દરેક પરેશાનીનું સમાધાન છે હનુમાનજીનાં ચમત્કારિક “હનુમાન બાહુક” પાઠ

હિન્દુ ધર્મમાં દેવી દેવતાની પૂજા-અર્ચનાનું વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે. વિશેષ રૂપથી મહાબલી હનુમાનજીના ભક્તોની આ સંસારમાં કમી નથી. ભગવાન શિવજીના ૧૧માં અવતાર હનુમાનજી માનવામાં આવે છે. હનુમાનજીના ભક્તો તેને ઘણા નામોથી ઓળખે છે. જો સંસારમાં હનુમાનજીના ભક્તોને ગણતરી કરવામાં આવે તો તે ગણતરી ખૂબ જ મુશ્કેલ સાબિત થાય તેમ છે. દરેક જગ્યાએ ભગવાન હનુમાનજીના ચાલીસા, સુંદરકાંડ, રામાયણ, રામચરિત માનસનાં પાઠ થાય છે. જ્યાં આ બધા પાઠ કરવામાં આવે છે, ત્યાં એવું કહેવામાં આવે છે કે સ્વયં મહાબલી હનુમાનજી ઉપસ્થિત હોય છે અને ભક્તોનાં બધા જ કષ્ટ દૂર કરે છે.

તમને બધા લોકોને હનુમાન ચાલીસાનાં વિષયમાં તો જરૂરથી જાણકારી હશે અથવા તો તમે હનુમાન ચાલીસા વિશે જરૂર સંભાળ્યું હશે. હનુમાન ચાલીસા માં ખુબ જ ચમત્કારી પ્રભાવ બતાવવામાં આવ્યા છે. જે વ્યક્તિ તેનું નિયમિત રૂપથી પાઠ કરે છે તેને તેની શક્તિનો અંદાજો સ્વયમ આવી જાય છે. પરંતુ આજે અમે તમને અહીંયા હનુમાન બાહુક વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ. સંકટ મોચન હનુમાનજીનાં હનુમાન બાહુક પાઠ ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે. માન્યતા અનુસાર જે વ્યક્તિ આ પાઠ કરે છે તેના જીવનના બધા જ કષ્ટ દૂર થઈ જાય છે.

સંત તુલસીદાસજીને હનુમાન બાહુક પાઠથી મળી પીડામાંથી મુક્તિ

તમારા લોકોમાંથી મોટાભાગના લોકોને તેની જાણ હશે કે સંત તુલસીદાસજી ભગવાન શ્રીરામ અને હનુમાનજી ના પરમ ભક્ત હતા અને તેમણે જ હનુમાન ચાલીસા લખેલા છે. જનશ્રુતિ અનુસાર કલિયુગના પ્રકોપથી જ્યારે તેમના હાથમાં ખૂબ જ વધારે પીડા થવા લાગી તો તેમને તબિયત ખરાબ થઈ ગઈ. તેમને શારીરિક પીડાથી ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો હતો. પરંતુ વધારે પડતી પીડા હોવા છતાં પણ તેમણે હનુમાન નામના જાપ શરૂ કર્યા, ત્યારે હનુમાનજી પ્રગટ થયા.

તુલસીદાસ દ્વારા હનુમાન બાહુક ની રચના કરવામાં આવી હતી. તુલસીદાસજીએ હનુમાનજીને એક શ્લોકની પ્રાર્થના કરી હતી, જે તેમના બધા જ શારીરિક કષ્ટો દૂર કરી શકે. ત્યારે હનુમાનજીએ તેમને જે શબ્દો સંભળાવ્યા હતા, તુલસીદાસજીએ તે શબ્દોનો જ જાપ કર્યો હતો. જ્યારે તેમણે જાપ કર્યો તો તેમની બધી જ શારીરિક પીડા દૂર થઈ ગઈ. હનુમાન બાહુક પાઠ થી જ સંત તુલસીદાસજી ને સમસ્ત શારીરિક પીડામાંથી મુક્તિ મળી હતી.

