દુનિયામાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ૩૧ લાખ થી ઉપર પહોંચી ગઇ છે. વળી ૨ લાખ ૨૦ હજારથી વધારે દર્દીઓ સમગ્ર દુનિયામાંથી આ ઘાતક બીમારીને કારણે મૃત્યુ પામ્યા છે. જ્યાં અમેરિકા અને બ્રાઝિલ સહિત બીજા યુરોપીય દેશોમાં તેના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ત્યાં અમુક દેશ એવા પણ છે જેમણે તેના પર કાબૂ મેળવી લીધો છે. એમાંથી ન્યૂઝીલેન્ડ એક પ્રમુખ દેશ છે. અહીંયા પર તેના ફક્ત ૧,૪૭૪ મામલા સામે આવ્યા છે અને ૧૯ દર્દીઓનાં અત્યાર સુધીમાં જીવ ગયા છે. પાછલા ૨૪ કલાકમાં ન્યૂઝીલેન્ડમાં ફક્ત ૩ નવા મામલા સામે આવ્યા છે.
સ્વાસ્થ્ય વિભાગનું માનવું છે કે તે કોરોના સાથેની જંગમાં જીત તરફ આગળ વધી રહ્યું છે. અહીંયા નિર્માણકાર્ય ફરીથી શરૂ થઈ ગયા છે, સમુદ્રનું તટોને સર્ફિંગ માટે ખોલી દેવામાં આવ્યા છે. હાલમાં બાળકોને ઘરેથી અભ્યાસ કરવાનો અને લોકોને ઘરેથી કામ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સમગ્ર દુનિયા માટે હાલનો સમય ન્યૂઝીલેન્ડ પાસેથી સબક લેવાનો છે.
હકીકતમાં કોરોનાને કારણે દુનિયામાં પ્રકોપની સાથે અમુક દેશોએ જ્યાં સમય રહેતા યોગ્ય અને તુરંત નિર્ણય લીધા, ત્યાં કોરોનાનો પ્રભાવ ઓછો જોવા મળી રહ્યો છે. વળી જ્યાં નિર્ણય લેવામાં મોડું કરવામાં આવ્યું, ત્યાં તેનો પ્રકોપ વધારે દેખાઈ રહ્યો છે. તેની સાબિતી યુરોપના ઘણાં દેશો સિવાય અમેરિકા અને બ્રાઝિલ છે. તમને જણાવી દઈએ કે બ્રાઝિલમાં પાછલા ૨૪ કલાકમાં સંક્રમણના ૪૬૧૩ નવા મામલા સામે આવ્યા છે, જેનાથી સંક્રમિતોની સંખ્યા ૬૮,૧૮૮ થઈ ગઈ છે.
એક દિવસમાં સંક્રમણથી ૩૩૮ લોકોના મૃત્યુ થવાથી આ મહામારીના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને ૪,૬૭૪ થઈ ગઈ છે. સંક્રમણને રોકવા માટે બ્રાઝિલે ગંભીરતા દેખાડી ન હતી. રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો એ તેને એક સામાન્ય ફ્લૂ જણાવ્યું હતું. તેમનું કહેવું હતું કે તેના માટે કોઈપણ પ્રકારના લોકડાઉનની જરૂરિયાત નથી. પરિસ્થિતિ એવી છે કે રિયો ડી જેનેરિયો સહિત ચાર મુખ્ય શહેરોમાં સ્વાસ્થ્ય સેવાઓ અસ્તવ્યસ્ત બની ગઈ છે.
સ્પેન યુરોપનો કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત દેશ છે. અહીંયા ૩૧ જાન્યુઆરી, ૨૦૨૦ ના તેનો પહેલો મામલો સામે આવ્યો હતો. જ્યારે ૧૪ માર્ચના લોકડાઉન ઘોષિત કરવામાં આવ્યું. ૨૯ માર્ચના અહીંયા પર કોઈ પણ બિનજરૂરી વસ્તુઓ માટે ઘરની બહાર નિકળવા પર પાબંદી લગાવવામાં આવી હતી. જર્મનીમાં તેનો પહેલો મામલો ૨૭ જાન્યુઆરી ના રોજ આવ્યો હતો અને ૨૨ જાન્યુઆરીના રોજ સરકારે લોકડાઉનની ઘોષણા કરી હતી.
આ રીતે જ બ્રાઝિલમાં તેનો પહેલો મામલો ૨૬ ફેબ્રુઆરીના સામે આવ્યો હતો. અહીંયા ત્યારબાદ પણ સરકારે તેના પ્રત્યે ખૂબ જ નરમ વલણ અપનાવ્યું, જેના કારણે અહીંયા કોરોના વાયરસના કેસ સતત વધતા રહ્યા. અહીંયા પર લોકડાઉન લાગુ કરવામાં આવ્યું નહીં, પરંતુ વળી ન્યૂઝીલેન્ડની વાત કરવામાં આવે તો ત્યાં ૨૮ ફેબ્રુઆરીના રોજ પહેલો મામલો સામે આવ્યો હતો. આ મામલાની સાથે જ સરકાર હરકતમાં આવી ગઇ અને બધા જ મોટા પગલા ઉઠાવવાની શરૂઆત પણ થઇ.
- ૨૯ ફેબ્રુઆરીના ન્યૂઝીલેન્ડમાં કોરોનાનાં કુલ ૧,૪૭૪ મામલા સામે આવી ગયા હતા અને ૧૯ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા હતા. આ મામલા દેશના બધા જ ૨૦ ડિસ્ટ્રિક્ટ બોર્ડમાં આવ્યા હતા.
- ૧૯ માર્ચ, ૨૦૨૦ ના ન્યૂઝીલેન્ડ સરકારે બહારથી આવનારા લોકો માટે પોતાની સીમાઓ સંપૂર્ણ રીતે બંધ કરી દીધી હતી.
- ૧૦ એપ્રિલના રોજ ન્યૂઝીલેન્ડ પરત આવનાર દરેક નાગરિકને બે સપ્તાહ માટે ક્વોરંટાઈન કરવામાં આવ્યા.
- ન્યૂઝીલેન્ડમાં કોરોનાનું એલર્ટ લેવલ જે ૨૧ માર્ચ ના 2 હતું, તે આગળના ૨ દિવસોમાં 3 થઈ ચૂક્યું હતું. તેના પછીના ૨ દિવસોમાં એટલે કે ૨૫ માર્ચનાં તેનું લેવલ-4 થઈ ગયું હતું.
- ૨૫ માર્ચનાં ન્યૂઝીલેન્ડમાં લોકડાઉનની ઘોષણા કરી દેવામાં આવી. દરેક વ્યક્તિ પર ઘરની બહાર નિકળવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો.
- લોકડાઉન દરમિયાન ફક્ત જરૂરી સેવાઓમાં સામેલ કર્મચારીઓને જ ઘરની બહાર નીકળવાની છૂટ આપવામાં આવી હતી.
- તેમાં સૌથી ખાસ વાત એ રહી કે અહીંયા નાગરિકોએ તેને ખૂબ જ ગંભીરતાથી લીધું અને સરકાર દ્વારા કહેવામાં આવેલ દરેક બાબતોનું પાલન કર્યું.
- મોઢા પર માસ્ક, સેનેટાઈઝર અથવા સાબુથી હાથ ધોવા, ઘરથી બહાર નિકળવા પર અન્ય વ્યક્તિ સાથે સામાજિક અંતર રાખવું, જેવા નિયમોનુ સંપૂર્ણ રીતે પાલન કરવામાં આવ્યું.
- તેના કારણે ૨૭ માર્ચના લેવલ-3 થઈ ચૂક્યું હતું. તેનો સ્પષ્ટ મતલબ હતો કે દેશમાં નવા આ મામલામાં ઘટાડો આવી રહ્યો છે અને દર્દીઓ સ્વસ્થ થઇ રહ્યા છે.
- ૨૭ એપ્રિલ ના સરકારે અસ્થાયી રૂપે અમુક વસ્તુઓને ખોલવાની પરવાનગી આપી.