કોરોના સાથેની જંગમાં આશાનું કિરણ, એઇમ્સમાં નવી દવાએ દેખાડી અસર, વેન્ટિલેટર સપોર્ટ સ્થિતિ વાળા દર્દી આઇસીયુ માંથી બહાર

કોરોના સાથેની જંગમાં એઇમ્સથી એક સારા સમાચાર મળી રહ્યા છે. આઈસીએમઆર તથા અમેરિકાના ફૂડ ઍન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ની પરવાનગી થી દેશની સૌથી મોટી રિસર્ચ એજન્સી કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ રિસર્ચની દેખરેખમાં ચાલી રહેલ ક્લિનિકલ ટ્રાયલમાં શરૂઆતી પરિણામો આશાજનક આવ્યા છે. જે બે ગંભીર દર્દીઓને વેન્ટિલેટરની જરૂરિયાત હતી. તેના પર મોડ્યુલર દવા માઇક્રોબેકટિરિયમ-ડબલ્યુ (MW) નો પ્રયોગ કરવામાં આવેલ હતો.

તેમને એક સપ્તાહમાં દવાના ત્રણ ડોઝ આપવામાં આવ્યા હતા. બંને દર્દીઓ આઇસીયુની બહાર આવી ગયા છે અને સંપૂર્ણ રીતે ખતરા માંથી બહાર છે. અન્ય દર્દીઓ પર અર્લી ઓક્સિજન થેરાપી અસર દેખાડી રહી છે. જેના લીધે ભોપાલનો રિકવરી ૫૭ ટકા થઈ ગયો છે. એઇમ્સ ના ડાયરેક્ટર ડોક્ટર સરમન સિંહે જણાવ્યું કે, દવા એ બંને દર્દીઓના સ્વસ્થ થવામાં કેટલું યોગદાન આપ્યું છે તેનું મૂલ્યાંકન ૫૮ દિવસ બાદ થઇ શકશે.

દેશની સૌથી મોટી રિસર્ચ એજન્સી કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ રિસર્ચની દેખરેખમાં એક સપ્તાહ પહેલા થી જ ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરી દેવામાં આવેલ હતા. બે ગંભીર દર્દીઓ કે જેમને વેન્ટિલેટર પર રાખવાની આવશ્યકતા મહેસૂસ થઇ રહી હતી. તેમને દવાનાં ૩ ડોઝ આપવામાં આવ્યા હતા. ખુશીની વાત એ છે કે બંને દર્દીઓની તબિયતમાં ઝડપથી સુધારો જોવા મળ્યા બાદ તેઓને આઇસીયુ થી બહાર કાઢીને વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. જ્યાં બન્ને દર્દીઓની હાલત ક્લિનિકલી સ્થિર થઈ ગઈ છે. કોઈપણ દર્દી પર આ દવાની કોઈપણ સાઈડ ઈફેક્ટ પણ સામે આવી રહી નથી.

કોરોના ના ગંભીર દર્દીઓ પર ક્લિનીકલ ટ્રાયલ બાદ હવે એમ્સના ડોકટરોએ અસિમ્ટૈમિક યુવા દર્દીઓ અને કોરોનાનાં ઇલાજમાં જોડાયેલા હેલ્થ વર્કસ ઉપર પણ ટ્રાયલ કરવાની શરૂ કરી દીધી છે. એક-બે દિવસમાં આ બંને કેટેગરીના દર્દીઓને પણ એમડબલ્યુ નો પહેલો ડોઝ આપવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે ઇન્જેક્શનનાં રૂપમાં એક નિશ્ચિત સમય અંતરાળ પર ૩ ડોઝ દર્દીઓને આપવામાં આવે છે. સીએસઆઈઆર એ અમદાવાદની કેડિલા ફાર્માસ્યુટિકલ્સ સાથે મળીને દવા બનાવી છે.

૬૭૯ માંથી ૩૯૯ દર્દીએ કોરોનાને હરાવ્યો

આ બાજુ શહેરમાં ગુરુવારે ૧૯ વધુ દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે ગયા હતા. તેમાં એક ૯ મહિનાનું બાળક પણ અને એક ૭૦ વર્ષીય મહિલા પણ સામેલ છે. શહેરમાં ૬૭૯ લોકોને કોરોનાનું સંક્રમણ થયેલ છે, તેમાંથી ૩૯૯ લોકો સ્વસ્થ થઈને ઘરે પરત ફરી ચુક્યા છે. આ દર્દીઓ પર અર્લી ઓક્સિજન થેરાપીનો ઉપયોગ કરવામાં આવેલ છે. જેમાં દર્દીઓના ગળા અને ફેફસામાં ઓક્સિજનની માત્રા વધારવામાં આવે છે. ચિરાયુ ના ડાયરેક્ટર અજય ગોયન્કા ના જણાવ્યા અનુસાર તેનાથી ભોપાલનો રિકવરી રેટ ૫૭ ટકા સુધી પહોંચી ગયો છે.

ભોપાલમાં ગુરૂવારે કોરોનાનાં ૨૪ નવા કેસ સામે આવ્યા હતા. નવા દર્દીઓમાં ૧૨ જહાગીરાબાદ વિસ્તારના છે, જેમાંથી ૪ ચર્ચ રોડ પર એક જ પરિવારના છે. હમીદિયા હોસ્પિટલની ૨ નર્સને પણ કોરોના સંક્રમણની પુષ્ટિ કરવામાં આવી છે. જહાગીરાબાદ વિસ્તારમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૧૨૭ થી વધીને ૧૩૯ થઈ ગઈ છે. મંગળવાર આ વિસ્તારમાં ત્રણ નવા દર્દી મળ્યા છે અને અહીંયા દર્દીઓની સંખ્યા ૪૫ થઈ ગઈ છે