ક્રિકેટર હાર્દિક પંડ્યાનાં ઘરે બાળકની કિલકારી ગુંજી ઊઠી છે. જી હાં, તેમની પત્ની નતાશા સ્ટેનકોવિકે એક બાળકને જન્મ આપ્યો છે. હાર્દિકે પોતે આ વાતની જાણકારી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આપી હતી. તેમણે ફેન્સની સાથે પોતાની ખુશી શેયર કરી હતી. દીકરાની તસ્વીર શેયર કરતા હાર્દિકે લખ્યું હતું કે, “અમારે ત્યાં બેબી બોય નો જન્મ થયો.” જોકે હાર્દિક દ્વારા શેયર કરેલા તસવીરમાં દીકરાનો ચહેરો દેખાતો નથી. હાર્દિકની આ પોસ્ટ બાદ અભિનંદન માટેની લાઈન લાગી ગઈ હતી. ફેન્સ થી લઈને સેલિબ્રિટી સુધી તેમના પિતા બનવા માટેની ઘણી બધી શુભકામનાઓ આપવામાં આવી રહી છે.
વાયરલ થઈ હતી બેબી શૉવર ની તસ્વીર
હાલમાં જ બેબી શૉવરના ફંકશનમાં નતાશાની અમુક તસવીરો વાયરલ થઈ હતી. આ ખાસ અવસર પર નતાશાએ લીલા રંગનો ડ્રેસ પહેર્યો હતો. બેબી શૉવર દરમિયાન હાર્દિક પંડ્યાનાં મોટાભાઈ કુણાલ પંડ્યા અને તેમની પત્ની પંખુડી શર્મા પણ હાજર હતા. તસ્વીરોને શેયર કરતાં નતાશાએ લખ્યું હતું, “મેં અને હાર્દિકે એક લાંબી સફર કરી લીધી છે. ખૂબ જ જલ્દી પોતાની જિંદગીમાં એક નવા મહેમાનનાં સ્વાગત માટે તૈયાર છીએ અને ખુબ જ ઉત્સાહિત મહેસૂસ કરી રહ્યા છીએ.”
૧ જાન્યુઆરી એ હતી સગાઈ
પ્રેગ્નન્સી દરમિયાન બેબી બંપ દેખાડતા નતાશાએ ઘણી તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેયર કરી હતી. મહત્વપૂર્ણ છે કે હાર્દિક અને નતાશા ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. ત્યારબાદ ૩૧ ડિસેમ્બર ૨૦૧૯નાં તેમણે સાર્વજનિક રૂપથી પોતાના સંબંધને ઘોષણા કરી દીધી હતી. તેના એક દિવસ બાદ ૧ જાન્યુઆરી ૨૦૨૦ ના હાર્દિક પંડ્યા અને નતાશાએ સગાઈ પણ કરી લીધી હતી. બિલકુલ ફિલ્મી અંદાજમાં હાર્દિક પંડ્યાએ દુબઈ જઈને નતાશાને પ્રપોઝ કરતા જોવામાં આવ્યા હતા. તેનો એક વીડિયો પણ ઇન્સ્ટાગ્રામ પર નતાશા તરફથી શેયર કરવામાં આવ્યો હતો.
સર્બિયાની રહેવાસી છે નતાશા
જણાવી દઈએ કે નતાશા સ્ટેનકોવિક નો સર્બિયામાં જન્મ થયો છે. તે સર્બિયામાં જ મોટી થયેલી છે. જ્યારે નતાશા ફક્ત ૩ વર્ષની હતી ત્યારે તેમણે ડાન્સ શીખવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે તે ૧૭ વર્ષની થઈ ગઈ તો તેણે મોર્ડન સ્કૂલ ઓફ બૈલે માં પ્રવેશ લઈ લીધો હતો. નતાશાએ વર્ષ ૨૦૧૦માં મિસ સ્પોર્ટ્સ સર્બિયા નો ખિતાબ પોતાના નામે કરી લીધો હતો. બસ ત્યારબાદ તેણે નક્કી કરી લીધું હતું કે તેઓ હવે અભિનય અને ડાન્સ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવશે.
નતાશાએ વર્ષ ૨૦૧૨માં પોતાના આ શોખને પુરો કરવા માટે બોલીવુડમાં પગ મૂક્યો હતો. પછી ફિલ્મ સત્યાગ્રહ માં જ્યારે તેઓને આઈટમ નંબર “હમરી અટરીયા મે” કર્યું તેનાથી તેમને ખૂબ જ પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ. ત્યારબાદ બિગ બોસ સિઝન-૮ માં તેમને ઘણી ઓળખ મળી. છેલ્લી વખત ફિલ્મ “ધ બોડી” ના એક સોંગમાં ઋષિ કપૂર અને ઈમરાન હાશ્મી સાથે નતાશાને જોવામાં આવેલ હતી.