દુનિયામાં કોવીડ-19 થી થતાં મૃત્યુમાં માણસોની સંખ્યા દિવસેને દિવસે એક નવો રેકોર્ડ બનાવે છે. દુનિયાના સૌથી તાકતવર દેશના રાષ્ટ્રપતિ પોતાના દેશમાં થતી મોતની ભવિષ્યવાણી કરવામાં વ્યસ્ત છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક વખત ફરી અમેરિકામાં આ મહામારી થી કુલ મૃત્યુઆંકનો અંદાજો લગાવતા કહ્યું છે કે તેમનો અનુમાન છે કે કોવીડ-19 થી મૃત્યુઆંક ની સંખ્યા ૧ લાખથી ઓછી જ રહેશે. શુક્રવારે તેમણે એવું માન્યું કે આ સંખ્યા વધુ ભયાનક છે.
જણાવી દઈએ તો અમેરિકામાં કોવીડ-19 થી થતાં મૃત્યુઆંકની સંખ્યા પર પહેલી વખત આ વાત નથી કરી. પરંતુ આ પહેલા પણ તેમને અંદાજો લગાવતા આવી રહ્યા છે અને તેમની દરેક વખત તે સંખ્યાને વધુ જ જણાવી છે. ઘણી વખત તો આ વાતમાં તેમણે દેશના વિશેષજ્ઞનો અને આ મુદ્દાને લઈને અધ્યાયનોને પણ પાછળ મૂક્યા છે.
ટ્રમ્પ નાં અંદાજો પાછળ છે આ કારણ
ફરી પ્રશ્ન એ છે કે જ્યારે ચીનને લઈને કહેવામાં આવી રહ્યું છે કે તેણે આ ઘાતક વાયરસ થી થતા મૃત્યુની વાસ્તવિક સંખ્યા સંતાડી છે અથવા કહી શકીએ કે સંખ્યા ઓછી જણાવી છે, તો અમેરિકાના રાષ્ટ્રપતિ પોતાના દેશમાં મોતની સંખ્યાને વધારીને કેમ બતાવવા માંગે છે? તો તેનો જવાબ એ છે કે તેઓ ચીનથી યાત્રા પ્રતિબંધ લગાવીને લોકોના જીવનની રક્ષા કરવા પોતાના પ્રશાસનનાં દાવાને સાચો સાબિત કરવા માંગે છે. જો કે, પ્રાંતીય, સ્થાનિક અને જાહેર ક્ષેત્રના આરોગ્ય અધિકારીઓ દ્વારા ડોકટરો અને નર્સો માટે ચેક કીટ અને સલામતી સાધનોના અભાવના દાવા ટ્રમ્પની કાર્યવાહીને ખુલ્લા પાડે છે.
પહેલા હતું ૨ લાખ ૪૦ હજાર નાગરિકોનાં મૃત્યુનું અનુમાન
વ્હાઇટ હાઉસમાં કોરોના વાયરસ કાર્યબલની સમન્વયક ડોક્ટર ડેબોરા બીકર્સ એ ૨૯ માર્ચનાં કોરોના વાયરસ સંક્રમણ થી ૨ લાખ ૪૦ હજાર અમેરિકી નાગરિકોના મૃત્યુ થવાનું અનુમાન લગાવાયું હતું. સાથે તેમણે કહ્યું હતું કે આવું ત્યારે થશે જ્યારે લોકો સામાજિક અંતરના નિયમોનું પાલન કરતા રહેશે.
તે જ સમયે તેમણે એ પણ કહ્યું હતું કે, આ મહામારી મોડલનાં શરૂઆતી આંકલનથી લાગે છે કે જો સામાજિક અંતર, વારંવાર હાથ ધોવા અને લોકડાઉન જેવા નિર્ણયનું પાલન ન કર્યું, તો કોવીડ-19 થી દેશમાં ૧૫ થી ૨૨ લાખ લોકોના મૃત્યુ થઈ શકે છે. તેના તુરંત બાદ જ ડોનાલ્ડ ટ્રમ્પ અનુમાન લગાવવા લાગ્યા હતા કે દેશમાં અધિકતમ ૧ લાખ થી વધુ લોકોનું મૃત્યુ આ સંક્રમણ થી થશે.
વિચારવા જેવી વાત એ છે કે જેને લઇને શરૂઆતમાં માનવામાં આવતું હતું કે ચીને દુનિયા સામે મૃત્યુ આંકની સંખ્યા જાહેર કરી છે, તે સંખ્યા ઓછી છે. આ વાત તે સમયે સાચી સાબિત થઈ જ્યારે થોડા દિવસ પહેલા તેણે વુહાનમાં થયેલ મૃત્યુને લઈને કહ્યું કે ખોટી રીતે મામલા રિપોર્ટ થવાને કારણે આ વાયરસથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા બતાવવામાં તેમનાથી પહેલા ભૂલ થઈ ગઈ હતી.