ક્રિકેટમાં કોણ નક્કી કરે છે “મેન ઓફ ધ મેચ” નો એવોર્ડ, ૯૫% લોકોને તેની જાણ નહીં હોય

Posted by

ઘણી વખત એવું જોવામાં આવે છે કે ક્રિકેટ મેચ દરમિયાન અથવા ખતમ થતાં ની સાથે જ આપણે અંદાજો લગાવવા લાગીએ છીએ કે કયા ખેલાડીને “મેન ઓફ ધ મેચ” મળશે. મોટાભાગનાં લોકોનો આ અંદાજો સાચો પણ સાબિત થાય છે. જીતવા વાળી ટીમ તરફથી સૌથી વધારે રન બનાવનાર અથવા વિકેટ લેનાર ખેલાડી ને આ પુરસ્કાર આપવામાં આવે છે. અમુક મામલામાં હારનાર ટીમના ખેલાડી ને પણ “મેન ઓફ ધ મેચ” મળી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે “મેન ઓફ ધ મેચ” આપવાનો નિર્ણય કોણ લે છે?

મેન ઓફ ધ મેચ ની પસંદગી કોણ કરે છે

કોમેન્ટર સૌથી વધારે ધ્યાનપુર્વક મેચ જુએ છે અને તેમની નજર સમગ્ર રમત પર હોય છે. આ લોકો રમતની સારી જાણકારી પણ રાખતા હોય છે. કોમેન્ટરી બોક્સમાં મોટાભાગે પુર્વ ખેલાડી આ કામ કરતા રહે છે. જેથી મેન ઓફ ધ મેચ જ માટે જે પેનલ બનાવવામાં આવે છે, તેમાં કોમેન્ટર તથા વરિષ્ઠ ખેલાડી હોય છે. આ લોકો પરસ્પર નક્કી કરીને અંતિમ રૂપ થી નિર્ણય આપે છે.

મોટી શ્રેણી માટે પેનલ તૈયાર હોય છે

ક્યારેક-ક્યારેક કોમેન્ટર સિવાય મેચ રેફરી અને અન્ય વરિષ્ઠ ખેલાડીઓ પણ મેન ઓફ ધ મેચ પસંદગી કરનાર પેનલનો હિસ્સો હોય છે. ચેમ્પિયન ટ્રોફી અથવા વર્લ્ડકપ જેવી શૃંખલા માં મેન ઓફ ધ મેચ નક્કી કરવા માટે એક મોટી પેનલ બનાવવામાં આવે છે. જેમાં મેચ રેફરી પણ સામેલ હોય છે. કોઈપણ મેચમાં આ પુરસ્કાર મેળવવો ખેલાડી માટે એક મોટી ઉપલબ્ધિ હોય છે.

સચિન તેંડુલકરે જીતેલ છે સૌથી વધારે મેન ઓફ ધ મેચ નાં પુરસ્કાર

ભારત તરફથી ૪૬૩ રમનારા તેંડુલકર આ ફોર્મેટમાં ૮૬.૨૩ ની સાથે ૧૮,૪૨૬ રન બનાવેલ છે. આ દરમિયાન તેમણે ૪૯ સેન્ચ્યુરી સહિત ૯૬ અર્ધશતક પણ લગાવેલા છે. તેંડુલકરને ૬૨ વખત મેન ઓફ ધ મેચ નો ખિતાબ આપવામાં આવેલ છે. વળી જો ટેસ્ટ ની વાત કરવામાં આવે તો ૨૦૦ મેચમાં આ ખેલાડીએ ૫૧ સેન્ચ્યુરી અને ૬૮ અર્ધશતક ની મદદથી ૧૫,૯૨૧ રન બનાવેલ છે. ટેસ્ટ ક્રિકેટમાં સચિન ૨૦૦૦ થી વધારે ચોગ્ગા લગાવનાર એકમાત્ર ખેલાડી છે. જેમણે ટેસ્ટ મેચમાં ૨,૦૫૮ ચોગ્ગા લગાવેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *