એક પરફેક્ટ લગ્ન થયા બાદ દરેક કપલ એવું ઈચ્છે છે કે તેના વેડિંગ ફોટો એકદમ પરફેક્ટ આવે, જેને તે જ્યારે પણ જુએ તો તેને મેમરી તેની સામે રીફ્રેશ થઈ જાય. લગ્ન થયા બાદ હનીમુન નો સમય આવે છે, ત્યાં પણ આપણે એવું ઇચ્છીએ છીએ કે એક બાદ એક લેવામાં આવેલા ફોટો પરફેક્ટ હોય. દરેક પોઝ યુનિક અને રોમેન્ટિક હોય તો તમે પણ કંઈક આવું જ વિચારી રહ્યા છો કે હનીમુન પર કેવી રીતે રોમેન્ટિક ફોટો ક્લિક કરવા જોઈએ. તો આ આર્ટીકલ દ્વારા અમે તમારી મદદ કરીશું. અહીંયા અમે તમને રોમેન્ટિક ફોટો ક્લિક કરવા માટેની અમુક ટિપ્સ જણાવીશું. વળી આ આર્ટીકલ ફક્ત હનીમુન કપલ માટે નથી, પરંતુ દરેક કપલ માટે છે જે બહાર એકબીજાની સાથે ફરવા જઈ રહ્યા છે.
લોકેશન શોટ
એવો ફોટો જે તમારા દ્વારા પસંદ કરવામાં આવેલ સુંદર લોકેશનને પણ દર્શાવે છે, તે હંમેશા તમારી તસ્વીર ક્લિક લિસ્ટમાં જરૂર હોવી જોઈએ. આ હનીમુન શોટમાં તમે કપલ ના રૂપમાં શૉ ઓફ પણ કરી શકો છો, સાથોસાથ શાનદાર લોકેશન બતાવી શકો છો. બેસ્ટ લોકેશન લેવા માટે તમારે ફક્ત તે વાતનું ધ્યાન રાખવાનું રહેશે કે તમારે ટુરિસ્ટની ભીડ ઓછી થવા દેવી, ત્યારે તમે આ પ્રકારનો શાનદાર શોટ લઇ શકશો.
સનસેટ શોટ
બની શકે છે કે તમારુ ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુક પોસ્ટ સુર્યાસ્તનાં સુંદર શૉટની સાથે ભરેલુ પડેલું હોય, પરંતુ વધુ એક રીતે તે ખુબ જ લોકપ્રિય છે. જો તમે કોઈ શૉટ સૌથી વધારે રોમેન્ટિક બતાવી શકો છો, તો તે સનસેટ શૉટ માં લેવામાં આવેલ તસ્વીર છે. સુવર્ણ રોશની, તડકાની છેલ્લી કિરણો, એક રોમેંટીક વાતાવરણ બનાવવામાં કોઈ કસર છોડતી નથી. જો તમારા લોકેશનની આસપાસ એક પરફેક્ટ લોકેશન છે, તો તમે કંઇક આ પ્રકારનો શૉટ ક્લિક કરી શકો છો.
હેન્ડ ઇન હેન્ડ શૉટ
હેન્ડ ઇન હેન્ડ વોકિંગ શૉટ તે ક્લાસિક શૉટ માંથી એક હોવો જોઈએ. લોકેશન ની સુંદરતા બતાવીને તમે પોતાના પાર્ટનરના હાથમાં હાથ રાખીને ચાલતા સમયે ફોટો ક્લિક કરી શકો છો. આ ફોટો પણ રોમેન્ટિક પણ કેપ્ચર કરવામાં તમારી ખુબ જ મદદ કરશે.
કોઝી શૉટ
ભલે તમે હનીમુન પર ગયેલા હોય તે ફક્ત પોતાના પાર્ટનરની સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરવા માટે ફરવા ગયેલા હોય, તમે બંને કોજી અથવા કડલ ફોટો ક્લિક કરાવી શકો છો. ફોટોમાં તમે બંને કેવા દેખાશો તે વાતની ચિંતા કરવી નહીં. બસ તે પળ માં તમારે બંનેએ ડુબી જવાની કોશિશ કરવી.
પ્લેફુલ પોઝ
વળી હનીમુન સંપુર્ણ રીતે રોમેન્ટિક પોઝ આપવા માટે રોમેન્ટિક પળોને એક સાથે વિતાવવા સાથે જોડાયેલ હોય છે, પરંતુ ફોટો માટે એકબીજા સાથે થોડી મસ્તી પણ કરવી જરૂરી છે. તમે બંને એકબીજાને મસ્તી મજાક કરતા ફોટો ક્લિક કરી શકો છો. તમે પોતાના પાર્ટનરને ઉઠાવીને મસ્તી ભરેલા અને રોમેન્ટિક ફોટો ક્લિક કરી શકો છો.