ઘરે બેઠા આવી રીતે બનાવો સ્વાદિષ્ટ રાજસ્થાની મશહુર ડિશ દાલબાટી, જાણો તેની રેસીપી

Posted by

દાલબાટી ચૂરમા શાહી રાજસ્થાની વ્યંજનો માંથી એક છે. જેના વગર સામાન્ય રાજસ્થાની થાળી અધૂરી ગણવામાં આવે છે. દાલબાટી ચુરમા ત્રણ અલગ-અલગ વ્યંજન છે, જેમાં બાટીને ઘઉંના લોટથી અને ઘીથી બનાવવામાં આવે છે. વળી દાળને સાધારણ રીતે ટમેટા, ડુંગળી અને ઘણા બધા સુકા મસાલા દ્વારા બનાવવામાં આવેલ છે. તે સિવાય ચુરમા ને લોટ અને સૂકા ફળ અને મેવાથી બનાવવામાં આવે છે. તો ચાલો આ સ્વાદિષ્ટ ડિશની રેસીપી જાણીએ.

સૌથી પહેલાં દાળ બનાવવાની શરૂઆત

આ મશહૂર ડિશ ની દાળ બનાવવા માટે સૌથી પહેલાં ગેસ ઓન કરો અને તેના પર એક પ્રેશર કુકર રાખો અને તેમાં અડધો કપ મગદાળ, ચોથા ભાગની મસુર દાળ અને ચોથા ભાગની ચણા દાળ નાખો. હવે તેમાં એક મોટી ચમચી ઘી સાથે ત્રણ કપ પાણી નાખી, આ બધી ચીજોને યોગ્ય રીતે મિક્સ કરી લો. ત્યારબાદ પ્રેશર કુકરનું ઢાંકણું બંધ કરી તેને ચાર સીટી વગાડે ત્યાં સુધી પકાવા દો. પછી ગેસ બંધ કરીને પ્રેશર કુકરને ઉતારી લો.

દાળનો આવી રીતે કરો વઘાર

હવે ફરીથી ગેસ શરૂ કરી તેના પર એક કડાઈ રાખો અને તેમાં બે ચમચી ઘી ગરમ કરો. પછી અડધી ચમચી સરસવ, એક ચપટી હિંગ, અડધી ચમચી જીરા પાવડર, એક ચમચી આદુ-લસણની પેસ્ટ, બારીક કાપેલી ડુંગળી, ટમેટા અને લીલા મરચાં નાખો. તે સિવાય તેમાં અડધી ચમચી હળદર, અડધી ચમચી ગરમ મસાલા પાવડર અને સ્વાદાનુસાર મીઠું યોગ્ય રીતે મેળવો. ત્યારબાદ તેમાં પાકેલી દાળ અને એક કપ પાણી ઉમેરીને તેને યોગ્ય રીતે પકાવી લો.

આવી રીતે તૈયાર કરો બાટી

સૌથી પહેલા એક કટોરામાં ૨ કપ ઘઉંનો લોટ, સ્વાદાનુસાર મીઠું, એક ચપટી બેકિંગ પાઉડર અને એક ચમચી ઘી નાખીને મિશ્રણને પાણીની મદદથી સામાન્ય લોટની જેમ ગૂંથીને લો. હવે હવે આ લોટની નાની-નાની લાડુડી બનાવી લો અને તેને એક પેન માં રાખીને ધીમી આંચ પર લગભગ ૩૦ મિનીટ સુધી પકાવો. જ્યારે બધી જ બાટી તૈયાર થઈ જાય તો તેને એક-બે મિનિટ માટે ધીમા ડુબાડીને પ્લેટમાં કાઢી લો.

હવે ચૂરમા બનાવવાની સાથે આવી રીતે પીરસો સ્વાદિષ્ટ ડિશ

ચુરમા તૈયાર કરવા માટે સૌથી પહેલા તૈયાર બાટીને એક બ્લેન્ડરમાં નાખીને યોગ્ય રીતે બ્લેન્ડ કરી લો. પછી એક પેનમાં ગરમ કરીને તેમાં બે ચમચી ઘી અને એક પાવડર બાટી નાંખો. હવે તેને પાંચ-સાત મિનિટ સુધી ધીમી આંચ પર શેકવા દો. ત્યારબાદ તેને એક કટોરામાં કાઢીને ઠંડુ થવા દો. પછી તેમાં ૩ મોટી ચમચી ખાંડ સહિત અમુક કાપેલા બદામ ઉમેરો. અંતમાં તૈયાર દાલબાટી ચુરમાને એક થાળીમાં સલાડ ની સાથે પીરસો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *