વિશ્વની સૌથી મોટી વેક્સિન ઉત્પાદક “સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા” નું નામ આજકાલ ખૂબ ચર્ચામાં છે. આ ભારતીય કંપનીએ ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રા જેનેકા જેવી મોટી ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના માટે કોરોના વાયરસની વેક્સિન તૈયાર કરવા માટે તૈયારી કરી રહી છે. એટલું જ નહીં, પરંતુ કંપની વેક્સિન ઉપર અલગથી રિસર્ચ પણ કરી રહી છે.
રોઇટર્સ ના એક રિપોર્ટ મુજબ, જો ઓક્સફોર્ડ યુનિવર્સિટી કોરોના વાયરસની વેક્સિન બનાવવામાં સફળ થાય છે તો, પૂણેની આ કંપની તેનું ઉત્પાદન મોટા પાયે કરશે. કંપનીએ તેના ઉત્પાદન માટે અપાતી યુનિવર્સિટી સાથે ભાગીદારી કરી છે.
સીરમ ઇન્સ્ટિટયૂટનાં હેડ ઓફ રિસર્ચ ઉમેશ શાલિગ્રામે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારે અમારા કામ ઉપર નજર રાખી છે. સ્ટાફ દિવસ-રાત મહેનત થી કામ કરી રહ્યો છે. સરકાર અમારા કામને નિયમિત રીતે ટ્રેક કરી રહી છે અને શક્ય હોય તેવી મદદ પણ કરી રહી છે.
કંપનીને સરકારની તરફથી રોજ વોટ્સઅપ પર મેસેજ મોકલાવાય છે, જેમાં સરકાર દરરોજનો અપડેટ લે છે અને કામમાં આવતી સમસ્યાઓ વિશે પૂછે છે. આ દરમિયાન કામમાં આવતી સમસ્યાઓનું સમાધાન પણ ઝડપથી શોધવામાં આવી રહ્યું છે.
ઉમેશ સાલીગ્રામ જણાવ્યું હતું કે આ મેસેજ પ્રધાનમંત્રી મોદીનાં ટોપના સાયન્ટિસ્ટ એડવાઈઝરનો આ સંદેશ છે. વિજયરાઘવન તરફથી આ મેસેજ મોકલવામાં આવે છે. શાલીગ્રામ એ કહ્યું, “તેમની સાથે બધી જ પ્રકારની સમસ્યાઓ શેયર કરવામાં આવી રહી છે. કોઈપણ કામ માટે મંજુરી મેળવવામાં મોડું થતું નથી.” તેમણે કહ્યું કે, જે કામની મંજૂરી મેળવવામાં ૪-૬ મહિનાનો સમય લાગતો હતો, હવે તે કામને માત્ર ૨ દિવસમાં જ મંજૂરી મળી જાય છે.
સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદર પુનાવાલાએ બતાવ્યું કે દુનિયાની ૬૦-૭૦ ટકા વેક્સિનનું ઉત્પાદન અહીં થાય છે. તેવામાં કોરોના વાયરસની વેક્સિનનું ઉત્પાદન કરવામાં કંપની મોટું યોગદાન આપી શકે છે. તેમણે બતાવ્યું કે સીરમ ઇન્સ્ટિટયૂટ દર વર્ષે ૧.૫ બિલીયન વેક્સિનનાં ડોઝ દર વર્ષે બનાવે છે. ૧૫૦ એકરમાં ફેલાયેલા આ ઈન્સ્ટીટયુટમાં લોકડાઉન દરમિયાન પણ ખુબજ ચહલ-પહલ દેખાઈ રહી હતી. શાલિગ્રામ અને તેમની ટીમ આ દરમિયાન ખૂબ જ મહેનત કરી રહી છે.
લોકડાઉન હતું તો પણ અહીં રોજ ડજનો જેટલી બસ ભરીને કર્મચારીઓને ગ્રાઉન્ડ પર લઈ જવામાં આવે છે. પુનાવાલાનું કહેવું છે કે વેક્સિનની સાથે સાથે કોરોના સામે લડવા માટે દવાની પણ જરૂર છે. કેટલીક વાર એવું જોવામાં આવે છે કે વેક્સિન કોઈ પણ દર્દી પર પૂરું કામ નથી કરતી.
જણાવવામાં આવ્યું છે કે હજી સુધી આખી દુનિયામાં કોરોના ના ૬૦ લાખથી પણ વધુ વધુ કેસ સામે આવી ગયા છે. જેમાંથી ૩.૫ લાખથી થી વધારે લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યા છે. ભારતમાં લોકોની સંખ્યા ૧.૮ લાખ થી વધી ચૂકી છે. જેમાં ૪,૫૦૦ થી વધુ મૃત્યુ થયા છે.