ક્રિકેટમાં ખેલાડીઓને પોતાનો જર્સી નંબર કેવી રીતે મળે છે? જાણો ધોનીના જર્સી નંબર પાછળની કહાની

જો તમે એક ભારતીય છો તો તમે ક્રિકેટ જરૂર જોતા હશો. ક્રિકેટ ભારતની સૌથી લોકપ્રિય રમત છે. ભારતના દરેક વિસ્તાર અને દરેક ગલીમાં ક્રિકેટ રમવામાં આવે છે. આજે અમે તમને ક્રિકેટ સાથે જોડાયેલી એક એવી જાણકારી બતાવવા જઈ રહ્યા છીએ જે દરેક ક્રિકેટ પ્રેમી જાણવા માંગે છે. આજે અમે તમને જણાવીશું કે ક્રિકેટના ખેલાડીઓ ને પોતાના જર્સી નંબર કેવી રીતે મળે છે. જો તમે વિચારી રહ્યા છો કે કોઈ ખેલાડીને પોતાનો જર્સી નંબર તેનું ક્રિકેટ બોર્ડ નક્કી કરે છે તો તેવું વિચારવું એકદમ ખોટું છે. કારણ કે ખેલાડી પોતે જાતે જર્સી નંબર નક્કી કરે છે. દરેક ખેલાડી ના જર્સી ઉપર કોઈને કોઈ નંબર જરૂર હોય છે અને તેની પાછળ કોઈ કારણ અથવા કહાની જરૂર હોય છે.

સચિન તેંડુલકરના જર્સી નંબર ની વાત કરીએ તો તેમની જર્સીમાં 10 નંબર આવે છે, જે તેમણે જાતે પસંદ કરેલ છે. સચિને એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેમની સરનેમ માં ટેન આવે છે એટલા માટે તેમણે પોતાની જર્સી નો નંબર 10 પસંદ કરેલ છે. આજે અમે તમને ભારતીય ટીમના પાંચ ખેલાડીઓની જર્સી નંબર ના પાછળની કહાની જણાવીશું.

મહેન્દ્રસિંહ ધોની નો જર્સી નંબર 7 છે, તેની પાછળની કહાની જાણીએ તો તેમની જન્મ તારીખ 7 જુલાઈ છે. આ સિવાય મહેન્દ્રસિંહ ફૂટબોલને ખૂબ જ પસંદ કરે છે. ફૂટબોલમાં ધોનીનો મનપસંદ ખેલાડી રોનાલ્ડો છે, જેનો જર્સી નંબર પણ 7 છે.

વિરાટ કોહલી 18 નંબરની જર્સી પહેરે છે. ભારતીય ટીમના હાલના કપ્તાન અને રન મશીન ના નામથી જાણીતા વિરાટ કોહલી જર્સી નંબર 18 હોવા ની પાછળ તેમના પિતાજી છે. 18 ડિસેમ્બર 2006ના રોજ તેમના પિતાજીનું નિધન થયેલ હતું. તે સમયે વિરાટ 18 વર્ષનો હતો અને બસ ત્યારથી જ તે 18 નંબરની જર્સી પહેરવા લાગ્યો.

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની જર્સી નંબર 228 છે. તેની પાછળનું કારણ પણ ખૂબ જ દિલચસ્પ છે. હાર્દિક પંડ્યા વડોદરા તરફથી અંડર-16 મેચ રમી રહ્યા હતા. આ મેચમાં તેણે 228 રન બનાવીને પોતાની ટીમને મોટી જીત અપાવી. ત્યારથી હાર્દિક પંડ્યા 228 નંબરની જર્સી પહેરે છે.

યુવરાજસિંહ ટીમ ઇન્ડિયામાં મહેન્દ્રસિંહ ધોની સાથે ઘણા સમયથી જોડાયેલા હતા. તેમની જર્સી નંબર 12 હતા. યુવરાજસિંહ 12 નંબર એટલા માટે પસંદ કર્યા કારણ કે તેમનો જન્મ 12 ડિસેમ્બરના રાત્રિના 12 વાગ્યે થયેલ હતો. આ સિવાય તેઓ તે સમયે ચંદીગઢના સેક્ટર 12 માં રહેતા હતા.

ટીમ ઈન્ડિયાના સ્પિનર રવિચંદ્રન અશ્વિન નંબર 99 છે. તમને જણાવી દઇએ કે અશ્વિન નો મનપસંદ નંબર 9 છે. ઇન્ડિયામાં સામેલ થતાં સમયે તેઓ 9 નંબર લેવા માગતા હતા પરંતુ 9 નંબર પહેલાથી જ પાર્થિવ પટેલ પાસે હતો. એટલા માટે અશ્વિનને 99 નંબર લેવો પડ્યો હતો.