કોરોના વેક્સિન ઓગસ્ટ સુધી ભારતમાં તૈયાર થઈ શકે છે, સીએમ રાવે પ્રધાનમંત્રી મોદીને જણાવ્યુ, જાણો બીજું શું કહ્યું

દુનિયામાં દરેક દેશ દ્વારા કોરોના વાયરસની વેક્સિન શોધવામાં આવી રહી છે. કોરોના વાયરસની વેક્સિન શોધવા માટે દરેક દેશ અત્યારે રાત-દિવસ એક કરી રહ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે તેલંગાણાના મુખ્યમંત્રી ચંન્દ્રશેખર રાવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને માહિતી આપી હતી કે જુલાઈ ઓગસ્ટ સુધીમાં હૈદરાબાદમાં કોરોના વાયરસની વેક્સિન તૈયાર થઈ શકે છે. તેમણે સોમવારે પ્રધાનમંત્રી મોદીની સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા થયેલ વાતચીતમાં આ વાતની જાણકારી આપી હતી.

મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા કરવામાં આવેલ રજૂઆત અનુસાર ચંદ્રશેખર રાવે પ્રધાનમંત્રીને કહ્યું હતું કે, “કોરોના વાયરસ માટે વેક્સિન તૈયાર કરવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. એક સંભાવના છે કે આપણા દેશમાં તૈયાર થઇ જશે. હૈદરાબાદમાં કંપનીઓ તેના માટે ખૂબ જ મહેનત કરી રહી છે. એ વાતની સંભાવના છે કે હૈદરાબાદમાં વેક્સિન જુલાઈ-ઓગસ્ટ સુધીમાં તૈયાર કરી લેવામાં આવશે. જો વેક્સિન ઉપલબ્ધ થઇ જશે તો તે આ પરિસ્થિતિને બદલવા માં સહાયક થશે.”

ઉલ્લેખનિય છે કે ભારત બાયોટેક દ્વારા હાલમાં જ પ્રધાનમંત્રીને માહિતી આપવામાં આવી હતી કે કોરોના વાયરસ પર કામ પ્રગતિમાં છે અન્ય કંપનીઓ પણ આ પ્રકારની કામગીરીમાં લાગેલી છે.

ટ્રેનના સંચાલનનો કર્યો વિરોધ

વળી, બેઠક દરમિયાન મુખ્યમંત્રી ચંન્દ્રશેખર રાવે પ્રધાનમંત્રીને ટ્રેનોને ફરીથી સંચાલિત નહીં કરવા માટેનો આગ્રહ કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે કોરોના વાયરસને રોકવા માટે રેલ્વે સંચાલનને સ્થગિત કરી દેવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ટ્રેનના સંચાલનથી વાયરસ ફેલાવવાનો ખતરો છે, કારણ કે બની શકે છે કે અમુક યાત્રીઓ સંક્રમિત હોય અથવા તેમનાં માં વાયરસના લક્ષણો હોય.

મુખ્યમંત્રીએ બેઠકમાં કહ્યું હતું કે કોરોના વાયરસનો પ્રભાવ મોટાભાગે દેશના મુખ્ય શહેરોમાં જોવા મળ્યો છે. જેમાં દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, હૈદરાબાદ જેવા શહેરો સામેલ છે. કોરોના વાયરસના દર્દીઓની સૌથી વધારે સંખ્યા આ શહેરોમાં છે.

તેમણે કહ્યું હતું કે જો ટ્રેનોનું સંચાલન થાય છે, તો અહીંયા થી લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ અવર-જવર કરશે, જે વાયરસના ખતરાને આમંત્રણ આપવા જેવું છે. તે સંભવ નથી કે દરેક વ્યક્તિની તપાસ કરી શકાય. સાથો સાથ ટ્રેનમાં યાત્રા કરનાર દરેક વ્યક્તિને ક્વોરંટાઈનમાં રાખવો પણ સંભવ નથી. આવી રીતે પેસેન્જર ટ્રેનનું સંચાલન થવું જોઈએ નહીં.