કોરોનાથી પણ વધારે ખતરનાક વાયરસ બનાવવાનાં મિશનમાં કામ કરી રહી છે ચીનની “બેટવુમન”, તેના પર જ છે કોરોના વાયરસ બનાવવાનો આરોપ

ફિલ્મો અને પુસ્તકોમાં બેટમેન નામનું કિરદાર લોકોના જીવ બચાવે છે, પરંતુ ચીનની એક બેટવુમન પર દુનિયાભરના લોકોના જીવ સાથે છેડછાડ કરવાનો આરોપ લાગી રહ્યો છે. બેટવુમન હકીકતમાં એક મહિલા વૈજ્ઞાનિક છે, જે વુહાનની તે મોત વાળી લેબમાં રિસર્ચ કરે છે, જ્યાંથી કોરોના વાયરસ દુનિયાભરમાં ફેલાવવાનો દાવો કરવામાં આવેલ છે. દાવો તો એટલે સુધી કરવામાં આવે છે કે ચાઈનીઝ બેટવુમન દ્વારા પહેલા તો ચીની સરકારના ઇશારા પર લેબમાં કોરોના વાયરસ બનાવ્યો અને હવે તે દુનિયાને અન્ય નવો વાયરસ આપવાના મિશનમાં જોડાઈ ગઈ છે.

ચીનની આ તે જ ખતરનાક લેબ છે, જ્યાંથી ખતરનાક કોરોના વાયરસ સમગ્ર દુનિયામાં ફેલાયો છે. હવે ખુલાસો થયો છે કે આ લેબમાં કામ કરવાવાળી એક મહિલા વૈજ્ઞાનિકે કોરોના વાયરસની શોધ કરી અને દુનિયાને કોરોના વાયરસ ના યુગમાં ધકેલી દીધું.

બેટવુમન બે શબ્દોને જોડીને બનેલ છે, બેટ અને વુમન. બેટ મતલબ ચામાચીડિયું અને વુમન મતલબ મહિલા. ચીનની મહિલા વૈજ્ઞાનિક શી જેંગલીને બેટવુમન એટલા માટે કહેવામાં આવે છે, કારણ કે શી જેંગલી ઘણા વર્ષોથી વુહાનની પી-૪ લેબમાં ચામાચીડિયા માં મળી આવનાર વાયરસ પર રીસર્ચ કરતી આવી રહી છે.

જ્યારે ચીન સહિત દુનિયાભરમાં કોરોના વાયરસ ફેલાયો અને લાખો લોકો સંક્રમિત થવા લાગ્યા, તો ચીનની જાસૂસી એજન્સીઓએ વૈજ્ઞાનિક શી જેંગલી ને કોઈ જગ્યાએ છુપાવી દીધા. રિપોર્ટ અનુસાર ચીની વૈજ્ઞાનિક શી જેંગલી દ્વારા ફેબ્રુઆરી મહિનામાં તો કોરોના વાયરસનાં વુહાન લેબ સાથે કનેક્શન હોવાનો સંપૂર્ણ રીતે ઇનકાર કર્યો હતો. પરંતુ માર્ચ મહિનો આવતા ની સાથે સાથે તેના સુર બદલી ગયા હતા. તેમણે દાવો કર્યો હતો કે કોરોના વાયરસનાં લેબ માંથી લીક થવાની આશંકા થી ઘણી રાત સુધી તેમને ઉંઘ આવી ન હતી.

અત્યારે દુનિયા કોરોના વાયરસ સાથે લડવામાં જોડાયેલી છે. દુનિયાના લગભગ બધા જ દેશોમાં લોકોના જીવ બચાવવા માટે લોકડાઉન લગાવવામાં આવેલ છે. અને સાથોસાથ હજુ સુધી કોરોનાની કોઈ દવા અથવા વેક્સિન પણ શોધવામાં આવી નથી. પરંતુ મળતી ખબરો અનુસાર ચાઈનીઝ વુમન એટલે કે વાયરસ વૈજ્ઞાનિક શીજેંગલી વુહાનનાં પી-૪ લેબમાં ફરીથી પહોંચી ગઈ છે.

ચાઈનીઝ બેટવુમન ફરી નવો વાયરસ બનાવવામાં જોડાઈ

દાવો કરવામાં આવી રહ્યો છે કે વુહાનની ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી માં શી જેંગલી એ ફરીથી કામ શરૂ કરી દીધું છે. દાવો તો એટલે સુધી કરવામાં આવી રહ્યું છે કે શી જેંગલી હવે કોરોના થી પણ ખતરનાક વાયરસ બનાવવામાં જોડાયેલી છે. એટલે સંભાવના બનેલી છે કે જો કોરોના નો ઈલાજ દુનિયા આવનાર સમયમાં શોધી લે છે તો ચીન કોઈ અન્ય નવો જીવલેણ વાયરસ ફેલાવી શકે છે.