીતે કામ કરે છે વેક્સિન

તેના અંતર્ગત વાઇરસ અથવા તેના પ્રોટીનનો અસક્રિય ભાગ લેવામાં આવે છે અને જેનેટિક એન્જિનિયરિંગ દ્વારા તેને વેક્સિન ફોર્મમાં લાવવામાં આવે છે. જ્યારે તે શરીરમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે તો શરીરમાં પ્રતિક્રિયા સ્વરૂપ એન્ટિબોડીઝ બનવા લાગે છે. તે બિલકુલ એવું હોય છે જેમાં એક વખત બીમાર થઈ ચુકેલ વ્યક્તિના શરીરમાં તે બીમારી માટે એન્ટીબોડી બની જાય છે. મોર્ડના તેના માટે RNA ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. આ વેક્સિન શરીરની અંદર જવાની સાથે જ RNA શરીરની કોશિકાઓને એન્ટીબોડી બનાવવાનું નિર્દેશ આપે છે. વળી અન્ય બીમારીઓ માટે પહેલા અપ્રૂવ થઈ ચૂકેલ વેક્સિનની તુલનામાં RNA ટેકનોલોજી નવી છે, પરંતુ જલ્દી બીમારીનો ઇલાજ શોધવા માટે આ ઉપાય કાઢવામાં આવ્યો છે.

શું છે ક્લિનિકલ ટ્રાયલ

આ એક પ્રકારની મેડિકલ રિસર્ચ હોય છે. જેમાં દવા અથવા વેક્સિન લોકો પર તપાસવામાં આવે છે. કોઈ ખાસ બીમારી ની ઓળખ, ઈલાજ અથવા તેને અટકાવવા માટે આ તપાસ કરવામાં આવે છે. જે સમજવામાં મદદ કરે છે કે દવા અથવા વેક્સિન સુરક્ષિત છે અને અસરદાર પણ છે. દવા અને વેક્સિન સિવાય હાલની દવાઓમાં કોઈ નવી શોધ, કોઈ નવા ચિકિત્સા ઉપકરણ માટે પણ ક્લિનિકલ ટ્રાયલ થઈ શકે છે.

ટ્રાયલ ત્રણ સ્ટેજમાં થાય છે

હાલમાં મોર્ડનાનો આ બીજો સ્ટેજ હશે. જેનો હેતુ એ વાતની તપાસ કરવાનો હોય છે કે દવા અથવા વેકેશનની વધુમાં વધુ કેટલી માત્ર લેવામાં આવે જેનાથી શરીર પર કોઇ સાઇડ ઇફેક્ટ ન થાય. આ દરમિયાન ખૂબ જ બારીકાઈથી અવલોકન કરવામાં આવે છે કે શરીર દવા પર કેવી પ્રતિક્રિયા કરે છે. એવું પણ બની શકે છે કે પ્રિ-રિસર્ચ અને ફેઝ ઝીરોમાં જે પરિણામ જોવા મળ્યા હતા, આ સ્ટેપમાં તે પરિણામો એકદમથી અલગ હોય. ખરાબ અસર થવા પર ટ્રાયલ રોકવામાં આવે છે. આ એ તબક્કો છે જેમાં નક્કી થાય છે કે દવાને કેવી રીતે આપવામાં આવશે જેનાથી તે વધારે અસર કરે, એટલે કે સીરપના રૂપમાં, કેપ્સુલ ના રૂપમાં કે પછી નસો દ્વારા.

ટ્રાયલ માં કોણ સામેલ થઈ શકે છે

ઘણા કારણોથી લોકો ક્લિનિકલ ટ્રાયલનો ભાગ બને છે. જેમ કે અમુક લોકો પોતાની બીમારી હારી ચૂક્યા હોય છે અને વિચારે છે કે નવી દવાથી કંઇક તો થશે. ઘણા લોકો એ કારણથી પણ જોડાય છે કે તેમની બીમારીનો કોઈ ઈલાજ હોતો નથી. ટ્રાયલનો હિસ્સો બને તે પહેલા વૈજ્ઞાનિક તેમને તેમની બીમારી અને વર્તમાનમાં ચાલી રહેલ ઈલાજ વિશે જણાવે છે. સાથોસાથ નવા પરીક્ષણની પણ સંપૂર્ણ જાણકારી આપવામાં આવે છે કે તેમાં શું થશે અને તેમના શરીર પર કેવી અસર થઈ શકે છે. આ બાબતો રિસર્ચમાં સામે આવેલ બાબતો હોય છે.

ક્લિનિકલ ટ્રાયલમાં સ્વસ્થ લોકો પણ જોડાય છે જે કોઈ બીમારીથી બચવા માટે દુનિયાની મદદ કરવા માંગે છે અથવા પોતાના કોઈ સ્વજનની બીમારી સ્વસ્થ થવાની ઇચ્છા રાખતા હોય છે. ફક્ત તમારી હાં પર્યાપ્ત નથી હોતી, ટ્રાયલ માટે તમારા સ્વાસ્થ્યની પણ તપાસ કરવામાં આવે છે. બધું યોગ્ય હોવા પર સહમતી પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવે છે અને પછી ટ્રાયલ ની શરૂઆત થાય છે. જેમાં તમને સતત દેખરેખ હેઠળ રાખવામાં આવે છે.