કોરોના વાયરસનાં સતત વધતા જતા મામલા અને લોકડાઉન માં મળેલ છૂટછાટ ને કારણે લોકો સડકો પર કોઈપણ જાતની રોકટોક વગર ફરી રહ્યા છે. આ દરમિયાન લોકો સામે એક પડકાર એવો પણ છે કે આખરે કેવી રીતે પોતાને કોરોના વાયરસ થી બચાવી શકાય, જેને લઇને અવાર નવાર લોકો ગુગલ પર સાવધાનીઓ વિશે વાંચી રહ્યા હોય છે. કેન્દ્ર હોય કે રાજ્ય સરકાર, બધા જ કોરોના વાયરસ સાથે જીવવાની સલાહ આપી રહ્યા છે. જેના સંબંધિત વાયરસથી સુરક્ષિત રહેવા માટે વસ્તુઓને કીટાણું રહિત બનાવવા માટેના ઉપાયો પર ઘણા દિશાનિર્દેશ રજુ કરવામાં આવેલ છે.
પરંતુ રોજિંદા જીવન વિશે અમુક પાયાના સવાલો છે, જેનો જવાબ લોકો પાસે નથી. તેમાં બજારથી શાકભાજી ખરીદ્યા બાદ તેને સાફ કરવા, નોટોને સાફ કરવી અને દવાઓને કેવી રીતે સુરક્ષિત રાખવામાં આવે વગેરે જેવા સવાલો આપણા દિમાગ માં આવતા રહેતા હોય છે. આ લેખમાં અમે તમને રોજિંદા જીવનમાં કોરોનાની સાથે ચાલવા માટે અમુક જરૂરી જાણકારી આપી રહ્યા છીએ. તો ચાલો જાણીએ કે કેવી રીતે પૂર્ણ સાથે જીવી શકાય.
ફળ અને શાકભાજીને સેનિટાઈઝ કરવા જોઈએ? તેમને સાફ કરવાની યોગ્ય રીત કઈ છે?
વિશેષજ્ઞોના અનુસાર વાયરસ ફળ અને શાકભાજી પર અમુક કલાક સુધી સક્રિય રહી શકે છે. પરંતુ જો તેમને સૂર્યના પ્રકાશમાં રાખવામાં આવે અથવા અન્ય રૂપથી ગરમીના સંપર્કમાં રાખવામાં આવે તો ફળો અને શાકભાજીને સુરક્ષિત રાખવામાં મદદ મળી શકે છે. સુનિશ્ચિત કરો કે તમે શાકભાજી અથવા ફળોને ઘરે લાવ્યા બાદ તુરંત સ્પર્શ ન કરો. શાકભાજી અને ફળની થેલીને ઓછામાં ઓછું ૪ કલાક સુધી અલગ રાખી દો. આ ૪ કલાક દરમિયાન તમે તેને બહાર કાઢો નહીં અને બેકિંગ સોડાની સાથે શાકભાજીને ગરમ પાણીમાં પલાળો. શાકભાજી અને ફળો પર સેનિટાઈઝરનો ઉપયોગ ન કરવો જોઈએ. સેનિટાઈઝર ફક્ત આપણા શરીર અને સ્ટીલ તથા ધાતુ જેવી સપાટી માટે છે. તમે શાકભાજી અને ફળોને કિટાણુ રહિત કરવા માટે પાણીમાં પોટેશિયમ પરમેંગેનેટ નું એક ટીપું નાખી શકો છો, જે તેને સેનિટાઈઝ કરવા માટેનો એક સરળ રસ્તો છે.
એવી વસ્તુઓ જેને ૪ કલાક સુધી બહાર નથી રાખી શકાતી
ગરમીની ઋતુ પોતાની ચરમસીમા પર છે અને તાપમાનમાં સતત વધી રહ્યું છે. જેના કારણે અમુક વસ્તુઓની લાંબા સમય સુધી બહાર રાખવાથી તે ખરાબ થઈ શકે છે. આ મામલામાં પેકેટને સાબુના પાણીથી ધોઈ અને તુરંત બહારનાં પેકેટ ને હટાવી દેવું જોઈએ. આવું કરવાથી તમે તેને સુરક્ષિત રાખી શકો છો.
કોલ્ડ ડ્રિન્ક અને પ્લાસ્ટિકના ડબ્બાને કેવી રીતે સાફ રાખવું
લેબોરેટરીના તારણો અનુસાર વાયરસ ૨૪ થી ૪૮ કલાક સુધી પ્લાસ્ટિક અને ધાતુની સપાટી પર રહી શકે છે. તમારે આવી વસ્તુને તુરંત રેફ્રિજરેટરમાં ન રાખવી જોઈએ. આ વસ્તુઓને રૂમના તાપમાન પર રાખો, જ્યાં કોઈપણ વ્યક્તિ તેના સંપર્કમાં ન આવે. બાદમાં તમે તેને રેફ્રિજરેટરમાં રાખતા પહેલા ગરમ સાબુના પાણીથી ધોઈ શકો છો.
બહારથી મંગાવેલા ખોરાકને કેવી રીતે સાફ કરશો
બહારના ભોજન સાથે સમસ્યા ભોજનની નહીં, પરંતુ તેને કેવી રીતે પેક કરવામાં આવેલ છે અથવા કેવી રીતે લાવવામાં આવેલ છે, તેનાથી પરેશાની હોય છે. જો તમે ખોરાકને પકવવાની પ્રક્રિયાને સંપૂર્ણ રીતે જુઓ તો વાયરસ જીવિત નહિ રહેશે. પરંતુ જે લોકો ખોરાક બનાવવા, પેકિંગ કરવા અને તેને વિતરિત કરવામાં સામેલ હોય છે, તેનાથી સાવધાન રહેવાની જરુરિયાત હોય છે. જો તમે ખોરાક ઓર્ડર કરી રહ્યા છો, તો તુરંત પેકેજીંગને કાઢી નાખવાનું સુનિશ્ચિત કરો. જો બોક્સ પ્લાસ્ટિકનું છે તો તેને સાવધાનીપૂર્વક સાબુના પાણીથી ધોઈ લો.
દવાઓ
હજુ સુધી કોઈ સાબિતી નથી કે સેનિટાઈઝર દવાની સ્ટ્રીપ પર કામ કરે છે. જ્યારે તમે અમુક નવી દવાઓ ખરીદો છો, તો તેને રૂમના તાપમાન પર બોક્સમાં ઘણા કલાકો સુધી બંધ રાખવી. જેમ-જેમ દવા ઘણા હાથના સંપર્કમાં આવશે, તેમ-તેમ તમારે તેને ખરીદવી યોગ્ય નહીં બને. દવાને ડાયરેક્ટ તડકામાં ન રાખવી કારણ કે તેનાથી તેના પ્રભાવમાં અસર પડે છે.
મુદ્રા અને સ્ટેશનરી
સ્ટેશનરી અને મુદ્રાને ૩-૪ કલાક બહાર રાખવાની કોશિશ કરો. કારણકે સેનિટાઈઝર તેમના પર કામ કરતું નથી. જો કે તમે પેન્સિલ અને પેનને સેનિટાઈઝ કરી શકો છો, કારણ કે ધાતુ, પ્લાસ્ટિક અને લાકડાની સપાટી પર કામ કરે છે.