કોરોના વાયરસને લઈને ગુજરાતને મળી મોટી સફળતા, ઇલાજમાં થશે મદદ

Posted by

ફક્ત આપણા દેશમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં કોરોના વાયરસ સાથે લડવા માટે વૈજ્ઞાનિકો નવી નવી ખોજ કરી રહ્યા છે. વેક્સિન બનાવવા માટેની અલગ અલગ રીતો શોધી રહ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે ગુજરાતના વૈજ્ઞાનિકો એ કોરોના વાયરસ વિરુદ્ધ ચાલી રહેલ આ જંગમાં એક મોટી સફળતા પ્રાપ્ત કરી છે. ગુજરાતના વૈજ્ઞાનિકોએ દેશમાં પહેલીવાર કોરોના વાયરસનાં જીનોમ સિક્વન્સ શોધી કાઢ્યા છે.

ગુજરાત બાયોલોજી રિસર્ચ સેન્ટર (GBRC) નાં વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસ ના જીનોમ સિક્વન્સ શોધી લીધા છે. GBRC ના નિર્દેશક ચેતન્ય જોશીએ ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી. બાદમાં ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા રિટ્વીટ કરવામાં આવ્યું અને વૈજ્ઞાનિકોને અભિનંદન આપવામાં આવ્યા.

ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જે ટ્વીટ કરવામાં આવ્યું તેમાં લખ્યું હતું કે GBRC ના વૈજ્ઞાનિકો પર મને ગર્વ છે. દેશના કોઇપણ રાજ્યની પ્રયોગશાળામાં પહેલીવાર કોરોના વાયરસ કોવિડ-૧૯ એટલે કે ના પુરા જીનોમ સિક્વન્સ શોધવામાં આવ્યા છે. ટ્વીટમાં આગળ લખવામાં આવ્યું છે કે જીનોમ સિક્વન્સ થી કોરોના વાયરસ ની ઉત્પત્તિ, દવા બનાવવા, વેક્સિન તૈયાર કરવા, વાઈરસના ટાર્ગેટ અને વાયરસને ખતમ કરવા ને લઈને ઘણી મહત્વપૂર્ણ બાબતો જાણી શકાશે.

GBRC ના નિર્દેશક ચૈતન્ય જોષીએ જણાવ્યું હતું કે અમે ગુજરાતના ઘણા કોરોના વાયરસ પીડિત દર્દીઓનાં શરીરમાંથી વાયરસના જીન્સ લીધા હતા. ઘણી જગ્યાઓએ થી સેમ્પલ લીધા બાદ અંદાજે ૧૦૦ સેમ્પલનો DNA ટેસ્ટ કરવામાં આવ્યો. ત્યારે તમને આ સફળતા મળી છે અને અમે પુરા જીનોમ સિક્વન્સ શોધી શક્યા છીએ.

ચેતન્ય જોશીએ કહ્યું હતું કે કોરોના વાયરસમાં ૯ બદલાવ જોવા મળ્યા છે. તેનાથી ફાયદો એ થશે કે આપણને કોરોના વાયરસની વેક્સિન શોધવામાં સરળતા થશે. સાથો સાથ તેની દવા બનાવવામાં પણ ખુબ જ મદદ મળશે.

ચેતન્ય જોશીએ જણાવ્યું હતું કે વાયરસ માં એક મહિનામાં બે વખત મ્યુટેશન મળી આવ્યું હતું. એટલે કે કોરોના વાયરસ સતત પોતાની જાતને બદલી રહ્યો છે. જોકે પહેલા થયેલી શોધમાં જણાવ્યા અનુસાર કોરોના વાયરસના જીનોમમાં થઇ રહેલ બદલાવ ખૂબ જ મામૂલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *