કોરોના વાયરસ જીવલેણ બીમારી પાછળ મહિનાથી સમગ્ર દુનિયામાં તબાહી મચાવી રહી છે. આ મહામારીએ પોતાની ઝપેટમાં અત્યાર સુધીમાં લગભગ ૧ કરોડ ૨૫ લાખથી વધારે લોકોને લઈ લીધા છે, જ્યારે ૫.૭૫ લાખ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. આ સમયે બધાની નજર કોરોનાની વેક્સિન પર ટકેલી છે કે ક્યારે કોરોના ની વેક્સિન સામે આવે અને આ મહામારી થી બધાને છુટકારો મળે. પરંતુ અત્યાર સુધી મહામારીને અટકાવી શકાય તેવી કોઈ વેક્સિન બનાવવામાં આવી નથી.
હાલમાં દુનિયાભરમાં ૧૨૦ જગ્યા પર કોરોનાની વેક્સિન બનાવવા માટેના પ્રયાસ ચાલી રહ્યા છે. અમુક દેશોએ તો વ્યક્તિનું મનુષ્ય ઉપર પણ પરીક્ષણ શરૂ કરી દીધું છે અને અમુકે તો વેક્સિન તૈયાર કરી લીધી હોવાનો દાવો કર્યો છે. રશિયાની સેચેનોવ યુનિવર્સિટીએ દુનિયાને પહેલી કોરોના વેક્સિન તૈયાર કરી લીધાનો દાવો કર્યો છે. તેના અનુસાર આ વેક્સિનનાં બધા જ પરીક્ષણ સફળ રહ્યા છે અને આ વર્ષના ઓગસ્ટ મહિનાનાં મધ્ય સુધીમાં દુનિયાભરના લોકો માટે તેને બજારમાં પણ ઉપલબ્ધ કરાવી શકાશે.
વળી ભારતની વાત કરવામાં આવે તો હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક દ્વારા વેક્સિન વિકસિત કરવાનો દાવો કરવામાં આવેલ છે. જોકે હાલમાં તેનું માનવ પરીક્ષણ ચાલી રહ્યું છે. ભારત બાયોટેક સિવાય અન્ય ભારતીય કંપનીઓએ પણ કોરોના વેક્સિન તૈયાર કરી લીધાની વાત કરી છે.
શું ભારત ૧૫ ઓગસ્ટના વેક્સિન લોન્ચ કરશે?
આ ભારતીય ફાર્મા કંપનીઓમાં ઝાયડસ કેડિલા, પૈસિયા બાયોટેક અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ સામેલ છે. આ બધી ભારતીય ફાર્મા કંપનીઓનો દાવો છે કે તેમના પરિક્ષણ સફળ રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને ભારત બાયોટેક દ્વારા મળીને આ વર્ષના ૧૫ ઓગસ્ટના રોજ કોવિડ-૧૯ ની વેક્સિન લોન્ચ કરવામાં આવશે.
પરંતુ સ્વાસ્થ્ય વિશેષજ્ઞો આ વાત પર સવાલ ઉઠાવી રહ્યા છે કે વેક્સિનને તૈયાર કરવામાં જેટલા સમયની જરૂરિયાત હોય છે અને જે પ્રક્રિયામાંથી પસાર થવાનું હોય છે, શું તેનું પાલન કરવામાં આવ્યું છે? હકીકતમાં વેક્સિન બનાવવાની પ્રક્રિયા ઘણા સ્ટેજમાં થઈને પસાર થાય છે અને દરેક સ્ટેજમાં વેક્સિનનાં અસફળ થવાનો દર સૌથી વધારે હોય છે. અત્યાર સુધીમાં સૌથી જલ્દી તૈયાર કરવામાં આવેલ વેક્સિન બનાવવામાં ૪ વર્ષ લાગ્યા હતા. મોટાભાગની વેક્સિનને બજાર સુધી પહોંચવામાં પ થી ૧૫ વર્ષનો સમય લાગી જાય છે. પરંતુ તેમાં કોરોના વેક્સિન જલ્દી આવવાની આશા રાખવી તે પણ કેટલા અંશે યોગ્ય છે?
વેક્સિન પર WHO નું નિવેદન
જોકે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ઘણી વખત કહી ચૂક્યું છે કે વેક્સિન અથવા દવા વગર કોરોના વાયરસ પર કાબૂ મેળવવો મુશ્કેલ છે. સંયુક્ત રાષ્ટ્રનું પણ કહેવું છે કે સામાન્ય જીવનમાં પરત ફરવા માટે વેક્સિન જ એકમાત્ર વિકલ્પ છે. તેના માટે દુનિયાએ વેક્સિન બનાવવામાં સાથે આવવાની જરૂરિયાત છે, સાથોસાથ તેની ફંડિંગ માટે પણ એકઠા થવાની પણ આવશ્યકતા છે.
વળી કોવિડ-૧૯ ના વેક્સિનને વિકસિત કરવા માટે બધા દેશો દરેક સંભવ પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ હજુ પણ આ દિશામાં ઘણું કરવાની જરૂરિયાત છે. કારણકે વેક્સિન વિકસિત થયા બાદ સૌથી પહેલું કામ એ જાણવાનું રહેશે કે આ વેક્સિન કેટલી કારગર અને સુરક્ષિત છે. ક્યાંક એવું ન બને કે મનુષ્ય પર તેની કોઈ ખોટી અસર પડી જાય. આશા રાખીએ છીએ કે વેક્સિન સંપૂર્ણ રીતે સફળ રહે અને જલદીમાં જલદી લોકોને મળી રહે.