Covid-19 ની વચ્ચે ક્રિકેટને ફરીથી શરૂ કરવા માટે ICC દ્વારા રજૂ કરવામાં આવી ગાઇડલાઇન, જુઓ નવા નિયમો

Posted by

વિશ્વભરમાં ચાલી રહેલ કોરોના વાયરસનાં કહેરની વચ્ચે ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે આઇસીસીએ ક્રિકેટને ફરીથી શરૂ કરવા માટે નવા નિયમો અને ગાઈડલાઈન રજૂ કરી દીધી છે. શુક્રવારે પોતાના દિશા-નિર્દેશોમાં ચીફ મેડિકલ ઓફિસર ની નિયુક્તિ અને ૧૪ દિવસ સુધી અલગ તાલીમ શિબિર સ્થાપવાની ભલામણ કરી છે.

આઈસીસી દુનિયાભરમાં ક્રિકેટને ફરીથી ચાલુ કરવા માટે વ્યાપક દિશાનિર્દેશો રજૂ કર્યા છે અને સાથોસાથ ઉચ્ચ સુરક્ષા પ્રોટોકોલ જાળવી રાખવા ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એ કહ્યું છે કે ચીફ મેડિકલ ઓફિસર અથવા બાયોસેફ્ટી ઓફિસરની નિયુક્તિ પર વિચાર કરવામાં આવે છે. સરકારી દિશાનિર્દેશો તથા અભ્યાસ અને પ્રતિયોગિતાની પુનઃસ્થાપના માટે બાયોસેફ્ટી યોજના લાગુ કરવા માટે જવાબદાર હશે.

આઈસીસીના દિશાનિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે મેચ પૂર્વે અલગ અભ્યાસ શિબિરનું આયોજન, સ્વાસ્થ્ય, તાપમાન ની તપાસ અને કોરોના વાયરસ પરીક્ષણની જરૂરિયાત પર વિચાર કરવામાં આવે. પ્રવાસ પહેલા ઓછામાં ઓછા ૧૪ દિવસ પહેલાં સુનિશ્ચિત કરવામાં આવે કે ટીમ કોરોના વાયરસ થી મુક્ત છે.

ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા એ અભ્યાસ અને પ્રતિયોગિતા દરમિયાન ઉચિત પરીક્ષણ યોજના તૈયાર કરવા માટેની પણ ભલામણ કરી છે. દુનિયામાં મહામારી ફેલાયા બાદ થી જ ક્રિકેટની ગતિવિધિઓ બંધ કરી દેવામાં આવી હતી. આ બીમારીને કારણે આગામી ટી-૨૦ વર્લ્ડ કપ ઉપર પણ ખતરો દેખાઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *