ક્રિકેટર ઋષભ પંત ની કાર ડિવાઇડર સાથે અથડાતા થયો ભયંકર અકસ્માત, દુર્ઘટનાનો વિડીયો આવ્યો સામે

ટીમ ઇન્ડિયાના વિસ્ફોટક બેટ્સમેન ઋષભ પંત નું એક્સિડન્ટ થઈ ગયું છે. તેમની કાર શુક્રવારની સવારે અંદાજે ૫:૩૦ વાગ્યે દિલ્હીથી ઘરે જતા સમયે દુર્ઘટનાનો શિકાર થઈ ગઈ હતી. ત્યારબાદ તેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. જો કે ઋષભ પંત ને તુરંત રૂડકી થી દેહરાદુન રીફર કરવામાં આવેલ. જાણકારી અનુસાર તેમની સ્થિતિ સ્થિર છે. હરિદ્વારના એસએસપી અજયસિંહ જણાવ્યું હતું કે ઘાયલ ઋષભ પંતને દેહરાદુન ની મેક્સ હોસ્પિટલ મોકલી દેવામાં આવેલ. ઋષભ પંતના પગમાં ઈજા થયેલ છે અને તેમનું પ્લાસ્ટર કરવામાં આવશે.

ઋષભ પંત કારથી પોતાના ઘરે જઈ રહ્યો હતો અને દુર્ઘટના સમયે તે કારમાં એકલો હતો. ઘરે જતા સમયે તેમની પાસે મર્સિડીઝ કાર હતી, જે અનિયંત્રિત થઈને રેલિંગ સાથે ટકરાઈ ગઈ હતી. ત્યારબાદ કારમાં આગ લાગી ગઈ હતી અને કાર પલટી મારી ગઈ હતી. ઉતરાખંડના ડીજી અશોક કુમારે જણાવ્યું હતું કે પંતને ગાડી ચલાવતા સમયે ઝોંકુ આવી ગયું હતું અને ત્યારબાદ તેઓ કાર ઉપરથી નિયંત્રણ ગુમાવી બેઠા હતા. એકસીડન્ટ બાદ પંત ગાડીની વિન્ડો તોડીને બહાર નીકળી ગયા હતા. પંત ને માથા પીઠ અને પગમાં ઈજા થયેલ છે અને તેમની સ્થિતિ સ્થિર જણાવવામાં આવી રહી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે ગાડી ઝડપ થી પહેલા ડિવાઈડરના કિનારે ટકરાઈ અને ત્યારબાદ લોખંડની મજબુત બેરીકેડિંગ સાથે ટકરાય. ટક્કર એટલી ભીષણ હતી કે ગાડી રોંગ સાઈડમાં પહોંચી ગઈ હતી ગાડી. રસ્તા ઉપર ઘસડાઈને અંદાજે ૨૦૦ મીટર દુર જઈને ઊભી રહી હતી. ત્યારબાદ કારમાં આગ લાગી ગઈ. સ્થળ ઉપર હાજર પોલીસે ઋષભ પંત ને હોસ્પિટલમાં દાખલ કરાવેલ.

એકસીડન્ટ બાદ કારમાં આગ લાગી ગઈ હતી. કારમાં લાગેલી આગ એટલી ભયાનક હતી કે આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. આગ બુજાઈ ગયા બાદ ફક્ત સ્ટીલ નું માળખું નજર આવતું હતું. આ દુર્ઘટનામાં પંત ગંભીર રૂપથી ઘાયલ છે, પરંતુ પોલીસના જણાવ્યા અનુસાર તેમની સ્થિતિ સ્થિર છે.

સામે આવેલા દુર્ઘટનાના વીડિયોમાં પંત ની ગાડી અનિયંત્રિત થઈને ડિવાઈડર સાથે ટકરાતી નજર આવી રહી છે. જોત જોતામાં અમુક સેકન્ડમાં જ તેની કાર સડકની બીજી તરફ પહોંચી જાય છે. ત્યારબાદ તારમાં આગ લાગી જાય છે અને તે સંપુર્ણ રીતે બળી જાય છે.

ઘટનાસ્થળ ની તપાસ કરતી પોલીસ
પંત ને સ્થાનીય હોસ્પિટલ માં દાખલ કરવામાં આવેલ
પંત નાં જીવ ને જોખમ નથી
પંત પોતે ગાડી ચલાવી રહેલ હતો