વૈશ્વિક મહામારી કોરોના સાથે લડવામાં આયુર્વેદિક દવાઓ અસરકારક સાબિત થઇ રહી છે. દિલ્હીમાં આયુર્વેદ તથા હોમિયોપેથીના ૩ હોસ્પિટલોમાં તેનો ઈલાજ ચાલી રહ્યો છે. આયુષ નિર્દેશાલય તરફથી દિશાનિર્દેશ મળ્યા બાદ અહીંયા અત્યાર સુધીમાં ૨૩૮ દર્દીઓ સ્વસ્થ થઇ ચૂક્યા છે, જ્યારે ૧૨૦ દર્દીઓનો ઈલાજ ચાલી રહ્યો છે. એક સપ્તાહમાં સરિતા વિહાર સ્થિત અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન ઇલાજ શરૂ થઇ જશે.
દિલ્હીમાં હાલમાં ચૌધરી બ્રહ્મ પ્રકાશ ચરક આયુર્વેદ સંસ્થાન, આયુર્વેદ અને યુનાની તીબીયા મેડિકલ કોલેજ અને નેહરુ હોમિયોપેથિક મેડિકલ કોલેજ તથા હોસ્પિટલમાં કોવિડ હેલ્થ સેન્ટર બનાવવામાં આવેલ છે. ચૌધરી બ્રહ્મ પ્રકાશ ચરક આયુર્વેદ સંસ્થાન, આયુર્વેદ તથા યુનાની તિબિયા મેડિકલ કોલેજમાં આયુર્વેદિક દવાઓથી અત્યાર સુધીમાં ૨૧૦ દર્દીઓને સ્વસ્થ થઈને ઘરે મોકલી દેવામાં આવેલ છે.
આ હોસ્પિટલમાં ડોક્ટર દર્દીઓ પર આયુર્વેદિક દવાઓની અસરથી ખૂબ જ ઉત્સાહિત છે. ચૌધરી બ્રહ્મ પ્રકાશ ચરક આયુર્વેદ સંસ્થાન દ્વારા કાયદેસર ક્લિનિકલ ટ્રાયલ કરવાની પણ તૈયારી કરી દેવામાં આવી છે. તેના માટે સંબંધિત વિભાગો તરફથી પણ પરવાનગી માંગી લેવામાં આવી છે. ટ્રાયલ ના પરિણામ મેડિકલ જર્નલમાં પણ પ્રકાશિત થશે. વળી નહેરુ હોમીઓપેથી મેડિકલ કોલેજમાં હોમિયોપેથીક દવાઓથી સ્વસ્થ થયા બાદ ૨૮ દર્દીઓને રજા આપવામાં આવી ચૂકી છે. હાલમાં તેમને હોમ આઇસોલેશનમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.
ચૌધરી બ્રહ્મા પ્રકાશ ચરક આયુર્વેદિક સંસ્થાન નિર્દેશક ડોક્ટર એન.આર સિંહે કહ્યું હતું કે દર્દીઓને ઉકાળો, ગિલોય ની ગોળીઓ તથા આમળાંના ચૂર્ણની દવા આપવામાં આવે છે. આ શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. દર્દીઓ પર તેના સારા પરિણામો જોવા મળી રહ્યા છે.
તિબિયા કોલેજનાં ડોક્ટર કહે છે કે દર્દીઓને આયુર્વેદિક દવાઓ સિવાય સાત્વિક ભોજન આપવામાં આવે છે, જે પચવામાં યોગ્ય હોય. છોલે તથા રાજમા જેવી વસ્તુઓ ખાવામાં આપવામાં આવતી નથી અને હોસ્પિટલના વાતાવરણને ખુશનુમા રાખવામાં આવે છે. આયુર્વેદિકની સાથે એલોપથી દવાઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આયુર્વેદિક હોસ્પિટલના ડોક્ટર કહે છે કે, જો કોઇ દર્દીને ડાયાબિટીસ, હાયપરટેન્શન તથા થાઈરોઈડની સમસ્યા હોય, તો તેમને પહેલાથી જ એલોપેથી દવાઓ ચાલી રહી હોય છે, જેને બંધ કરતા નથી. દર્દીઓને તાવ, ખાંસી, ગળામાં દુખાવો જેવી સમસ્યા વધારે જોવા મળે છે. તેના માટે આયુર્વેદિક દવાઓ જ આપવામાં આવે છે. દર્દીને જો શ્વાસ લેવામાં સમસ્યા થાય છે અને શરીરમાં ઓક્સીજનનું લેવલ ૯૫% સુધી ઓછું છે તો કોવિડ હોસ્પિટલમાં સ્થાનાંતરિત કરી દેવામાં આવે છે.
આયુર્વેદથી પ્રતિરોધક ક્ષમતા મજબૂત કરવાની આપી સલાહ
કોરોના મહામારી સાથે અત્યાર સુધીમાં જે લડાઈ લડવામાં આવી રહી છે, તેમાં કોરોનાનો મુકાબલો ફક્ત ઇમ્યુન સિસ્ટમની મજબૂતીથી કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં કોરોના માટે કોઈ વિશિષ્ટ વેક્સિન અથવા ઉપચાર ઉપલબ્ધ નથી. તેવામાં જરૂરી છે કે એમાં સિસ્ટમને મજબૂત બનાવવામાં આવે. આ બધી બાબતો રવિવારના દિલ્હી પોલીસની વિશેષ શાખાના પોલીસકર્મીઓ માટે આયોજિત સેમિનાર દરમિયાન રાજૌરી ગાર્ડન સ્થિત એસડીએમસી આયુર્વેદિક પંચકર્મ હોસ્પિટલ ના ડોક્ટર રવિ ગોગિયા એ કહી હતી. સેમિનારનો વિષય હતો કે કેવી રીતે આયુર્વેદ પ્રતિરક્ષાને વધારવામાં આપણી મદદ કરે છે. ડોક્ટર રવિ ગોગિયા એ ઇમ્યુન સિસ્ટમને બહેતર બનાવવા માટેના ઉપાયો અને આયુર્વેદિક ઉકાળા ઘર પર જ બનાવવા માટેના ઉપાયો વિષે જણાવ્યું હતું.