ક્યુટનેસની બાબતમાં તૈમુર અલી ખાનને જોરદાર ટક્કર આપે છે આયશા ટાકિયાનો દિકરો મિકાઈલ, તસ્વીરો તમારું પણ દિલ જીતી લેશે

Posted by

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ઘણી જ સુંદર અને ગ્લેમરસ અભિનેત્રીએ પોતાના શાનદાર અભિનય અને સુંદરતાથી દરેકને પોતાના દિવાના બનાવ્યા છે અને આજે આયેશા ટાકિયા ભલે એક્ટિંગની દુનિયાથી દુર થઈ ગઈ છે, પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને હંમેશા જ પોતાની અને પોતાના પરિવારની ફોટો શેર કરતી રહે છે. જે ઘણી વાયરલ થઇ જાય છે અને આજે અમે તમને આયેશાનાં દિકરા મિકાઇલ આઝમી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે ક્યુટનેસની બાબતમાં સૈફ અને કરીનાનાં દીકરા તૈમુર અલી ખાને પણ જોરદાર ટક્કર આપે છે. હંમેશા આયેશા ટાકિયા પોતાના દીકરાની ક્યુટ ફોટો ફેન્સ સાથે  શેર કરતી રહે છે, જેને તેના ફેન્સ ઘણા પસંદ કરે છે.

જણાવી દઇએ કે આયેશા ટાકિયાએ વર્ષ ૨૦૦૯માં સમાજવાદી પાર્ટીનાં નેતા અબુ આઝમીનાં દિકરા ફરહાન આઝમી સાથે લગ્નના બંધનમાં બંધાઈ હતી અને લગ્નનાં ત્રણ વર્ષ પછી આયેશા ટાકિયાએ વર્ષ ૨૦૧૩માં પોતાના દીકરા મિકાઇલ આઝમીને જન્મ આપ્યો હતો. આજે  આયેશા ટાકિયાનો દીકરો મિકાઇલ ૭ વર્ષનો થઈ ચુક્યો છે અને મિકાઇલનું નામ બોલીવુડનાં ફેમસ સ્ટારકિડ્સમાં સામેલ થઈ ગયો છે અને મિકાઇલ દેખાવ ઘણો ક્યુટ નજર આવે છે અને હંમેશા આયેશા ટાકિયા પોતાના દીકરા સાથે ફોટો અને વિડીયો પોસ્ટ કરતી રહે છે. આઈશા ટાકિયા હાલનાં દિવસોમાં પોતાના પર્સનલ લાઈફમાં ઘણી ખુશ છે અને પોતાનું મધરહુડ એન્જોય કરી રહી છે.

આયશા ટાકિયાનાં દીકરા મિકાઇલને ફુટબોલ રમવાનું ખુબ જ પસંદ છે અને આયશા હંમેશા જ પોતાના દીકરાને ફુટબોલનો અભ્યાસ કરાવે છે. જેના ફોટો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે.

જણાવી દઇએ કે દીકરાના જન્મ પછી જ આયશા ટાકિયાએ બોલીવુડ ઇન્ડસ્ટ્રી થી અંતર જાળવી લીધું છે અને તે પોતાનો બધો જ સમય પરિવાર સાથે વિતાવે છે. આયશા પોતાના દીકરાને ઘણો પ્રેમ કરે છે અને આયશાનું કહેવાનું છે કે તેમનો દીકરો જ તેમની દુનિયા છે અને તે પોતાની આ દુનિયાથી ઘણી ખુશ છે. આયશા ટાકિયા પોતાના દીકરા સાથે વધારેમાં વધારે સમય વિતાવે છે અને મિકાઈલ સાથે હંમેશા મસ્તી કરતી નજર આવે છે.

આયશા ટાકિયાનાં પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો આયશાએ પોતાની કારકિર્દીની શરૂઆત અજય દેવગન સ્ટરર ફિલ્મ “ટારઝન: ધ વંડર કાર” થી કરી હતી અને તેની પહેલી ફિલ્મ સુપર-ડુપર હિટ સાબિત થઈ હતી અને આ ફિલ્મ માટે આયશા ટાકિયાને ફિલ્મફેરનાં સર્વશ્રેષ્ઠ મહિલા અભિનેત્રીનાં પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી અને ત્યારબાદ આયશા ટાકિયાને બૉલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું અને ફિલ્મોમાં  તેના અભિનયને ખુબ જ પ્રશંસા મળી.

મહત્વપુર્ણ છે કે વર્ષ ૨૦૦૯માં છેલ્લીવાર આયશા ટાકિયા સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ “વોન્ટેડ” માં નજર આવી હતી અને આ ફિલ્મમાં આયશા ટાકિયા અને સલમાન ખાનની જોડીને દર્શકોએ ખુબ જ પસંદ કરી હતી અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી અને ત્યારબાદ તેણે પોતાના બોલીવુડ કારકિર્દીને અલવિદા કહી દીધું અને ફરહાન આઝમી સાથે લગ્ન કરી લીધા. આયશા ટાકિયાએ પોતાનું ઘર વસાવી લીધું અને આજે આયશા ટાકિયા પોતાના પરિવાર સાથે ખુબ જ આનંદથી પોતાની લાઇફ એન્જોય કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *