શું તમે ડાબી બાજુ પડખું ફરીને સુવાનાં ફાયદા જાણો છો? એક વખત જાણી લો કારણ કે આખા શરીર માટે છે ફાયદાકારક

જો અમે તમને પુછીએ કે તમે કઈ તરફ પડખું ફરીને સુવો છો, તો કદાચ તમને આ સવાલ થોડો અજીબ લાગશે. તમને લાગશે કે ઊંઘને પડખું ફરીને સુવાથી સાથે શું લેવા-દેવા છે. પરંતુ સુવાની રીત તમારા સ્વાસ્થ્ય ઉપર ખુબ જ અસર કરે છે. આપણા સ્વાસ્થ્ય પર ઊઠવા-બેસવા થી લઈને ખાણી-પીણીની ખુબ જ અસર પડે છે, તે વાત તો કદાચ આપણે બધા જાણીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે આપણા સુવાની રીત પણ આપણા સ્વાસ્થ્ય ઉપર અસર કરે છે? તમે કઈ બાજુ પડખું ફરીને સુવો છો, તેની અસર પણ આપણા સ્વાસ્થ્ય ઉપર પડે છે. આજે અમે તમને જણાવીશું કે સુતા સમયે કઈ બાજુ પડખું ફરીને સુવાથી સ્વાસ્થ્ય સારું રહે છે.

ડાબી બાજુ પડખું ફરીને સુવું

આખી રાત એક જ દિશામાં પડખું ફરીને સુવું સંભવ નથી, પરંતુ આપણે જે બાજુ પડખું ફરીને સુતા હોઈએ છીએ તેની અસર ફક્ત આપણા અંગ ઉપર નહીં પરંતુ દિમાગ ઉપર પણ પડે છે. વિશેષજ્ઞોનું માનવું છે કે ડાબી બાજુ પડખું ફરીને સુવાથી શરીર પર સારો પ્રભાવ પડે છે. તેનાથી શરીરનું બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે થાય છે, જેનાથી ઊંઘ સારી આવે છે. તેની સાથે જ હૃદય રોગ, પેટ સાથે જોડાયેલી પરેશાનીઓ, થાક અને અન્ય હેલ્થ પ્રૉબ્લેમ્સ પણ દુર થાય છે.

એક્સપર્ટ અનુસાર

ડાબી બાજુ પડખું ફરીને સુવાથી શરીરમાં જમા થયેલા ઝેરી તત્વો ધીમે ધીમે લસિકા તંત્ર દ્વારા નીકળી જાય છે. હકીકતમાં ડાબી તરફ પડખું ફરીને સુવાથી આપણા લીવર ઉપર કોઈપણ પ્રકારનું પ્રેશર પડતું નથી, એટલા માટે આ ટોક્સિન શરીરમાંથી બહાર નીકળવામાં સફળ બની જાય છે. તેનાથી આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમને આરામ મળે છે. સુવાથી પેટ અને પેનક્રિયાસ ભોજન પચાવવાનું કામ આરામથી કરવા લાગે છે. પેનક્રિયાસ માં એન્ઝાઈમ યોગ્ય સમય પર નીકળવાના શરૂ થાય છે. ભોજન પણ આરામથી પેટ દ્વારા નીચે પહોંચે છે અને આરામથી ભોજન પચી જાય છે.

સારી ઊંઘ

એક શોધ અનુસાર ડાબી બાજુ પડખું ફરીને સુવાથી દિમાગ પણ ઠીક રહે છે અને તમે સવારે પોતાને સ્ફુર્તિલા મહેસુસ કરો છો. તેનાથી કરોડરજ્જુના હાડકા અને પીઠના દુખાવામાં પણ આરામ મળે છે. ડાબી તરફ પડખું ફરીને સુવા વાળા લોકો ખુશ અને પોઝિટિવ લાઇફ જીવે છે. તે સિવાય જો તમે અસ્થમાનાં દર્દી છો તો તમારે ડાબી બાજુ પડખું ફરીને સુવું તમારા માટે વધારે યોગ્ય રહેશે.

પાચનતંત્ર માં સુધારો

સારી ઊંઘ પેટ સાથે જોડાયેલી સમસ્યાઓને દુર કરે છે. ડાબી બાજુ પડખું ફરીને સુવાથી ભોજન પચવામાં સરળતા થાય છે. અગ્નયાશય માંથી એન્ઝાઈમ યોગ્ય સમય પર નીકળવાના શરૂ થાય છે. ખાવા માં આવેલું ભોજન પણ આરામથી પેટ દ્વારા નીચે પહોંચે છે અને આરામથી ભોજન ડાઈજેસ્ટ થાય છે. જે લોકોને પાચનતંત્રની ગરબડ રહેતી હોય તેમને ડોક્ટર ડાબી બાજુ પડખું ફરીને સુવાની સલાહ આપે છે. ડાબી બાજુ પડખું ફરીને સુવાથી ગ્રેવિટી ભોજનને નાના આંતરડામાંથી મોટા આંતરડા સુધી આરામથી પહોંચાડવામાં મદદ કરે છે. જેના લીધે સવારના સમયે તમારું પેટ આરામથી સાફ થઈ જશે. તમે પોતે તેનાથી મળતા ફાયદાનો અનુભવ કરી શકશો.

હૃદય ઉપર દબાણ થાય છે ઓછું

ડાબી બાજુ પડખું ફરીને સુવાથી હૃદય ઉપર ઓછુ પ્રેશર પડે છે. કારણ કે તે સમયે હૃદય સુધી બ્લડની સપ્લાય ખુબ જ સારી રીતે થતી હોય છે. જો તમારું હૃદય હેલ્ધી રહેશે તો બ્લડ તથા ઓક્સીજનનો સપ્લાય સરળતાથી શરીર અને દિમાગ સુધી પણ પહોંચશે. ડાબી બાજુ પડખું ફરીને સુવાથી બ્લડ સર્ક્યુલેશન પણ યોગ્ય રીતે થાય છે.

પ્રેગનેન્ટ મહિલાઓ માટે

પ્રેગનેટ મહિલાઓ ને પણ ડાબી બાજુ પડખું ફરીને સુવું જોઈએ. તેનાથી બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે થાય છે અને સાથોસાથ જન્મ લેનાર બાળકનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. તે સિવાય તમારી કિડનીને કામ કરવામાં પણ મદદ મળે છે. તેનાથી પ્રેગનેન્સીમાં હાથ અને પગનો સોજો ઓછો થાય છે.

કિડની અને લિવર રહે છે હેલ્દી

કિડની અને લિવર આપણા શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે. વિશેષજ્ઞોનું માનવામાં આવે તો ડાબી બાજુ પડખું ફરીને સુવાથી શરીરમાં રહેલા ઝેરી પદાર્થ સરળતાથી નીકળી જાય છે. લીવરમાં ફેટ જમા થતી નથી. જો ઊંઘ માં કોઈપણ પ્રકારની અડચણ પડી રહી હોય તો કિડની પોતાનું કામ યોગ્ય રીતે કરી શકતી નથી. લિવર અને કિડનીના યોગ્ય રીતે કામ કરવાથી શરીર ઘાતક બીમારીઓથી દુર રહે છે.

જો તમે ડાબી બાજુ પડખું ફરીને સુતા નથી તો અમને વિશ્વાસ છે કે આ ફાયદા જાણીને તમે પણ હવેથી ડાબી બાજુ પડખું ફરીને સુવાનું શરૂ કરી દેશો.