હનુમાન બાહુક પાઠનાં ફાયદા

  • જો તમારું કોઇ અટવાયેલું કાર્ય અઢળક કોશિશો કરવા છતાં પણ પૂર્ણ થઈ રહી હોય અથવા તમારી કોઈ અધૂરી ઈચ્છા હોય તો આવી સ્થિતિમાં હનુમાન બાહુક ના પાઠ કરવા લાભદાયક માનવામાં આવે છે.
  • જો કોઈ વ્યક્તિને શારીરિક તકલીફો જેવી કે માથાનો દુખાવો, કંઠરોગ, ઘુટણ ના દુખાવા જેવી સમસ્યા હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે તમે એક જળના પાત્ર સમક્ષ હનુમાન બાહુક ના ૨૧ અથવા ૨૬ દિવસો સુધી મુહૂર્ત જોઈને પાઠ કરો અને દરરોજ તમે તે પાત્રના જળનું સેવન કરીને બીજા દિવસે ફરીથી નવું જળ રાખી દો. આવું કરવાથી હનુમાનજીની કૃપા મળશે અને શારીરિક પીડા દૂર થશે.
  • જો વ્યક્તિ હનુમાન બાહુકનો પાઠ કરે છે તો તેનાથી ભૂત-પ્રેત જેવી બાધાઓ દૂર થાય છે. મહાબલી હનુમાનજી ખરાબ શક્તિઓથી વ્યક્તિની રક્ષા કરે છે.
  • હનુમાન બાહુકનો પાઠ કરવાથી ભક્તોની આસપાસ એક રક્ષાકવચ નું નિર્માણ થાય છે. જેના લીધે ભક્તોને નકારાત્મક શક્તિઓ સ્પર્શ કરી શકતી નથી.

હનુમાન બાહુક પાઠ કરવાના નિયમ

જો તમે હનુમાન બાહુક ના પાઠ કરવા માંગો છો તો તેના માટે કોઈ વિશેષ નિયમ લાગુ કરવામાં આવેલ નથી. તમે તેના પાઠ કોઈપણ સમયે અને કોઈપણ સ્થાને કરી શકો છો. તમને આ પાઠનું ફળ ખૂબ જ જલ્દી પ્રાપ્ત થશે. પરંતુ તેના માટે એક શાસ્ત્રીય ઉપાય પણ જણાવવામાં આવેલ છે.

  • જેના અંતર્ગત હનુમાન બાહુકનો પાઠ કરનાર વ્યક્તિએ હનુમાનજીની તસ્વીર લેવાની રહેશે. હનુમાનજી ની તસ્વીર સાથે તમારે ભગવાન શ્રીરામની તસવીર પણ રાખીને તેના સમક્ષ બેસવાનું રહેશે.
  • તમે હનુમાનજી અને શ્રી રામજીની તસવીરની સમક્ષ શુદ્ધ ઘીનો દીવો કરીને સાથે તાંબાના ગ્લાસમાં પાણી ભરીને રાખી દો.
  • ત્યારબાદ તમારે સાચા મનથી હનુમાન બાહુક ના પાઠ કરવાના રહેશે.
  • જ્યારે તમારા પાઠ પૂરા થઇ જાય ત્યારે તમારે તાંબાના ગ્લાસમાં રાખેલ પાણીને પીડિત વ્યક્તિને પીવડાવી દેવાનું રહેશે. તમે ઈચ્છો તો કોઈ વ્યક્તિનું સારું કરવા માટે પણ આ પાઠ કરી શકો છો અને તે વ્યક્તિને આ ત્રાંબાના ગ્લાસનું પાણી પીવડાવી શકો છો.
  • તમે હનુમાનજીની પૂજા દરમિયાન તેમને તુલસીના પાન ચઢાવો અને પાઠ ખતમ થયા બાદ તમે તુલસીના પાન પીડિત વ્યક્તિને ખવડાવો. તેનાથી બધા પ્રકારની માનસિક અને શારીરિક પીડા ખતમ થઇ જશે.
  • તમે હનુમાન બાહુક ના પાઠ દરરોજ પણ કરી શકો છો. એવું જણાવવામાં આવે છે કે જે વ્યક્તિ દરરોજ નિયમિત રૂપથી હનુમાન બાહુક ના પાઠ કરે છે તેને પોતાના જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થાય છે.