દર વર્ષે આપમેળે વધે છે આ શિવલિંગનો આકાર, અહિયાં માંગવામાં આવેલી દરેક ઈચ્છા પુરી થાય છે, કોઈ ખાલી હાથે પરત નથી ગયું

ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન શિવજીને ખુબ જ જલ્દી પ્રસન્ન થતા દેવતા માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જો કોઈ સાચા મનથી ભગવાન શિવની આરાધના કરે છે તો તેમની ઉપર ભગવાનની કૃપા દ્રષ્ટિ હંમેશા જળવાઈ રહે છે અને જીવનના બધા દુઃખ દુર થઈ જાય છે. મોટાભાગના લોકો ભગવાન શિવજીની મહિમા ખુબ જ સારી રીતે જાણે છે અને તેમના ચમત્કારનાં કિસ્સાઓ પણ પુસ્તકોમાં ભરેલા પડેલા છે. જેમકે આપણે બધા લોકો જાણીએ છીએ કે ભગવાન શિવજીની પુજા શિવલિંગના રૂપમાં કરવામાં આવે છે. આજે અમે તમને ભગવાન શિવજીના એક એવા ચમત્કારનાં દર્શન કરાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

ભગવાન શિવજીની આરાધના મુર્તિ અને શિવલિંગના રૂપમાં કરવામાં આવે છે. તમે બધા લોકોએ અત્યાર સુધીમાં ભગવાન શિવજીના ઘણા મંદિરના દર્શન કર્યા હશે, પરંતુ આજે અમે તમને અમારા આર્ટીકલનાં માધ્યમથી છત્તીસગઢના ગરિયા બંધ જિલ્લામાં સ્થિત ભુતેશ્વર નાથ શિવલિંગ વિશે જણાવવા જઈ રહ્યા છીએ એવું જણાવવામાં આવે છે કે આ શિવલીંગ દુનિયાનું સૌથી મોટું શિવલિંગ છે અને આ શિવલિંગ પ્રાકૃતિક રૂપથી નિર્મિત છે અને સૌથી ખાસ વાત એ છે કે આ શિવલિંગનો આકાર દર વરસે વધતો રહે છે.

જી હાં, જમીનથી લગભગ ૧૮ ફુટ ઉંચું અને ૨૦ ફુટ ગોળાકાર આ શિવલિંગનો આકાર દર વર્ષે વધતો જઈ રહ્યો છે. મહેસુલ વિભાગ દ્વારા જ્યારે દર વર્ષે તેની ઊંચાઈ માપવામાં આવે છે તો જ ૬ થી ૮ ઈંચ સુધી વધેલી જોવા મળી આવે છે. હકીકતમાં જોવામાં આવે તો આ કોઈ ચમત્કારથી ઓછું નથી.

એવી માન્યતા છે કે ૧૨ જ્યોતિર્લિંગો ની જેમ ભુતેશ્વરનાથ અર્ધનારીશ્વર શિવલિંગ છે. દર વર્ષે સેંકડોની સંખ્યામાં લોકો આ શિવલિંગના દર્શન અને જળાભિષેક કરવા માટે પદયાત્રા કરીને અહીંયા પહોંચે છે. આ અનોખા શિવલિંગ વિશે એક મશહુર કહાની પણ છે. એવું જણાવવામાં આવે છે કે આજથી ઘણા વર્ષો પહેલા અહીંયા એક શોભા સિંહ નામનો વ્યક્તિ રહેતો હતો, જે દર રોજ પોતાના ખેતરમાં જઈને કામ કરતો હતો. ત્યારબાદ અચાનક તેને પોતાના ખેતર પાસે જંગલી પશુઓનો અવાજ આવવા લાગ્યો.

ત્યારબાદ તેણે ગ્રામજનોની સાથે મળીને શોધખોળ કરી તો જાનવર તો ન મળ્યું પરંતુ એક નાનું શિવલિંગ જરૂરથી મળી ગયું અને જોતજોતામાં દરેક લોકોને તેમાં આસ્થા વધવા લાગી. ખુબ જ જલ્દી આ શિવલિંગ પુજા અર્ચનાનું કેન્દ્ર બની ગયું અને ત્યારથી લઈને દર વર્ષ સુધી તેનો આકાર વધી રહ્યો છે. લોકોને આ શિવલિંગમાં વિશ્વાસ પણ છે. આખરે આ શિવલિંગનો આકાર દર વર્ષે કેવી રીતે વધે છે, તે રહસ્ય હજુ પણ અકબંધ છે.

તમને જણાવી દઇએ કે આ શિવલિંગ ફક્ત દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ પ્રસિદ્ધ છે અને દુર દુરથી લોકો આ ચમત્કારી શિવલિંગ નાં દર્શન કરવા માટે અહીંયા આવે છે. ગાઢ જંગલોમાં સ્થિત હોવા છતાં પણ આ મંદિરમાં ભક્તોની ભારે ભીડ રહે છે. એવું જણાવવામાં આવે છે કે અહીંયા પર માંગવામાં આવેલી દરેક મનોકામના પુરી થાય છે. કોઈપણ વ્યક્તિ અહીંયા થી ખાલી હાથ પરત ફરતો નથી.