કોરોના વાઇરસનાં ડેલ્ટા પ્લસ વેરીએન્ટ થી બચવું હોય તો પોતાની ડાયટમાં આ ૫ ચીજોને અત્યારથી જ સામેલ કરી લો

ઇમ્યુનિટી બુસ્ટર : કોરોના વાઇરસની ત્રીજી લહેરમાં નવા ડેલ્ટા વેરીયન્ટ થી લોક ગભરાયેલા છે. એવામાં તમારે તમારી ઇમ્યુનીટી ને મજબુત રાખવી ઘણી જરૂરી છે. રોગ પ્રતિરોધક ક્ષમતા મજબુત હોવા પર તમે ઘણી જાતની બીમારીઓથી બચી જાઓ છો. તમે આ 5 વસ્તુ થી તમારી ઇમ્યુનીટી મજબુત કરી શકો છો.

કોરોનાની બીજી લહેરે લોકોની અંદર ભય ઉત્પન્ન કરી દીધો છે. હવે ત્રીજી લહેરની આહટ થી લોકો પરેશાન થઈ ચુક્યા છે. કોરોનાની ત્રીજી લહેરથી બચવા માટે લોકો પુરી કોશિશ કરી રહ્યા છે. એવામાં પોતાની ઇમ્યુનિટી મજબુત બનાવવાની પુરી કોશિશ કરી રહ્યા છે. કારણ કે જે લોકોની ઇમ્યુનીટી ઓછી હોય છે, તેમને જલ્દી જ બીમારીઓ ઘેરી લે છે. એવા લોકોમાં કોરોના વાયરસનો ખતરો પણ વધી જાય છે. સામાન્ય રીતે બદલતા મોસમમાં લોકોની ઇમ્યુનિટી વધારે કમજોર થઈ જાય છે. તેવામાં તમારે તમારી રોગપ્રતિરોધક ક્ષમતાને મજબુત જાળવી રાખવી જોઈએ. આજે અમે તમને એવી ૫ વસ્તુ બતાવવા જઈ રહ્યા છે, જેનાથી તમે તમારી ઇમ્યુનીટી વધારી શકો છો.

મશરૂમ

મશરૂમ ખાવાથી ઇમ્યુનિટી મજબુત થાય છે. મશરૂમ માં વિટામીન-ડી અને બીજા ઘણા જરૂરી પોષક તત્વો હોય છે. મશરૂમ હેલ્થ માટે ઘણુ ફાયદાકારક છે. ઇમ્યુનિટીને મજબુત કરવા માટે તમારે મશરૂમ ખાવું જોઈએ.

નારીયલ તેલ

ઇમ્યુનિટી વધારવા માટે તમારે ભોજન બનાવવામાં નારિયેળ તેલનો ઉપયોગ કરવો જોઈએ. ઘણા લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રમાણે પણ તેલ ઉપયોગ કરે છે. તેવામાં ખોરાક બનાવવા માટે નારિયેળ પણ સારો ઓપ્શન છે. એનાથી તમારી રોગપ્રતિકારક ક્ષમતા પણ મજબુત થાય છે.

ફુદીનો

ફુદીનાનાં પાન થી પણ ઇમ્યુનિટી મજબુત થાય છે. એમાં ઘણી માત્રામાં વિટામિન સી, ફોસ્ફરસ અને કેલ્શિયમ હોય છે. ગરમીમાં ફુદીના ખાવાથી રોગ પ્રતિરોધક ક્ષમતા મજબુત થાય છે.

પાલક

ઇમ્યુનિટી વધારવા માટે લીલા પાંદડાવાળા શાકભાજી સારું ઓપ્શન છે. તમે ખોરાકમાં પાલક ખાઈ શકો છો. તેનાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા મળે છે. પાલકમાં વિટામિન અને ફાઇબર ભરપુર હોય છે. તેનાથી ઇમ્યુનિટી મજબુત થાય છે.

બ્રોકલી

બ્રોકલી ખાવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા મળે છે. તેનાથી તમારી ઇમ્યુનીટી પણ મજબુત થાય છે. તમે સલાડ, શાકભાજી અને સુપનાં રૂપમાં બ્રોકલી ખાઈ શકો છો. બ્રોકલી ખાવાથી શરીરને વિટામિન અને એન્ટી ઓક્સિડેન્ટ ગુણ મળે છે અને ઇમ્યૂનિટીને પણ મજબુત થાય છે.