Dance Chapter 4 નાં મંચ ઉપર અચાનક નાગિન બની ગઈ શિલ્પા શેટ્ટી, જીભ બહાર કાઢીને કાર્યો શાનદાર ડાન્સ

Posted by

બોલિવુડ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટી હાલના દિવસોમાં જ ડાન્સ ચેપ્ટર-૪ માં નજર આવી રહી છે. જણાવી દઈએ કે પોતાના પતિ રાજ કુન્દ્રા ની ધરપકડ બાદ તેણે આ શો માંથી ૪ સપ્તાહ સુધી અંતર જાળવી લીધું હતું. પરંતુ ત્યારબાદ એકવાર ફરીથી તેમણે જજ તરીકે ડાન્સ ચેપ્ટર-૪ માં કામ શરૂ કરી દીધું છે. અભિનેત્રી પોતાની જુની વાતોને ભુલીને એ સતત પોતાની નવી શરૂઆત માં આગળ વધી રહી છે.

વળી શો માં દર વીકેન્ડ પર શાનદાર પરફોર્મન્સ જોવા મળે છે. આવું જ કંઇક આ વખતે પણ જોવા મળ્યું હતું. હાલમાં જ શો નો હિસ્સો રહેલી ફરાહ ખાનનાં આવ્યા બાદ ડાન્સ ચેપ્ટર-૪ નાં મંચ ઉપર ચાર ચાંદ લાગી ગયા હતા. જણાવી દઈએ કે તેમણે શિલ્પા શેટ્ટી અને ગીતા કપુરની સાથે મળીને શાનદાર ડાન્સ કર્યો. આ દરમિયાન નો વિડીયો ખુબ જ ઝડપથી સોશિયલ મીડિયા પર છવાયેલો છે.

આ વીડિયોને બધા જ લોકો ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે. ખાસ કરીને લોકો શિલ્પા શેટ્ટી નાં બદલાયેલા રૂપ ને જોઈને ખુબ જ વધારે ખુશી મહેસુસ કરી રહ્યા છે. ત્રણેય સેલિબ્રિટી એ “દેશી ગર્લ” ગીત ઉપર શાનદાર ડાન્સ કર્યો હતો. તેની સાથે જ શો નાં કન્ટેસ્ટન્ટ પણ ઝુમતા નજર આવ્યા હતા. વળી બીજી તરફ આ ડાન્સ દરમિયાન બધા લોકોને શિલ્પા શેટ્ટી નું એક નવું રૂપ પણ જોવા મળ્યું હતું. શિલ્પા શેટ્ટીએ દેશી ગર્લ ગીત ઉપર નાચતા નાચતા અચાનક “નાગીન ડાન્સ” શરૂ કરી દીધો હતો. તેનું આ નવું રૂપ લોકોને ખુબ જ પસંદ આવી રહ્યું છે.

જણાવી દઈએ કે આ એક ડાન્સ રિયાલિટી શો છે, જેમાં નવા નવા સેલિબ્રિટી વીકેન્ડ પર જોવા મળે છે. જણાવી દઈએ કે પાછલી વખત રવીના ટંડન ને જોવામાં આવેલ હતી. તેણે પણ ખુબ જ શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. તેના પર ઘણા ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જોવામાં આવ્યા હતા. વળી આ વખતે ફરાહ ખાન પહોંચી, જેણે પણ ડાન્સ ચેપ્ટર-૪ નાં મંચ ઉપર પોતાની એક્ટિંગનો જલવો બતાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *