કોરોના વાયરસને કારણે શા માટે થાય છે દર્દીઓનાં મૃત્યુ, વૈજ્ઞાનિકોએ કારણ શોધી કાઢ્યું

કોરોના વાયરસ સંક્રમણને કારણે કેવી રીતે દર્દીનું મૃત્યુ થઇ જાય છે, વૈજ્ઞાનિકોએ તેની જાણકારી મેળવી લીધી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોરોના વાયરસને કારણે લોકોનું મૃત્યુ મુખ્ય રૂપથી રોગ પ્રતિરોધક ક્ષમતા નાં વધુ પડતા સક્રિય થઇ જવાને કારણે થાય છે.

પત્રિકા “ફ્રંટીયર્સ ઇન પબ્લિક હેલ્થ” માં પ્રકાશિત અધ્યયનમાં શોધકર્તાઓએ પણ ચરણબધ્ધ રીતે આ વાત જણાવી છે કે આ વાયરસ કેવી રીતે શ્વાસન નાં માર્ગને સંક્રમિત કરે છે, કોશિકાઓની અંદર અનેક ગણો વધી જાય છે અને ગંભીર મામલાઓમાં પ્રતિરોધી ક્ષમતાને અતિસક્રિય કરી દે છે જેને વૈજ્ઞાનિક ભાષામાં તો “સાઇટોકાઇન સ્ટોર્મ” કહેવામાં આવે છે.

સાઇટોકાઇન સ્ટોર્મ શ્વેત રક્ત કોશિકાઓની અતિ સક્રિય સ્થિતિ છે. આ સ્થિતિમાં સાઇટોકાઇન મોટી માત્રામાં લોહીમાં ઉત્પન્ન થાય છે. આ અધ્યયનનાં લેખક તેમજ ચીનના “જુન્યિ મેડિકલ યુનિવર્સિટી” માં પ્રોફેસર રહેલા દાઈશુન લિયુએ કહ્યું, “સાર્સ અને મર્સ જેવા સંક્રમણ બાદ પણ આવું જ થતું હતું. આંકડાઓ દર્શાવે છે કે કોરોના વાયરસથી ગંભીર રૂપથી સંક્રમિત દર્દીઓને સાઇટોકાઇન સ્ટોર્મ થઈ શકે છે.

સાઇટોકાઇન સ્ટોર્મ થી વધુ તાવ આવે છે અને લોહી જામી જાય છે

લિયુ એ કહ્યું કે, “ખૂબ જ ઝડપથી વિકસિત સાઇટોકાઇન મોટી માત્રામાં લીમ્ફોસાઇટ અને ન્યૂટ્રોફિલ જેવી પ્રતિરક્ષા કોશિકાઓને આકર્ષિત કરે છે. જેના કારણે આ કોશિકાઓ ફેફસાની પેશીઓમાં પ્રવેશ કરે છે અને ફેફસાંને નુકસાન પહોંચાડે છે. શોધકર્તાઓના કહેવું છે કે સાઇટોકાઇન સ્ટોર્મ માં ખૂબ જ તાવ અને શરીરમાં લોહી જામવાં જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થવા લાગે છે.”

શરીરના આ અંગો કામ કરવાનું બંધ કરે છે

તેમણે કહ્યું હતું કે શ્વેત રક્ત કોશિકાઓ સ્વસ્થ પેશીઓ ઉપર હુમલો કરવા લાગે છે અને ફેફસાં, હૃદય, યકૃત, આંતરડા, કિડની પર પ્રતિકૂળ અસર પહોંચાડે છે. જેનાથી તે કામ કરવાનું બંધ કરી દે છે. તેમણે કહ્યું હતું કે ઘણા અંગોનું કામ બંધ થવાને કારણે ફેફસા કામ કરવાનું બંધ કરી શકે છે. આ સ્થિતિને “એકયુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ” કહે છે. શોધકર્તાઓએ કહ્યું હતું કે કોરોના વાયરસને કારણે મોટાભાગના મૃત્યુનું કારણ શ્વસન પ્રણાલી સંબંધી પરેશાની હોય છે.”