કોરોના વાયરસની દવા માટે શરૂ કરવામાં આવેલ સેફ્ટી ટ્રાયલમાં પી.જી.આઇ ને સફળતા મળી ગઈ છે. રક્તપિતનાં ઈલાજમાં આપવામાં આવતી દવા એમ. ડબલ્યુ. ની અસર પી.જી.આઇ ને એવા દર્દી પર જોવા મળી જેમને સારવાર દરમિયાન ઓક્સિજનની જરૂર પડતી હતી. ચારેય દર્દીને એમ.ડબલ્યુ. વેક્સિન ની ૦.૩ એમ.એલ. દવાનું ઇન્જેક્શન સતત ૩ દિવસ સુધી આપવામાં આવ્યું અને મળી આવ્યું કે દર્દી પર વેક્સિનનો ઉપયોગ બિલકુલ સુરક્ષિત થઈ રહ્યો છે.
પી.જી.આઇ ના ડોક્ટરોનું માનવામાં આવે તો આ દવાનો ઉપયોગ પહેલા રક્તપિત્ત અને ન્યુમોનિયા ગ્રસ્ત દર્દીઓ ઉપર કરવામાં આવતો હતો અને તેમાં પણ દવાનાં ઉપયોગને સુરક્ષિત માનવામાં આવ્યો છે. હવે કોરોના વાયરસના દર્દીઓ પર આ દવા સુરક્ષિત માનવામાં આવી છે. પી.જી.આઇ. ચંડીગઢ સિવાય કોરોના વાયરસના દર્દીઓ પર આ દવાની ટ્રાયલ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઇમ્સ) દિલ્હી અને ભોપાલમાં પણ કરવામાં આવી રહેલ છે. પી.જી.આઇ. ના ડાયરેક્ટર પ્રોફેસર જગતરામનું કહેવું છે કે કોરોના દવાના ટ્રાયલ માટે ડોક્ટરોની ટીમ કામ શરૂ કરી ચૂકી છે અને ૪ દર્દીઓ પર દવાના ઉપયોગથી ખૂબ જ સારા પરિણામો સામે આવ્યાં છે. ખૂબ જ જલ્દી આ દવાથી વધારે દર્દીઓ પર તેનો ઉપયોગ શરૂ કરવામાં આવશે.
૪ કોરોના દર્દીઓ થયા સ્વસ્થ
પી.જી.આઇ. પલમોનરી વિભાગ થી અધ્યયન કરતાં પ્રોફેસર રીતેશ અગ્રવાલનું કહેવું છે કે ૪ એવા દર્દીઓને સેફ્ટી ટ્રાયલ માટે પસંદ કરવામાં આવ્યા હતા, જેમને ઓક્સિજન ઉપર રાખવામાં આવ્યા હતા. વાયરસ જ્યારે દર્દી પર આક્રમણ કરે છે તો તેમના શરીરના ડિફેન્સ સેલ્સ સક્રિય થઈ જાય છે અને વાયરસ સાથે લડવા માટે પૂરી તાકાત લગાવી દે છે. તેવામાં અમુક દર્દીઓના શરીર પર પ્રતિકૂળ અસર પડે છે. ડિફેન્સ સેલ્સનો ખરાબ પ્રભાવ પણ શરીર પર આવવા લાગે છે. આવી સ્થિતિને નિયંત્રિત કરવા માટે દર્દીને ડ્યુનોમોડુલેટર દવા આપવામાં આવે છે જે રોગ પ્રતિરોધક ક્ષમતાને કંટ્રોલ કરી શકે.
દર્દીના શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા ફક્ત વાયરસ સાથે લડવા અને પોતાના શરીરની રક્ષા કરે એટલા માટે દર્દીને એમ.ડબલ્યુ. વેકસીનનાં ઇન્જેક્શન લગાવવામાં આવ્યા. ઇન્જેક્શન લગાવ્યા બાદ ચારેય દર્દીઓ સ્વસ્થ થઈ ગયા અને દવાના સેફ્ટી ટ્રાયલમાં સફળતા મળી. આગળના ટ્રાયલમાં જોવામાં આવશે કે દવા બાદ દર્દીઓના ઈલાજ દરમિયાન કેટલી ઓક્સિજન, કેટલા દિવસ માટે વેન્ટિલેટરની જરૂરિયાત રહે છે. એક દર્દીને દવા આપવામાં આવશે જ્યારે અન્ય બીજા દર્દીને દવા વગર બીજી રીતથી ઈલાજ કરવામાં આવશે.
હવે ચેક થશે કેટલા ડોઝથી જલ્દી સ્વસ્થ થાય છે દર્દી
પલમોનરી વિભાગના એચ.ઓ.ડી પ્રોફેસર દિગંબર કહેવું છે કે સેફટી ટ્રાયલ આ પહેલાં પણ ઘણા દર્દીઓમાં કરવામાં આવી ચુકેલ છે. ત્યારબાદ વધારે દર્દીઓમાં દવાની અસરને જોવી પણ જરૂરી છે. એક દર્દીને સ્વસ્થ થવામાં કેટલા દિવસ લાગે છે, દર્દીને દવાનો કેટલો ડોઝ આપવો યોગ્ય છે, તે બધુ આ ટ્રાયલ પૂર્ણ થયા બાદ માલુમ પડશે.