કોરોના વાયરસની ઉત્પત્તિની તપાસને લઈને ચીન-અમેરિકા વચ્ચે તકરાર વધી

કોરોના વાયરસને લઈને ચીન અને અમેરિકા વચ્ચે તકરાર વધતી જઈ રહી છે. ચીને સોમવારના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તે માંગણીને નકારી કાઢી હતી જેમાં તેઓએ કહ્યું હતું કે કોરોના વાયરસની ઉત્પત્તિની તપાસ કરવા માટે એક અમેરિકી ટીમને વુહાનમાં જવાની મંજૂરી આપવામાં આવે. ચીને ટ્રમ્પની માંગણીને નકારી કાઢતાં કહ્યું હતું કે તે પણ અન્ય દેશોની જેમ કોરોનાવાયરસ થી “પીડિત છે, અપરાધી નહીં”.

અમેરિકાએ તપાસ શરૂ કરી છે કે શું આ ઘાતક વાયરસ વુહાન ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી થી નીકળ્યો હતો. રવિવારે ટ્રમ્પે કહ્યું હતું કે કોરોના વાયરસને લઈને ચીનના વલણથી ખુશ નથી. ટ્રમ્પે કહ્યું હતું કે, “અમે ચીન સાથે થોડા સમય પહેલા આ બાબતમાં વાત કરી હતી કે વુહાનમાં શું ચાલી રહ્યું છે. અમે વુહાન જઈને જોવા માંગીએ છીએ કે હવે ત્યાં શું થઈ રહ્યું છે?”

કંપની ટિપ્પણીઓ પર પ્રતિક્રિયા આપતા ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુંઅંગે મીડિયા બ્રેકિંગ માં કહ્યું હતું કે, “કોરોનાવાયરસ સમગ્ર માનવજાતિ માટે દુશ્મન છે.” તેમણે પોતાના તીખા જવાબમાં કહ્યું, “તે દુનિયામાં કોઈપણ સમયે અને કોઈપણ જગ્યાએ સામે આવી શકે છે. કોઈપણ અન્ય દેશની જેમ ચીન પણ આ વાયરસ થી પ્રભાવિત થયેલ છે. ચીન આ મહામારી થી પોતે પણ પીડિત છે, અપરાધી નથી.”

કોરોના વાયરસ સૌથી પહેલા વુહાનમાં સામે આવ્યો હતો

કોરોનાવાયરસ સૌથી પહેલા ચીની શહેર વુહાન માં સામે આવ્યો હતો ટ્રમ્પ અને ઘણા અમેરિકાના નેતાઓએ વાયરસ વિશે પર્યાપ્ત જાણકારી શેયર નહીં કરવા માટે ચીન વિરૂદ્ધ કાર્યવાહી કરવા પર જોર આપ્યું છે ચીનમાં આ મહામારી ને કારણે મૃતકોની સંખ્યા સંશોધિત આંકડા અનુસાર ૪૬૩૨ થઈ ગઈ છે.