કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં જોડાયેલ ભારતમાં આગામી ૧૭ મેના રોજ ત્રીજા લોકડાઉનની અવધિ પૂર્ણ થશે. જોકે બીજી તરફ ઘણો દિવસોથી દરરોજ ૧ હજારથી ઉપર નવા મામલા આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં દર્દીઓના મૃત્યુ થઈ રહ્યા છે. તેવામાં હાલનો મહિનો એટલે કે મે મહિનો કોરોના વાયરસ વિરુધ્ધ લડાઇમાં મહત્ત્વપૂર્ણ સાબિત થવાનો છે. જ્યાં કેન્દ્ર સરકાર અર્થવ્યવસ્થાને સ્વસ્થ બનાવવા માટે કામકાજ શરૂ કરી ચૂકી છે, ત્યાં નાગરિકોની નાની અમથી ભૂલ તેમને ગંભીર ખતરામાં પહોંચાડી શકે છે.
મે મહિનો શા માટે મહત્વપૂર્ણ
કોરોના વિરૂદ્ધ લડાઈમાં આખરે મે મહિનો શા માટે મહત્વપૂર્ણ છે, તે જાણવું ખૂબ જ જરૂરી છે. હકીકતમાં તેનું સૌથી પહેલું કારણ લોકડાઉન છે. જેના લીધે અમુક હદ સુધી ભારતમાં કોરોના વાયરસ ફેલાવાથી કંટ્રોલ થયો છે. પરંતુ બીજી તરફ તેનાથી ઉદ્યોગ-ધંધા બંધ કરવાથી કારીગરો અને મજૂરોની રોજી-રોટી પણ છીનવાઇ ગઇ છે અને લાખો પ્રવાસી મજુરો અને અન્ય રાજ્યોમાં ફસાઈ ગયા છે.
તેવામાં ૧૭ મે બાદ ખતમ થઇ રહેલ ત્રીજા તબક્કાના ૧૫ દિવસ વાળા લોકડાઉન બાદ ઘણી છૂટછાટ મળવાની આશા રાખવામાં આવી રહી છે. ગૃહ મંત્રાલય દ્વારા પહેલાથી જ અન્ય રાજ્યોમાં ફસાયેલા પ્રવાસી મજૂરો અને તેમના મૂળ પ્રદેશમાં પરત મોકલવા માટેની વ્યવસ્થા કરવાની ઘોષણા કરી ચૂક્યું છે. જ્યારે સરકાર અર્થવ્યવસ્થાને ફરીથી પાટા પર લાવવા માટે ગ્રીન ઝોન વાળા વિસ્તારોમાં લોકડાઉનમાં છૂટછાટ આપી રહ્યું છે, ઉદ્યોગોને પણ બંધ રીતે ખોલવામાં આવી રહ્યા છે, કર્મચારીઓ નોકરી પર પરત ફરી રહ્યા છે તથા મજૂરોને ઉચ્ચ નિર્દેશોની સાથે કામ ચાલુ કરવા માટેનો પણ ઇશારો અપાઇ ચૂકયો છે.
વીતેલા દિવસોમાં સિંગાપુર યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી એન્ડ ડિઝાઇન દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે ફક્ત ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના અન્ય દેશોમાં પણ આ વાયરસ ખૂબ જ જલદી સમાપ્ત થઈ જશે. સિંગાપુર યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર ભારતમાં ૨૦ મે સુધી કોરોના ખતમ થઇ જશે. વળી શુક્રવારના કેન્દ્ર સરકાર દ્વારા પણ દાવો કરવામાં આવેલ છે કે જો દેશમાં ૧૬ મે સુધી લોકો લોકડાઉનનું પાલન કરે તો કોઈ નવો કેસ સામે આવશે નહીં. મતલબ કે ભારતમાંથી કોરોનાને ખતમ કરવામાં આવી શકાય છે.
સરકાર સામે પડકાર
સ્પષ્ટ વાત છે કે લોકડાઉન અને હાલના સમયમાં ખોલવું ખૂબ જ પડકારજનક બની શકે છે. કારણ કે તેનાથી કોરોનાનાં મામલામાં ઝડપથી વધારો થવાની પૂરી શક્યતા છે. સરકાર આ પડકાર સાથે લડવા માટે અન્ય દેશોની કેસ સ્ટડી જોવાની સાથે જ ભારતની અંદર હાલની સ્થિતિ, દેશના હોટસ્પોટ, રેડ અને ઓરેન્જ ઝોનને લઈને ઉઠાવવામાં આવેલ પગલા, ઉદ્યોગ ઓફિસ ખોલવા પર સામાજિક અંતરનું પાલન કરાવવાને લઈને ચિંતામાં છે.
ભૂલ પડશે ભારે
આવા નાજુક સમયમાં ફક્ત સરકારે જ નહીં પરંતુ સામાન્ય નાગરિકોએ પણ પૂરી સાવધાની ભરેલ પગલાં ઉઠાવવા જરૂરી છે. અત્યાર સુધી ચાલેલા લોકડાઉન દરમિયાન લોકોએ ખૂબ જ સાવધાની રાખેલ છે અને દિશાનિર્દેશોનું પાલન પણ કરેલ છે. પરંતુ આવનારા દિવસોમાં લોકડાઉનમાં છુટછાટ મળવા પર તેઓ કેવી પ્રતિક્રિયા આપે છે, તેના ઉપર જ દેશ અને તેમનું ભવિષ્ય નક્કી થશે.