કોરોના ટેસ્ટ માટે હવે નહીં જવું પડે હોસ્પિટલ, ફોન પર છીંક ખાવાથી થઈ શકશે કોરોના વાયરસની તપાસ

કોરોના વાયરસ મહામારી સાથેની લડાઈમાં ટેસ્ટીંગ એક મોટું હથિયાર છે. ટેસ્ટિંગ પરથી જાણી શકાય છે કે કોરોના વાયરસ તમારા શરીરમાં છે કે નહીં. જેટલો આ વાયરસ નવો છે, તેટલો જ તેનો ટેસ્ટ પણ નવો છે. કોરોના ટેસ્ટ કરવા માટે શંકાસ્પદ વ્યક્તિ ના નાક અથવા ગળામાંથી સેમ્પલ લેવામાં આવે છે. આ ટેસ્ટની કિંમત ભારતમાં ૪૫૦૦ રૂપિયા છે. પરંતુ અમેરિકામાં રહેલ એક રિસર્ચ ટીમે એવા સેન્સર પર કામ કરી રહી છે, જેનાથી તમે ટેસ્ટ હોસ્પિટલ અથવા લેબોરેટરીમાં ગયા વિના ફક્ત ફોન પર છીંક ખાઈને કરી શકો છો. સાંભળવામાં આ ખૂબ જ આશ્ચર્યજનક લાગી શકે છે પરંતુ ભવિષ્યમાં તે શક્ય બની શકે છે.

મોબાઈલ પર છીંકવાથી અથવા ખાંસી ખાવાથી જ કોરોના વાયરસની તપાસ કરી શકાય છે, એવો દાવો અમેરિકી રિસર્ચ ટીમે કર્યો છે. હકીકતમાં ટીમ એક સેન્સર પર કામ કરી રહી છે, જેને તમારા ફોન સાથે એટેચ કરી દેવામાં આવે છે અને તે ૬૦ સેકન્ડની અંદર કોરોના વાયરસની તપાસ કરી શકે છે. આશા છે કે આ સેન્સરને આગલા ૩ મહિનામાં માર્કેટમાં ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે.

આશા રાખવામાં આવી રહી છે કે આ સેન્સર કોરોના ટેસ્ટ કરનાર કીટ થી પણ સસ્તું હશે. આ ડિવાઇસની કિંમત અંદાજે ૫૫ ડોલર (અંદાજે ૪૧૦૦ રૂપિયા) હોઈ શકે છે. જોકે તેને ભારતમાં ક્યાં સુધીમાં રજૂ કરવામાં આવશે, તેના વિશે કોઈ જાણકારી સામે આવી નથી. વળી, બીજી તરફ કોરોના વાયરસની વેક્સિન ઉપર પણ સમગ્ર વિશ્વમાં કામ ચાલી રહ્યું છે.

આ સેન્સર પર કામ કરી રહેલી ટીમના પ્રોજેક્ટ લીડર પ્રોફેસર મસૂદ તબીબ અઝહરનું કહેવું છે કે કોરોના વાયરસને ટ્રેક કરવામાં આ સેન્સર મોટી ભૂમિકા ભજવશે. પ્રોફેસર મસૂદ અમેરિકાની યુનિવર્સિટી ઓફ યુટોમાં એન્જિનિયર છે. આ ગેજેટને પહેલા જીકા વાયરસનો મુકાબલો કરવા માટે તૈયાર કરવામાં આવેલ હતું. પ્રોફેસરનું કહેવું છે કે અમે લગભગ ૧૨ મહિના પહેલા જીકા વાયરસ માટે આ સેન્સર બનાવવાનું શરૂ કરેલ હતું. વળી હવે અમે Covid-19 ની તપાસ કરવા માટે આ સેન્સર બનાવી રહ્યા છીએ.

જણાવી દઈએ કે કોરોના વાયરસ અલગ-અલગ લોકોને અલગ અલગ રીતે પ્રભાવિત કરે છે. સંક્રમિત થયેલા મોટા ભાગના લોકોને અલગ અલગ લક્ષણ જોવા મળી રહ્યા છે. તેમાંથી મોટા ભાગના સામાન્ય લક્ષણો છે, તાવ, સૂકી ખાંસી અને થાક. વળી ગંભીર લક્ષણો માં શ્વાસ લેવામાં તકલીફ અને છાતીનો દુખાવો છે. જો તમને પોતાનામાં આ ગંભીર લક્ષણો દેખાય છે તો ખૂબ જ જલ્દી ડોક્ટરનો સંપર્ક કરો.