આઇઆઇટી દિલ્હીએ કોરોના પરીક્ષણ માટે એક નવી કીટ ની શોધ કરી છે. આ કીટ સારી ગુણવત્તાની સાથે ફક્ત ૩ કલાકમાં કોરોના પરીક્ષણનાં પરિણામ આપી દેશે. સૌથી મહત્વની વાત એ છે કે આ કીટની કિંમત ફક્ત ૬૫૦ રૂપિયા છે. માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરીયાલ નિશંકે આ કીટનો ઓનલાઇન માધ્યમથી શુભારંભ કર્યો હતો. આ અવસર પર નિશંકે એ કહ્યું હતું કે, “જ્યારે દુનિયામાં કોવિડ-૧૯ મહામારી અચાનક આવી જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશે ઘણાને લીધા અને તેને રોકવા માટે પગલા ઉઠાવ્યા.
પ્રધાનમંત્રીએ ત્યારે કહ્યું હતું કે, “આપણા નવયુવાનો સંકટના સમયમાં શું કરી શકે છે, શું નવું કરી શકે છે, શું રસ્તો કાઢી શકે છે? પ્રધાનમંત્રી શબ્દોને તમામ આઈઆઈટી એ એક પડકાર તરીકે સ્વીકાર કર્યો અને ઓછામાં ઓછા સમયમાં સંકલ્પની સાથે તેના પર પગલાં ભર્યા.”
કીટની ગુણવત્તાને જોતા ICMR દ્વારા પણ તેને સ્વીકૃતિ આપી દીધી છે. માત્ર ૬૫૦ રૂપિયામાં કોરોનાનું પરીક્ષણ કરવા વાળી આ કીટ આઈઆઈટી દિલ્હીના પ્રોફેસર પેરુમલ, પ્રોફેસર કુંડુ, પ્રોફેસર મેનન, પ્રોફેસર જે ગોમ્સ, ડોક્ટર પ્રશાંત, ડોક્ટર અખિલેશ, ડોક્ટર આશુતોષ અને ડોક્ટરો સોનમની ટીમ દ્વારા શોધ કર્યા બાદ બનાવવામાં આવેલ છે.
નિશંકે કહ્યું, “૬૫૦ રૂપિયામાં કોરોનાનું પરીક્ષણ કરવા વાળી દિલ્હી આઇઆઇટીની આ કીટ માત્ર ૩ કલાકમાં પરીક્ષણના રિપોર્ટ આપી દેશે. આ કીટનાં આવવાથી કોરોના તપાસ ની ક્ષમતા, ગુણવત્તા અને વિશ્વસનીયતા વધી છે. ICMR દ્વારા પણ દિલ્હી આઇઆઇટીની આ કીટ પર ઉત્કૃષ્ટતાનો સિક્કો લગાવી દેવામાં આવ્યો છે.”
તેમણે કહ્યું હતું કે આઈઆઈટી દિલ્હીએ જે કિટ તૈયાર કરી છે, તેનાથી ફક્ત ભારતને જ નહીં પરંતુ માનવતાને પણ ફાયદો થશે. તેમણે કહ્યું હતું કે, આ કીટ ખૂબ જ સસ્તી છે અને આત્મનિર્ભર ભારતની દિશામાં મહત્વનું પગલું છે. નિશંકે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે નેતૃત્વ સારું હોય તો આવા પરિણામ સામે આવે છે. આપણે આ પડકારજનક સમયને અવસર મા બદલવા માટે સંકલ્પિત છીએ.
આઇઆઇટી દિલ્હી દ્વારા બનાવવામાં આવેલી કોરોના પરીક્ષણની આ કીટ ખૂબ જ જલ્દી બજારમાં ઉપલબ્ધ થશે. તેના માટે આઈઆઈટી દિલ્હીએ ન્યુટેક મેડિકલ ડિવાઇસ નામની એક કંપની સાથે ભાગીદારી કરેલ છે. આ કંપનીની મદદથી મોટા સ્તર પર કોરોના પરીક્ષણ કીટનું નિર્માણ અને માર્કેટિંગ કરવામાં આવશે. આ કોરોના પરીક્ષણ કીટમાં RTPCR કીટની કિંમત ફક્ત ૩૯૯ રૂપિયા છે, બાકીના લગભગ ૨૫૦ અન્ય પ્રક્રિયાઓ અને સહભાગી ઉપકરણો માટે લેવામાં આવશે.
આઈઆઈટી દિલ્હીના જણાવ્યા અનુસાર ઘણી સરકારી હોસ્પીટલમાં આ કીટ મફતમાં આપવામાં આવશે, જેથી ત્યાં આવતા દર્દીઓનું પરીક્ષણ મફતમાં કરી શકાય. આ કોરોના પરીક્ષણ કીટને બજારમાં લાવતા પહેલાં ઘણા પ્રકારના પરીક્ષણ કરવામાં આવેલ છે. તે બધા જ પરીક્ષણમાં આ કોરોના પરીક્ષણ કીટ ખરી ઉતરી છે. તેના પરિણામો ૧૦૦% યોગ્ય મળી આવ્યા છે. તેવામાં હવે કોરોના પરીક્ષણ સસ્તુ થવાની સાથે સાથે વધારે વિશ્વસનીય તથા ગુણવત્તા પૂર્વક રીતથી કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે શરૂઆતના સમયમાં કોરોનાનું પરીક્ષણ કરાવવા માટેની ફી ૫૦૦૦ રૂપિયા સુધી વસૂલવામાં આવતી હતી. જોકે બાદમાં આ કિંમતને અડધી કરી દેવામાં આવી હતી. હવે આઇઆઇટી દિલ્હી દ્વારા બનાવવામાં આવેલા આ કોરોના પરીક્ષણ કીટ, હાલમાં વસૂલવામાં આવી રહેલ કિંમતોની સરખામણીમાં ચોથા ભાગની કિંમત પર ઉપલબ્ધ થશે.