કોરોના ટેસ્ટમાં ભારતને મળી મોટી સફળતા, એન્ટિબોડી ટેસ્ટ કીટ Elisa તૈયાર કરવામાં આવી

Posted by

દેશ માટે રવિવારે એક સારા સમાચાર આવ્યા છે કે કેન્દ્રીય મંત્રાલય તરફથી જાણકારી આપવામાં આવી છે કે ભારતે કોરોના વાયરસના સંક્રમણ વિરુધ્ધ ચાલી રહેલ અભિયાનમાં એક મોટી સફળતા પ્રાપ્ત કરી છે અને ટેસ્ટિંગ કીટ વિકસિત કરી છે. આ કીટ ની મદદ થી ઓછા સમયમાં તપાસ શક્ય બનશે. આ કિટ ટેસ્ટ માટે ખૂબ જ જલ્દી ઉપલબ્ધ થશે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી વાયરોલોજી, પુણે દ્વારા કોરોના વાયરસ એન્ટીબોડીને લઈને એલિસા ટેસ્ટ કીટ તૈયાર કરી છે.

આ એન્ટિબોડીઝ ટેસ્ટ છે, જ્યારે કોરોના ની તપાસ માટે RTPCR કરાવવું જરૂરી હોય છે. તેનું નામ કોવીડ કવચ એલિસા ટેસ્ટ આપવામાં આવ્યું છે. આ કીટ વધુ વસ્તીવાળા વિસ્તારોમાં કોરોના સંક્રમણના ખતરાને લઈને મોનીટર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ કીટ ની સંવેદનશીલતા અને ગુણવત્તા ચકાસવા માટે મુંબઈના બે અલગ અલગ વિસ્તારોમાં ટેસ્ટ કરવામાં આવ્યું હતું. જેમાં આ કિટ યોગ્ય જણાઇ હતી.

અઢી કલાકમાં તેની ક્ષમતા ૯૦ સેમ્પલને ટેસ્ટ કરવાની છે. ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા તેના કોમર્શિયલ પ્રોડકશનને લઈને ઝાયડસ કેડિલા (Zydus Cadila) ને પરવાનગી આપી છે. હકીકતમાં જે ટેસ્ટ કીટ વિકસિત કરવામાં આવી છે તે એન્ટિબોડીઝ ટેસ્ટ છે. સરકારે ભરોસો અપાવ્યો છે કે આ ટિકિટ ખૂબ જ જલ્દી ઉપલબ્ધ થશે.

એન્ટિબોડીઝ ટેસ્ટ અને RTPCR શું છે?

જો કોઈ વ્યક્તિ કોરોના વાયરસનો શિકાર થાય છે, તો તેના શરીરમાં વાયરસ સાથે લડવા માટે એન્ટિબોડીઝ બની જાય છે. શરીરમાં એન્ટિબોડીઝ જાણકારી મેળવવા માટે રેપિડ ટેસ્ટ કીટની જરૂરીયાત હોય છે. એન્ટીબોડી ટેસ્ટના પરિણામો થોડા સમયમાં આવી જાય છે. જ્યારે કોરોનાની તપાસ માટે RTPCR ના રિપોર્ટ આવવામાં અંદાજે ૨૪ કલાક લાગે છે.

એન્ટિબોડીઝ ટેસ્ટ માં બ્લડ સેમ્પલ લેવામાં આવે છે. ૧-૨ ટીપા આંગળી માંથી લોહી લઈને તપાસ કરવામાં આવે છે. જેના પરથી જાણી શકાય છે કે ઇમ્યુન સિસ્ટમમાં વાયરસને બેઅસર કરવા માટે એન્ટિબોડીઝ બનેલ છે કે નહીં. હાલના સમયમાં કોરોના વાયરસના સંક્રમણની તપાસ કરવા માટે રિયલ ટાઇમ પીસીઆર ટેસ્ટ (RTPCR) કરવામાં આવે છે. તેમાં લોકોનું સ્વૈબ સેમ્પલ લેવામાં આવે છે. જેના લીધે આ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે કે દેશમાં જ તૈયાર કરવામાં આવેલ કીટ ઉપલબ્ધ થશે. તેના માટે આપણે હવે વિદેશ ઉપર નિર્ભર રહેવું પડશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *