કોરોના વાયરસ થી લડતા ભારત માટે એક ગુડ ન્યુઝ છે. કોરોના કેસ ડબલ થવામાં હવે વધુ સમય લાગી રહ્યો છે. આટલું જ નહીં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન અનુસાર ભારતમાં આ બીમારીથી થતાં મૃત્યુઆંકની સંખ્યા દુનિયામાં સૌથી ઓછી છે. તેમણે જણાવ્યું કે પાછલા ૧૪ દિવસમાં ડબલ રેટ ૧૦.૫ દિવસ હતો, તો આજે તે અંદાજે ૧૨ દિવસ થઈ ગયા છે. તેમણે કહ્યું કે આપણો મોર્ટલીટી રેટ ૩.૨% છે, જે દુનિયામાં સૌથી ઓછો છે. સ્વાસ્થ્ય મંત્રી એ જાણકારી આપી કે ૧૦ હજારથી વધુ કોરોનાનાં દર્દી ડિસ્ચાર્જ લઈ ચૂક્યા છે.
અત્યાર સુધી ૧૦,૬૩૨ પેશન્ટ થયા સ્વસ્થ
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રવિવારે સવારે ૮ વાગ્યે આવેલા આંકડાઓ અનુસાર દેશમાં કોરોના વાયરસ થી પીડાતા દર્દીઓ ૧૦,૬૩૨ લોકો સ્વસ્થ થઈને ઘરે જઇ ચુક્યા છે. એક દર્દી વિદેશ ગયો છે. સવારના અપડેટ અનુસાર કોરોના વાયરસથી થતા મૃત્યુની સંખ્યા ૧,૩૦૧ થઈ ગઈ છે. વાયરસથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા ૪૦ હજારથી ઉપર સુધી પહોંચી ગઈ છે. મંત્રાલય અનુસાર ૨૮,૦૪૬ લોકો અત્યારે પણ કોરોનાવાયરસ થી સંક્રમિત છે.
મહારાષ્ટ્ર સૌથી વધારે પ્રભાવિત રાજ્ય
કોરોનાથી થયેલ કુલ ૧,૩૦૧ મૃત્યુમાં સૌથી વધારે ૫૨૧ લોકોનો જીવ મહારાષ્ટ્રમાં ગયો છે. ૨૬૨ લોકો ગુજરાતમાં, ૧૫૧ મધ્યપ્રદેશમાં, રાજસ્થાનમાં ૬૫, દિલ્હીમાં ૬૪ ,ઉત્તર પ્રદેશમાં ૪૩, અને પશ્ચિમ બંગાળમાં તથા આંધ્ર પ્રદેશમાં ૩૩-૩૩ લોકો મૃત્યુ પામ્યા છે. તમિલનાડુમાં મૃત્યુઆંક ૨૯, તેલંગાના ૨૮ જ્યારે કર્ણાટકમાં મૃત્યુઆંક ૨૫ થઈ ગયો છે. મહારાષ્ટ્રમાં ૧૨,૧૯૬ લોકો કોરોના વાયરસથી પીડિત છે. જેમાંથી ૨ હજાર લોકોને હોસ્પિટલમાંથી રજા આપી દીધી છે.
બાકી રાજ્યોની શું છે પરિસ્થિતિ
ગુજરાતમાં રવિવારે સવારે ૫,૦૫૪ લોકોના પોઝિટિવ મળ્યા. ૮૯૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને ૨૬૨ લોકોનું મૃત્યુ થઈ ગયું છે. દિલ્હીમાં કોરોના કન્ફર્મ કેસોનો આંક ૪,૧૨૨ થઈ ગયો છે અને ૧,૨૫૬ને હોસ્પિટલમાંથી રજા આપી છે જ્યારે ૬૪ લોકોનું મૃત્યુ થયું છે.
૧૧ દિવસમાં ૨૦ હજાર કેસ
ભારતમાં ૨૨ એપ્રિલે કોરોના વાયરસના ૨૦,૪૭૧ મામલા હતા. અહિયાં સુધી પહોંચવામાં આપણને અંદાજે ૧૨ અઠવાડિયાનો સમય લાગ્યો છે. તે ઉપરાંત ૧૧ દિવસમાં એટલે કે ૩ મે સવારે ૮ વાગ્યા સુધી મામલાની સંખ્યા ૪૦ હજાર પહોંચી ગઇ છે. આ દરમિયાન કેસનો ડેલી ગ્રોથ રેટ ૫.૨ થી ૮.૧% વચ્ચે રહ્યો છે. ભારતમાં ૨૪ માર્ચ થી લોકડાઉન કરવામાં આવ્યું છે, ત્યાર બાદથી ૩૯,૫૦૦ નવા કેસ સામે આવ્યા છે.