અત્યાર સુધીનાં સૌથી મોટા સમાચાર : ભારત દ્વારા કોરોના વાયરસની દવા શોધી લેવામાં આવી, જાણો તેની કિંમત

Posted by

ફાર્મા કંપની ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ દ્વારા કોરોના વાયરસનાં ઈલાજમાં મદદ કરવા વાળી દવા રજૂ કરી દીધી છે. DCGI ભારતીય ઔષધી મહાનિયંત્રક તરફથી આ દવા માટે મંજૂરી પણ આપી દેવામાં આવી છે. આ દવા હળવા અને મામૂલી મૂળરૂપથી પીડિત દર્દીઓનો ઇલાજ કરશે. કંપની તરફથી નિવેદન આપવામાં આવ્યું હતું કે આ એક એંટી વાયરલ દવા ફેવિપિરાવિર છે, જેને કંપનીએ “ફેબીફ્લૂ” નામથી લોન્ચ કરી છે. આ પહેલી મોઢેથી લઇ શકાય તેવી દવા છે. આ દવાની કિંમત ૧૦૩ રૂપિયા પ્રતિ ટેબલેટ છે. જણાવી દઈએ કે વિશ્વભરમાં કોરોના વાયરસનાં ઈલાજને લઈને વેક્સિન તૈયાર કરવા માટેની કોશિશ કરવામાં આવી રહી છે.

કંપનીનું કહેવું છે કે પહેલા દિવસે તેની 1800 એમજી ની ૨ ટેબલેટ લેવાની રહેશે. ત્યારબાદ ૧૪ દિવસ સુધી 800 એમજી ની ૨ ટેબલેટ લેવાની રહેશે. તે સિવાય બીજી DCGI દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેને ફક્ત યુવાનો ઉપર જ ઉપયોગ કરવામાં આવે. વળી લિવર અને કિડનીના દર્દીઓ સિવાય ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને આ દવા ન આપવામાં આવે.

તેમણે કહ્યું હતું કે ગ્લેનમાર્ક સરકાર અને ચિકિત્સા સમુદાય સાથે મળીને કામ કરશે. જેથી દેશભરના દર્દીઓ માટે ફેબિફ્લુ જલ્દી પહોંચાડી શકાય. આ દવા ૪ દિવસની અંદર વાયરલ લોડને ઘટાડે છે અને ઝડપથી રોગસૂચક અને રેડિયોલોજિકલ સુધાર પ્રદાન કરે છે. તેમણે કહ્યું હતું કે હળવા કોરોના સંક્રમિત મામલામાં આ દવા થી ૮૮% સુધી સુધારો થયેલ છે.

ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ ના ચેરમેન તથા નિર્દેશક ગ્લેન સલ્દાન્હા એ જણાવ્યું હતું કે, “આ મંજૂરી એવા સમયમાં મળી છે, જ્યારે ભારતમાં કોરોના વાયરસનાં મામલા પહેલાની તુલનામાં ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. તેનાથી આપણી સ્વાસ્થ્ય સેવા પ્રણાલી ઉપર ખૂબ જ દબાણ રહેલું છે. તેમણે આશા દર્શાવી હતી કે ફેબિફ્લુ જેવા પ્રભાવી ઈલાજ ની ઉપલબ્ધતા થી આ દબાણને મોટાભાગે ઓછું કરવામાં મદદ મળશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, “અમુક શરતોની સાથે આ દવાના ઈમરજન્સી ઉપયોગની પરવાનગી આપવામાં આવી છે, જેમાં પ્રત્યેક રોગી અથવા તેના પ્રતિનિધિ પાસેથી લેખિતમાં સહમતી લેવાનું પણ સામેલ છે. તે સિવાય કંપનીએ આ દવાના પ્રભાવ અને સુરક્ષાના આંકલન માટે પહેલા ૧ હજાર દર્દીઓ પર ઉપયોગ કર્યા બાદ સતત દેખરેખ પણ રાખવાની રહેશે. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, જો કે પરીક્ષણ હજુ પણ ચાલુ છે, તેમ છતાં પણ DCGI દ્વારા આ દવાને મંજૂરી આપી દેવામાં આવી છે કારણ કે અત્યાર સુધી તેના પરિણામ ઉત્સાહજનક રહ્યા છે.

જણાવી દઈએ કે સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર દેશમાં શનિવારના રોજ કોરોના વાયરસનાં એક દિવસમાં રેકોર્ડ ૧૪,૫૧૬ નવા મામલા સામે આવ્યા હતા. અત્યાર સુધીમાં દેશભરમાં આ મહામારી ના કારણે લોકોની સંખ્યા ૪,૧૧,૭૨૭ થઈ ગઈ છે. કોરોના ને કારણે અત્યાર સુધીમાં દેશમાં ૧૩,૨૭૭ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *