શું તમને ખબર છે કે કોરોના વાયરસનાં ઈલાજ માટે તમારે કેટલો ખર્ચ કરવો પડી શકે છે?

Posted by

દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણને કારણે લોકડાઉન કરી દેવામાં આવેલ છે. કોરોના વાયરસની ઝપેટમાં આવતા લોકોમાં ખૂબ જ ઓછા લોકો મૃત્યુ પામે છે. યોગ્ય સમય પર ઈલાજ તેમને બચાવી શકે છે, પરંતુ તેનો ઈલાજ સસ્તો નથી. જે લોકો કોરોના પોઝિટિવ નીકળ્યા છે, તેઓ હોસ્પિટલમાં કોરોના વાયરસ બીમારી સાથે જંગ લડી રહ્યા છે. દેશના ૮૦ ટકાથી વધારે કોરોના દર્દીઓનો ઈલાજ સરકારી હોસ્પિટલમાં થઇ રહ્યો છે.

અમુક પ્રાઇવેટ હોસ્પિટલ પણ કોરોનાનો ઇલાજ કરી રહ્યા છે, પરંતુ પ્રાઇવેટ હોસ્પિટલમાં તે લોકો જઈ રહ્યા છે જેવો આર્થિક રૂપથી સક્ષમ છે અથવા જ્યારે સરકાર જાતે ત્યાં તેમને મોકલી રહી છે. પણ શું તમે જાણો છો કે સ્વાસ્થ્યને પરાસ્ત કરવા વાળા અને ખર્ચમાં કમરતોડ કરવા વાળા આ વાયરસના દર્દીના ઈલાજ માટે કેટલો ખર્ચ આવે છે. પૈસા સરકાર આપે કે દર્દી પોતે આપે, પરંતુ કોરોના બીમારીથી સ્વસ્થ થવામાં કેટલા રૂપિયા લાગી રહ્યા છે, તેના વિશે અમે તમને અહીં આ આર્ટિકલમાં જણાવીશું.

ક્યા દર્દીમાં કોરોના નો ખર્ચ કેટલો આવશે તે ઘણી બાબતો પર નિર્ભર કરે છે. ઉદાહરણ તરીકે તેના શરીરમાં વાયરસ કેટલો ઊંડે સુધી ફેલાયો છે, દર્દીને અન્ય બીમારીઓ કઈ કઈ છે, દર્દીની ઉંમર કેટલી છે. આપણે એવું માનીને ચાલીએ છીએ કે એક સામાન્ય વ્યક્તિ, જેને બાકી કોઈ પરેશાની નથી અને તેની કોરોના વાયરસનું સંક્રમણ થાય છે તો તેના પર કેટલો ખર્ચ થશે.

કોરોના વાયરસ દુનિયાભરમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. પ્રાઇવેટ હોય કે સરકારી હોસ્પિટલ, સંક્રમિતનો ઈલાજ કરવામાં બધાએ દિવસ-રાત એક કરી દીધા છે. જોકે સરકારી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓ અને શંકાસ્પદો ભરેલા પડેલા છે, પ્રાઇવેટ હોસ્પિટલમાં તેનો ખર્ચ સમજવો ખુબ જ જરુરી છે. સરકારે પ્રાઇવેટ હોસ્પિટલને કોરોના વાયરસના ઈલાજને લઈને ગાઇડ લાઇન રજૂ કરી છે. જેમાં ખર્ચને લઇને કોઇ બાધ્યતા નથી. સુપર સ્પેશ્યાલીટી હોસ્પીટલમાં દાખલ થવા પર સ્વાભાવિક છે કે ખર્ચો ખૂબ જ વધારે થશે. જનરલ વોર્ડનો ખર્ચ ૧૧ હજાર રૂપિયા અને આઇસીયુ માટે ૫૦ હજાર રૂપિયા થઈ શકે છે.

તિરુવનંતપુરમ્ મેડિકલ કોલેજ હોસ્પિટલના એક સિનિયર ડોક્ટરના જણાવ્યા અનુસાર કોરોનાનાં એક સામાન્ય દર્દીના ઈલાજ પર સરેરાશ ૨૦ થી ૨૫ હજાર રૂપિયા દરરોજનો ખર્ચ થાય છે, જો તેના ઇલાજમાં વેન્ટિલેટર અથવા કોઈ જીવન રક્ષક ઉપકરણનો ઉપયોગ કરવામાં ન આવ્યો હોય. તેનો મતલબ છે કે ૧૪ દિવસના ઈલાજ માટે એક દર્દી પર ૨ લાખ ૮૦ હજાર રૂપિયા થી ૩ લાખ ૫૦ હજાર રૂપિયા સુધીનો ખર્ચ આવે છે. સામાન્ય રીતે દર્દીને ત્યારે ડિસ્ચાર્જ કરીને ઘરે જવાની પરવાનગી આપવામાં આવે છે, જ્યારે સતત ૩ થી ૫ કોરોના ટેસ્ટ નેગેટિવ નીકળે. અમુક દર્દીઓમાં આ ટેસ્ટ ૮ થી ૧૦ વખત સુધી કરવા પડે છે. બોલિવૂડ સિંગર કનિકા કપૂર ૬ કોરોના ટેસ્ટ બાદ નેગેટિવ મળી આવી હતી.

કોરોના શંકાસ્પદનો જે સ્વૈબ ટેસ્ટ થાય છે, તેના એક ટેસ્ટનો ખર્ચ ૪૫૦૦ રૂપિયા છે. જે સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રાઇવેટ લેબ માટે આ ટેસ્ટની મહત્તમ રકમ છે. ટેસ્ટ કીટની કિંમત ૩૦૦૦ રૂપિયા છે. જો કોઈ વ્યક્તિમાં કોરોના લક્ષણો દેખાય છે અને તેનો ટેસ્ટ થાય છે તો તેને એમ્બ્યુલન્સથી જ લાવવામાં આવે છે, જેનો ખર્ચ પણ સરકાર ઉઠાવે છે. એક વખત જ્યારે દર્દી હોસ્પિટલમાં પહોંચી જાય છે તો તેને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવે છે જેના માટે એક ખાસ નિર્દેશ છે. દરેક રૂમનું એક અલગ ટોયલેટ હોવું જોઈએ, એ રૂમમાં અન્ય કોઈ બેડ ના હોવો જોઈએ, જો દર્દી ઉંમરલાયક છે અથવા પહેલાથી અન્ય બીમારીઓ છે તો ત્યાં વેન્ટિલેટર જરૂરી છે.

કોટ્ટાયમ માં ૯૫ વર્ષના એક વૃદ્ધ અને ૮૮ વર્ષની તેમની પત્નીને એક સપ્તાહથી પણ વધારે સમય સુધી વેન્ટિલેટર પર રહેલ હતા. અમુક પ્રાઇવેટ હોસ્પિટલમાં વેન્ટિલેટરનો એક દિવસ નો ચાર્જ ૨૫ હજાર થી ૫૦ હજાર રૂપિયા સુધી હોય છે. રૂમનું ભાડું હોસ્પિટલ પર નિર્ભર કરે છે. પરંતુ સૌથી સસ્તું હોય તો પણ રૂમનું ૧૦૦૦ થી ૧૫૦૦ રૂપિયા દરરોજનું ભાડું હોય છે.

જો કોરોના વાયરસનો સંક્રમણ દર્દીને ખૂબ જ વધારે હોય તો હેલ્થ સ્ટાફને પીપીઈ કીટને વધારે જલ્દી ચેન્જ કરવી પડે છે. એક પીપીઈ કીટની કિંમત ૭૫૦ થી ૧૦૦૦ રૂપિયા છે. દવાની જરૂરિયાત દરેક દર્દીએ બદલતી રહે છે, પરંતુ કોરોના દર્દીઓના ઈલાજ માટે દિવસભરમાં અંદાજે ૫૦૦ રુપિયા થી ૧૦૦૦ રૂપિયા સુધીનો ખર્ચ ફક્ત દવા પર થાય છે. તેમાં દર્દીને મળનાર ભોજનનો ખર્ચ સામેલ નથી હોતો.

સરકારી હોસ્પિટલના મુકાબલામાં સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલ ખૂબ જ મોંઘી હોય છે. વળી, મેડિકલ વોર્ડને આઇસોલેશન વોર્ડમાં તબદીલ કરવાથી કોસ્ટ વધારે વધી ગઈ છે. સાથો સાથ પીપીઈ કીટની કોસ્ટ પણ આમાં જોડાઈ ગઈ છે. કોરોના વાયરસના દર્દીને સ્વસ્થ થવામાં અંદાજે ૧૫ દિવસ જેટલો સમય લાગે છે. તેવામાં એક-એક દિવસ કરીને ઈલાજનો ખર્ચો વધે છે અને અંદાજે ૭ લાખ ૫૦ હજાર રૂપિયા સુધી ખર્ચ થાય છે. જનરલ બોર્ડની વાત કરવામાં આવે તો ખર્ચ અંદાજે ૧ લાખ ૬૫ હજાર રૂપિયા સુધી થાય છે. આ કોસ્ટમાં જો વેન્ટિલેટરનો ખર્ચ જોડવામાં આવે તો ખર્ચ વધી જાય છે.

કોરોના વાયરસનો ઈલાજ હાલમાં એટલો મોંઘો છે કે સામાન્ય માણસની કમર તોડી નાંખે છે અને તેની બધી જ સેવિંગ્સ એક ઝટકામાં ખતમ થઈ શકે છે. ફક્ત હોસ્પિટલમાં દાખલ થઈને રહેવાનો ખર્ચ ખૂબ જ વધારે છે. એટલા માટે બની શકે તો જરૂરી કામ વગર ઘરની બહાર નીકળો અને પોતાના ઘરમાં જ સુરક્ષિત રહો.

આ લેખ તમે અમારા ફેસબુક પેજ નિ:શબ્દ પ્રેમ નાં માધ્યમથી વાંચી રહ્યા છો. આ સિવાય સમાચાર, આરોગ્યને લગતી માહિતી, રેસીપી, રસપ્રદ માહિતીઓ, બોલીવુડનાં સમાચાર તથા દેશ-વિદેશોનાં સમાચાર મેળવવા માટે અમારું પેજ નિ:શબ્દ પ્રેમ અત્યારે જરૂરથી લાઇક કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *