કોરોના સાથે લડવા માટે ૩ મે બાદનો સરકારનો પ્લાન તૈયાર, જાણો કઈ કઈ બાબતોનું પાલન કરવાનું રહેશે

ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધતા જઈ રહ્યા છે. કોરોના વાયરસનું સંક્રમણ ફેલાય નહીં એટલા માટે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં ૩ મે સુધી લોકડાઉન કરેલ છે. જો કે સોમવારથી અમુક શરતોની સાથે લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી છે. સાથોસાથ સરકાર લોકડાઉન ખતમ થયા બાદના પ્લાન ઉપર પણ ચર્ચા વિચારણા કરી રહી છે. જોકે તે હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે ૩ મે બાદ લોકડાઉન આગળ વધારવામાં આવશે કે નહીં.

તૈયાર થઈ રહ્યો છે પ્લાન

તેવામાં સરકારે તૈયારી કરી લીધી છે કે લોકડાઉન ખતમ થયા બાદ દેશમાં કામકાજ કઈ રીતે શરૂ કરવામાં આવશે. સૂત્રોનું માનવામાં આવે તો લોકડાઉન બાદ સરકાર ઓછામાં ઓછા લોકોને સાથે વધુમાં વધુ કામ કરવાની યોજના બનાવી રહી છે. જેનાથી દેશની ઇકોનોમી પણ ટ્રેક પર પરત આવી જશે અને લોકો કોરોના થી પણ બચીને રહી શકશે. ૨૦ એપ્રિલથી ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રોમાં છૂટછાટ મળ્યા બાદ સરકાર ૩ મે બાદ થોડી વધારે છૂટછાટ પણ આપી શકે છે.

ઓછા લોકોથી વધારે કામ

સમાચારો અનુસાર સરકાર ઓફિસમાં કામ કરતા લોકોને ઘરેથી જ કામ શરૂ રાખવા માટે કહી શકે છે. તે સિવાય ફેક્ટરીમાં કામ શરૂ થઇ જશે, પરંતુ અહીંયા શિફ્ટની ટાઈમિંગ વધારી દેવામાં આવશે. જેથી સામાજિક અંતર પર ધ્યાન આપી શકાય. તેના માટે અલગથી ગાઇડ લાઇન તૈયાર કરવામાં આવશે. સાથો સાથ ધાર્મિક કાર્યક્રમો અથવા લગ્ન પ્રસંગોના કાર્યક્રમમાં છૂટછાટ મળશે, એ વાતની આશા ખૂબ જ ઓછી લગાવવામાં આવી રહી છે.

લોકડાઉન ઉપર અંતિમ નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જ હશે. જોકે સૂત્રોનું માનવામાં આવે તો ૧૫ મે બાદ દેશમાં કોરોના વાયરસની સ્થિતિનું સારી રીતે આંકલન કરવામાં આવી શકે છે અને તેને ધ્યાનમાં રાખીને આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે. એટલે કે ૧૫ મે બાદ સ્પષ્ટ જાણી શકાશે કે દર્દીઓની સંખ્યા વધી રહી છે કે ઘટી રહી છે. ભારતમાં હાલના સમયમાં ૨૫ હજારથી પણ વધારે કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે જેમાંથી ૮૦૦ થી વધારે લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે.