કોરોનાની વચ્ચે તમારા મોબાઇલમાં આવ્યો નવો વાયરસ, સીબીઆઇએ આપી ચેતવણી

Posted by

કોરોના વાયરસનો આશરો લઈને જ લોકોને નિશાન બનાવવા વાળા હેકર્સ આજકાલ ખૂબ જ એક્ટિવ થઈ ગયા છે. લોકડાઉનને કારણે લોકો પોતાના ઘરોમાં છે, તેવામાં આ દિવસોમાં સ્માર્ટફોનનો પ્રયોગ ખૂબ જ વધી ગયો છે. તેની વચ્ચે અમુક મીડિયા રિપોર્ટ્સ અનુસાર તમારા સ્માર્ટફોન અને તમારા અંગત જીવન પર મોટો ખતરો તોળાઇ રહ્યો છે. આ ખતરાને ધ્યાનમાં રાખીને સીબીઆઈ દ્વારા બધા મોબાઇલ ઉપયોગ કરતાં લોકોને લઈને એક નોટિસ રજુ કરવામાં આવી છે.

Advertisement

મહત્વપૂર્ણ છે કે સીબીઆઈએ બધા રાજ્યોના પોલીસને ચેતવણી આપી છે કે માલવેર પર નજર રાખવામાં આવે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન નાં અધિકારીઓએ કહ્યું હતું કે, સરબેરસ બેંકિંગ ટ્રોજન નાં માધ્યમથી યુઝર્સના સ્માર્ટફોનને હેક કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. હકીકતમાં સ્માર્ટફોન યૂઝર્સને આ બનાવટી સોફ્ટવેરને ડાઉનલોડ કરવા માટે એસએમએસ દ્વારા એક લીંક મોકલવામાં આવી રહી છે. જણાવી દઈએ કે હેકર્સ દ્વારા આ લીંકને એવી રીતે ડિઝાઇન કરવામાં આવેલ છે કે જાણે તે એકદમ અસલી હોય.

જણાવી દઈએ કે એસએમએસ દ્વારા મોકલવામાં આવેલ લિંક પર ક્લિક કરતાની સાથે જ સોફ્ટવેર તમારા સ્માર્ટફોનમાં ડાઉનલોડ થઇ જાય છે અને યુઝર્સની અંગત જાણકારીઓને ચોરી કરીને હેકર્સને ટ્રાન્સફર કરી આપે છે. વિશેષજ્ઞોનું માનવું છે કે એક વખત આ સોફ્ટવેર ફોનમાં ઇન્સ્ટોલ થઈ જાય છે તો યુઝરના અંગત જીવન પર મોટો ખતરો બની શકે છે. કારણ કે આ સોફ્ટવેર નાં માધ્યમથી યુઝર્સની ઘણી અંગત જાણકારીઓ ચોરવામાં આવી શકે છે.

લોકોની બેન્કિંગ ડિટેઇલ ખતરામાં

ભારતની પ્રતિષ્ઠિત તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન કહ્યું છે કે આ સોફ્ટવેર થી ઘણા યુઝર્સની બેન્કિંગ ડિટેલ પણ ખતરામાં છે. લોકોને ચેતવણી આપતાં કહ્યું છે કે સરબેરસ બેન્કિંગ ટ્રોજન યુઝર્સના ક્રેડિટ/ડેબિટ કાર્ડ વગેરેની જાણકારીઓ ચોરી શકે છે. સાથોસાથ જ યુઝર્સને મૂરખ બનાવીને તેમની અન્ય અંગત જાણકારીઓ પણ ચોરીને હેકર્સને પ્રોવાઇડ કરાવી શકે છે.

આવી રીતે બચી શકો છો તમે

એક્સપર્ટ જણાવે છે કે તમે કોઇપણ સોફ્ટવેર અથવા એપ્લિકેશન ડાઉનલોડ કરતા પહેલા તેના સોર્સ વિશે તપાસ કરી લો અને હંમેશા કોશિશ કરો કે કોઇ સુરક્ષિત પ્લેટફોર્મ દ્વારા જ સોફ્ટવેર ડાઉનલોડ કરો. સાયબર એક્સપર્ટનું કહેવું છે કે જો તમે કોઇપણ વેબસાઇટ દ્વારા સોફ્ટવેર ડાઉનલોડ કરો છો તો તે વેબસાઈટ વિશે પહેલા યોગ્ય જાણકારી મેળવી લો. સાથોસાથ જો કોઈ પૈસાની લેવડ-દેવડ કરી રહ્યા છો તો તે જરૂર જુઓ કે લિંક પહેલા https છે કે નહીં.

Advertisement

Leave a Reply

Your email address will not be published.