કોરોના વાયરસ અને કોવિડ-૧૯, આ બંને વચ્ચેનો ફરક જાણો છો તમે?

Posted by

ભારતમાં કોરોના વાયરસનાં મામલા ૧.૪ લાખથી વધારે નો આંકડો સ્પર્શ કરી ચૂક્યા છે. વળી દુનિયાભરમાં આ ખતરનાક વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા ૬૦ લાખ સુધી પહોંચવા આવી ગઈ છે. તેમ છતાં પણ કોરોના વાયરસનાં જલદી ખતમ થવાના કોઇ અણસાર હાલમાં નજર આવી રહ્યા નથી.

Advertisement

શું તમે પણ કોવિડ-૧૯ મહામારીને લઈને અસ્પષ્ટ છો?

જો તમને પણ કોવિડ-૧૯ ને સમજવામાં મુશ્કેલી આવી રહી છે, તો પરેશાન થવાની જરૂર નથી. કારણકે તમે એવા એકલા વ્યક્તિ નથી, જેમને આ સમજમાં ન આવી રહ્યું હોય. આ એક એવી રહસ્યમય બીમારી છે, જેના થોડા-થોડા સમય બાદ નવા લક્ષણો સામે આવી રહ્યા છે. એ જ કારણ છે કે બધા લોકોના મગજમાં તેને લઈને ઘણા બધા સવાલો રહેલા છે.

કોરોના વાયરસ અને કોવિડ-૧૯ માં શું ફરક

સૌથી મોટો સવાલ કે જે લોકોના મગજમાં છે કે શું કોવિડ-૧૯ અને કોરોના વાયરસમાં કોઈ ફરક છે? આ બંને શબ્દોનો ઉપયોગ સતત થઇ રહ્યો છે, એટલા માટે કોઈપણ વ્યક્તિ તેને સમજી ન શકે તે સામાન્ય બાબત છે. તમારે તે સમજવાની જરૂર છે કે કોરોના વાયરસ અને કોવિડ-૧૯ બંને વચ્ચે પરસ્પર સંબંધ છે, પરંતુ બંને એક નથી.

શું છે કોરોના વાયરસ

ઘણા પ્રકારના વાયરસ અને તેનાથી ઉત્પન્ન થતી બીમારીઓને વિશિષ્ટ નામ આપવામાં આવેલ છે. કોરોના વાયરસ એક વાયરસનાં પરિવારને સંદર્ભિત કરે છે, જે બીમારી ફેલાવનાર વાયરસનાં પ્રસાર માટે જવાબદાર છે. જેમાંની ઘણી બીમારીઓ જીવલેણ છે, જેમ કે MERS, SARS, શરદી.

આ નામ કેવી રીતે પડ્યું

કોરોના વાયરસ નામ લેટિન ભાષાનાં શબ્દ “કોરોના” થી આવેલ છે, જેનો અર્થ થાય છે “તાજ”. આ વાયરસને આવું નામ એટલા માટે આપવામાં આવ્યું, કારણકે જ્યારે તેને માઈક્રોસ્કોપ થી જોવામાં આવે છે તો તે એક “તાજ” નો આકાર જોવા મળે છે. આ વાયરસ જુનોટીક છે, જેનો મતલબ થાય છે કે આ જાનવરો અને મનુષ્યોની વચ્ચે પ્રસારિત થાય છે. SARS-CoV સીવેટ બિલાડીઓ માંથી મનુષ્યોમાં પ્રસારિત થયો અને MERS-CoV ડ્રોમડેરી ઊંટ માંથી પ્રસારિત થયો.

શું છે કોવિડ-૧૯

તેની તુલનામાં કોવિડ-૧૯ નામ હાલમાં જ મળી આવેલ કોરોના વાયરસનાં એક પ્રકારને આપવામાં આવ્યું છે. જેની શરૂઆત ચીનના વુહાન શહેરથી થઈ હતી. આધિકારિક રૂપથી તેને પહેલા સિવિયર એકયુટ રેસ્પિરેટરી કોરોના વાયરસ-૨ એટલે કે SARS-CoV-2 નામ આપવામાં આવ્યું હતું. કોવિડ-૧૯ તે બીમારી છે જેના કારણે SARS-CoV-2 વાયરસ ફેલાય છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *